Abtak Media Google News

શહેરીજનોને ઉમટી પડવા ચંદ્રવાડીયા અને જાડેજાની અપીલ

ઉપલેટામાં નગરપ્રાથમીક શિક્ષણ સમીતી દ્વારા છેલ્લા છ વર્ષ થવા નગરપાલિકા સંચાલીત પ્રાથમીક શાળાના બાળકોને પ્રોત્સાહીત કરવા દર વર્ષ વાર્ષિકોત્સવ આવતી કાલે સાંજે સાત વાગે યોજવામાં આવેલ છે.

આ અંગે માહીતી આપતા નગરપાલિકાના શિક્ષણ સમિતિના નવનિયુકત ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજાએ જણાવેલ કે અગાઉની પરંપરા મુજબ અમો પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે ખાનગી શાળા કરતા પણ વિશિષ્ટ રીતે પ્રોત્સાહીત કરવાનું આયોજન કરેલ છે જેના ભાગરુપે આવતીકાલે તા.૭ ને ગુરુવારે સાંજે ૮ વાગે બાપુના બાવલા ચોકમાં આવેલ કન્યાશાળાના ગ્રાઉન્ડમાં વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરેલ છે આ કાર્યક્રમો વિવિધ ક્ષેત્રના આગેવાનો ના હસ્તે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવશે તો શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા-પિતા તેમજ શહેરી જનોને પધારવા ચેરમેન નિકુલ ચંદ્રવાડીયા વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજાએ અનુધો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.