Abtak Media Google News

પતંગ ચગાવવાના શોખીનોમાં માંજો તૈયાર કરાવી દોરો પવડાવવાનો ક્રેઝ

મકરસંક્રાંતિ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ આ દિવસે સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસે લોકો પોતાના ઘરની છત પર લાઉડ સ્પીકર અને ખાણીપીણીની વસ્તુઓ સાથે સવારથી જ ચડી જાશે અને ફિલ્મી ગીતોના સુરીલા ઘોંઘાટ વચ્ચે કાપ્યો છે….. કાપ્યો છે…. ની બુમો પાડશે. તેમજ સાંજ ઢળતાં જ ગુબારાઓ અને તારાઓ સાથે જુગલબંધી જામશે.

ઉતરાયણ નજીક આવી રહી છે. ત્યારે રાજકોટમાં પતંગ-દોરાની બજાર તરીકે ઓળખાતા સદર બજારમાં ધીમે ધીમે ધરાકી જોવા મળી રહી છે.

આ ઉપરાંત પતંગ ચગાવવાના શોખીનો પોતાની નજર સામે જ માંજો તૈયાર થાય અને તે માંજા વડે જ દોરીને પવાય તેવો આગ્રહ રાખે છે. આથી પોતાની માંગ મુજબ  માંજામાં કેમીકલ, કાચ વગેરેનું મિશ્રણ કરાવે છે. હજુ આપણે ત્યાં તૈયારી ફીરકી લેવા કરતા માંજો તૈયાર કરાવી પાવાની પરંપરા છે. રાજકોટમાં ઠેક-ઠેકાણે દોરા પાવાની પ્રક્રિયા શરુ છે.

દોરા પાવા માટે બીજા રાજયમાંથી કારીગરો આવી ને રોજી રોટી મેળવે છે. વર્ષો પહેલા ફોટા વગરની પતંગો અને રીલનું ચલણ હતું. અને ઉતરાયણના પર્વે પતંગ અને દોરા એટલે પૂર્ણ પર્ણ હવે જમાનો બદલાયો છે. પતંગ દોરાની સાથેકેપ, ચશ્મા, છત્રી, સીટી, બ્યુગલ, ફુગ્ગા સહીતની એસેસરિઝ પતંગ પર્વની ઉજવણી વખતે ઘુમ મચાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.