Abtak Media Google News

ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી દ્વારા પાંચ વર્ષના  ગૌરવ પુરસ્કારના નામોની કરાય ધોષણા: સૌરાષ્ટ્ર- કચ્છના ૧૯ કલાકારોની કદર

ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા વર્ષ 2017-18 થી લઇ વર્ષ 2021-22 સુધી પાંચ વર્ષ માટે સંગીત, નૃત્ય, નાટક અને લોક કલા ક્ષેત્રે આગવું પ્રદાન આપનારા 69 કલાકારોને ગૌરવ પુરસ્કાર આપવામાં આવશે તેવી ધોષણા કરવામાં આવી છે. તેેમાં ડાયરા-ભજનનું જાણીતું નામ દેવરાજ ગઢવી(નાનો ડેરો)ને ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.સૌરાષ્ટ્ર-કચ્છના 19 કલાકારોને પુરસ્કારથી પોંખવામાં આવશે.

વર્ષ 2017-18 માં નૃત્ય ક્ષેત્રે પ્રખાન બદલ અમદાવાદ (રાજકોટ)ના અમીબેન ઉપાઘ્યાય, લોક કલા ક્ષેત્રે સુરેન્દ્રનગરના જગદીશ લા. ત્રિવેદી, મહુવાના માયાભાઇ આહીર, રાજકોટના કીર્તીદાનભાઇ ગઢવી, વર્ષ 2018-19 માં નાટર ક્ષેત્રે અનન્ય પ્રદાન બદલ રાજકોટના અરવિંદભાઇ ન. રાવલ, જુનાગઢના રાજભા ગઢવી, કચ્છના ગીતાબેન રબારી, વર્ષ 2019-20 માં સંગીત ક્ષેત્ર માટે ભાવનગરના કમલેશભાઇ આવસ્થી, રાજકોટના ભુપેન્દ્રભાઇ વસાવડા,  અમરેલીના ઉર્વશીબેન રાદડીયા, નૃત્ય ક્ષેત્રે પ્રદાન બદલ જામનગરના મહેન્દ્રભાઇ આણદાણી, નાટક ક્ષેત્રે પ્રદાન બદલ રાજકોટના નિલોક બે. પરમાર, લોકકલા ક્ષેત્રે કચ્છના દેવરાજભાઇ ગઢવી, જામનગરના યશવંતભાઇ લાંબાને વર્ષ 2020-21 માટે નૃત્ય ક્ષેત્રે પ્રદાન બદલ સુરેન્દ્રનગરના શંકરભાઇ ધરજીયા (પઢાર રાસ), વર્ષ 2021-22 માટે સંગીત ક્ષેત્રે પ્રદાન બદલ રાજકોટના સ્વ. પરેશભાઇ ભટ્ટ, નૃત્ય ક્ષેત્રે રાજકોટના જીજ્ઞેશભાઇ રમેશભાઇ સુરાણી લોકકલા ક્ષેત્રે બોટાદના સુખદેવભાઇ  ધામેલીયા અને કચ્છના નૂર મહમંદ સોઢાને ગૌરવ પુરસ્કાર અપાશે.રાજય સરકાર પાંચ વર્ષ માટે ગૌરવ પુરસ્કાર માટે કલાકારોના નામ જાહેર કરાયા છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.