યોગ એટલે માનવીના જીવનની મુખ્ય ધરોહર

‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમ  ‘ચાય પે ચર્ચા’માં યોગના બે નિષ્ણાંત ડો.હરેશ વ્યાસ (નેચરોપેથ યોગ કોચ) અને અંબર પંડ્યા (યંન્ગેસ્ટ યોગ ટ્રેનર)એ યોગથી થતાં લાભોની ચર્ચા કરી

માનવીના જીવનમાં યોગે મહત્વની ભૂમિકા ભજવે છે તેમજ યોગથી થતા શરીરને લાભો અને તેનાથી થતા અન્ય ફાયદાઓ ની ચર્ચા અત્રે રજુ કરેલ છે જેમાં યોગે મનુષ્યની મુખ્ય ધરોહર ગણાવી છે.

પ્રશ્ન: કેવા સંજોગોમાં યોગ છે એ માણસને માનસિક સ્વાસ્થ્ય પાછું મેળવવા માટે અથવા મનની તંદુરસ્તી વધારવા માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે છે??

જવાબ: ડો.હરેશ વ્યાસ: યોગએ મુખ્ય ધરોહર છે, કોરોના કાળ પછી સૌથી વધુ વ્યાપ વધતો જાય છે,યોગની અંદર ઘણી બધી વસ્તુ આવે છે જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રગતિ કરાવે છે. દરેક વ્યક્તિએ નિયમિત રીતે દિવસમાં એકવાર યોગ કરવું જરૂરી છે.

પ્રશ્ન: માનસિક સ્વાસ્થ્ય નબળું બન્યું છે તો તેમાં કેવી રીતે ઉપયોગી રહ્યું તમારું મન મજબૂત બને મન સ્વસ્થ બને છે, શું થાય?

જવાબ: ડો.હરેશ વ્યાસ: યોગથી મનને મજબૂત અને સ્વસ્થ બને છે અને યોગમાં પ્રાણાયમ એક એવી પ્રક્રિયા છે જેમાં માનસિક તાણ ઘટે છે કેમકે અત્યારના યુગમાં સ્ટ્રેસ અને માનસિક તનાવ દૂર રહેલો હોય છે જે દૂર કરવામાં ઉપયોગી થાય છે. અત્યારના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી ને માનસિક તણાવ હોય છે પરંતુ યોગ કરવાથી જે દ્વંદ્વ રહેલા હોય છે તે દૂર થાય છે.

પ્રશ્ન: નાની ઉંમરમાં યોગ પ્રત્યે આકર્ષણ કેમ થયું અને કેમ ઈચ્છા થઈ?

જવાબ: અંબર પંડ્યા: નાની ઉંમરથી જ ક્રિકેટ સાથે જોડાયેલો હતો અને યોગ સાથે પહેલેથી જોડાયેલો હતો. બાદ જાણવા મળી કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ બોર્ડ ની તાલીમ આપે છે જે 21 દિવસની તાલીમ અપાય છે અને તે ફીટ ઇન્ડિયા અંતર્ગત તેમનું આયોજન થતું હોય છે. ગુરુ હરેશભાઈ વ્યાસ ની ટ્રેનીંગ લીધેલી અને ત્યાર પછી હાલમાં યોગ ક્ષેત્રમાં રાજકોટ માં 13 માં નંબર નો યોગ ટ્રેઈનર છું.

પ્રશ્ન: શારીરિક શ્રમ, યોગ અને કસરત શુ અલગ અલગ છે?

જવાબ: ડો.હરેશ વ્યાસ:  યોગ બોડી બિલટ કરવા માટેની પ્રક્રિયા છે, આપણા દેશમાં અષ્ટાંગ યોગ ની વાત કહી છે જેમાં આઠ પ્રકારના યોગ આવેલા છે. યોગ,યમ, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધરણાં, નિયમ,ધ્યાન અને સમાધિ આમ આઠ પ્રકારના યોગ ના અંગ રહેલા છે. ગેરસમજથી લોકો કસરત અને અને યોગને મિશ્રણ કરી નાખે છે. જેમાં પરિણામ ઘણી વખત વિપરીત મળે છે અને તેમનું દુ:ખ કે દર્દ વધે છે.યોગનો મુખ્ય સમય સવાર નો હોય છે જેમાં દેહધાર્મિક ક્રિયાઓ પૂર્ણ થયા પછી યોગ કરવા હિતાવહ છે. ગુજરાત સુતા હોઈએ તો શરીર શિથિલ જેમાં બ્લડ સર્ક્યુલેશન વધારવા ’વોમ અપ’ કરવું જોઈએ.આ કર્યા પછી સૂર્ય મનસ્કાર આવે, અને પતંજલિ ઋષિ એ 196 આસન લખેલા છે, આ આસનો ના નામ લખેલા નથી પરંતુ એક જ સૂત્ર માં રહેલું છે જે ’સ્થિરમ સુખમાં સનમ’ કોઈપણ એક આસન ની અંદર સ્થિર વધારે સમય સુધી સ્વસ્થતા પૂર્વક બેસી રહો તેને આસન કહેવાય.

