Abtak Media Google News

મકરસંક્રાંતિ ન્યુઝ

ભારતમાં દરેક તહેવાર કે ઉત્સવ ઉજવવાનું વિશેષ  મહત્વ છે . જેની ઉત્પત્તિ સ્થાનીક પરંપરા, વ્યક્તિ વિશેષ કે સંસ્કૃતિથી ન થઈને જેમનો ઉલ્લેખ વૈદિક ધર્મગ્રંથ, ધર્મસૂત્ર અને આચાર સંહિતામાં મળે છે.  એવા કેટલાક તહેવાર છે  અને તેમને ઉજવવાનો  અલગ નિયમ પણ છે.  આ તહેવારોમાં સૂર્ય-ચંદ્રની સંક્રાતિ અને કુંભનુ વધુ મહત્વ છે. સૂર્ય સંક્રાતિમાં મકર સંક્રાંતિનુ મહત્વ જ વધુ માનવામાં આવ્યુ છે. માઘ મહિનામાં કૃષ્ણ પંચમીને મકર સંક્રાતિ દેશના લગભગ બધા જ રાજ્યોમાં જુદા જુદા સાંસ્કૃતિક રૂપથી ઉજવાય છે.  દર વર્ષે સૂર્યના મકર રાશિમાં પ્રવેશની તારીખે મકરસંક્રાંતિનો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે.  મકરસંક્રાંતિના ખાસ અવસર પર ભગવાન સૂર્યની પૂજા અને ઉપવાસ કરવાથી સાધક માટે સુખ-સમૃદ્ધિના દ્વાર ખુલે છે અને ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે.

મકરસંક્રાંતિએ સૂર્યદેવની પૂજા કરવાની રીત

મકરસંક્રાંતિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ભગવાન વિષ્ણુ અને સૂર્યનું ધ્યાન કરીને દિવસની શરૂઆત કરો.
આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો. જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો સ્નાનના પાણીમાં ગંગા જળ ભેળવીને સ્નાન કરો.
સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં અક્ષત અને ફૂલ રાખો અને ભગવાન સૂર્યને અર્ઘ્ય ચઢાવો. આ દરમિયાન નીચેના મંત્રનો જાપ કરો.
ઓમ સૂર્યાય નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ રાવયે નમઃ, ઓમ ભાણવે નમઃ, ઓમ આદિત્યાય નમઃ.
આ પછી સૂર્ય સ્તુતિનો પાઠ કરો. મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી આ દિવસે સૂર્યની પૂજા કરો.

દર વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ વર્ષે ગ્રહોની દિશા બદલાવાને કારણે મકરસંક્રાંતિની તારીખ બદલાઈ છે. મકરસંક્રાંતિના દિવસે સ્નાન અને દાન માટેનો શુભ સમય સવારે 5.07 થી 8.12 સુધીનો છે. આ સિવાય મકરસંક્રાંતિના શુભ મુહૂર્તમાં પૂજા કરવી ખૂબ જ ફળદાયી છે. આ દિવસે શુભ સમય સવારે 7.15 થી સાંજના 6.21 સુધીનો છે. મહા પુણ્યકાળ બપોરે 12.15 થી 9.06 સુધી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.