પ્રશ્ન: ધ્યાન એટલે શું?

જવાબ: અંબર પંડ્યા: ધ્યાન મનની શાંતિ માટે થતું હોય છે. ધ્યાનમાં વાતાવરણમાં કુદરતી માહોલ ઉભો કરવામાં આવે છે જેમાં અલગ અલગ પ્રકારનું સંગીત રાખવામાં આવે છે જેને કારણે વાતાવરણ પ્રફુલ્લિત થાય છે અને મનની શાંતિ મળે છે. દરેક માણસને પ્રકૃતિ અલગ અલગ રહેલી હોય છે જેમાં તેમની માનસિકતા પણ અલગ હોય છે એ રીતે સંગીત ના માહોલમાં દરેક વ્યક્તિને અલગ-અલગ પ્રકારના ધ્યાન કેન્દ્રિત થતા હોય છે અને અલગ-અલગ રીતે દરેક વ્યક્તિ જે સ્થિર થઈ શકે છે.

સૂર્ય નમસ્કાર

ડો.હરેશ વ્યાસ: સૂર્ય નમસ્કાર એ ઝડપથી કરવાના જોઈએ પંકેશ ઝડપથી કરવાથી સૂર્ય નમસ્કાર કસરત બની જાય છે અને કસરત કરવાથી માસપેશીઓના માં માર પડે છે જેનાથી થાક લાગે છે પરંતુસૂર્ય નમસ્કાર ધીમેધીમે કરવાં જોઈએ જેના દ્વારા ધ્યાન થઈ શકે.સૂર્ય નમસ્કાર એ એક એવું આસન છે જેમાં 12 આસન નો સમાવેશ થઈ જાય છે.પતંજલિ ઋષિ ના કહ્યા મુજબ કુલ 196 આસન માં તેમના નામકરણએ પશુ-પક્ષીઓની વ્યવસ્થા અને તેમના નામ પર રાખેલા છે. પશુ પક્ષીઓ જે રીતે બેસે છે તેના શરીરના ડાયજેસ્ટિવ સિસ્ટમ કઈ રીતે છે તેના પર આધાર રાખે છે અને તે રીતે નામ આપેલા છે.આપણા શરીરની અંદર 72000 નાડી આવેલી હોય છે, જેમાં મુખ્યત્વે ત્રણ નારી જેવી કે સૂર્યનાડી,ચંદ્રનાડી અને સુસુમનાડી જેમાં યોગ અને અધ્યાત્મ માટે સુસુમના નાડી સક્રિય થાય છે. પતંજલિ માં સૂત્ર છે, ’પ્રાણાયામ પરમ તપહ’- આપણા શરીરની અંદર પ્રાણ એ મુખ્ય તત્વ છે, જેમાં સાચી અને સરળ રીતે પ્રાણાયામ કરવાથી રોગમુક્ત શરીર થાય છે પરંતુ વિપરીત રીતે પ્રાણાયામ કરવાથી આડ અસર થઈ શકે છે. પ્રાણાયમના મુખ્ય ત્રણ પ્રકાર હોય છે, પૂરક, રેચક અને કુંભક જે તેમની પ્રકિયા મુજબ કરવામાં આવે છે.

સંદેશો

ડો.હરેશ વ્યાસ: જીવનચર્યા મુખ્ય બાબતમાં સુવાનો સમય નિશ્ચિત રાખવો જોઈએ તેમજ ઉઠવાનો સમય નિશ્ર્ચિત હોવો જોઈએ અને જમવાનો ટાઈમ નિશ્ચિત હોવો જોઈએ અને ચોથું આસનનો સમય આ ચાર બાબતોને સાચવશો તો તમારા 24 કલાક સચવાઈ જશે.

અંબર પંડયા: વ્યસન મુક્ત જીવન જીવો વ્યસન એ  સીધી મનને અસર કરે છે, વ્યસન જીવન મહત્વનું છે. જીવનમાં ઘણીવાર વધારે પડતો ગુસ્સો, વિચલિત વગેરે પરની અસર મનમાં થાય છે જે પાન ફાકી  સિગરેટ કે આલ્કોહોલ જેવા વ્યસન ની અસર હોય છે, જે શરીર પણ બગડે છે. પ્રેમી જીવન જીવવાનો અને સારો અને પૌષ્ટિક આહાર લેવો જેને કારણે શરીર સ્વસ્થ રહે અને સ્વાસ્થ્ય સારું રહે.