Abtak Media Google News

બાકી નીકળેલી રકમ રૂ.1.25 કરોડ ન દેવા શખ્સે કારસ્તાન રચી ત્રણ શખ્સો સાથે કર્યો હુમલો

રાજકોટમાં જમીન પ્રશ્ને મારામારી અને હત્યાના અને બનાવો અવાર નવાર સામે આવતા હોઇ છે ત્યારે ફરી વાર જમીન પ્રશ્ને મારામારીનો બનવા પોલીસ ચોપડે પ્રકાશમાં આવ્યો છે.જેમાં નવાગામના આણંદ પણ ગામે રહેતા અને મોબાઈલ એસેસરીઝ અને ઝેરોક્ષની દુકાન ધરાવતા ખેડૂત વેપારી અને તેના પરિવાર પર કમલેશ ઉર્ફે મુનાભાઈ માટીયા નામના શખ્સે તેની સાથેના ત્રણ મળતિયા સાથે મળી ખેડૂત પર ધોકા પાઇપ વડે હુમલો કરી તેના માથામાં પિસ્તોલ મારતા તેને ઈજા પોહચી સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવની જાણ પોલીસને થતા પોલીસે ચાર સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.ઉલેખનીય છે કે આરોપીને જમીનના ફરિયાદીને રૂ.1.25 કરોડ દેવાના નીકળતા હોવાથી તેને આ કારસ્તાન રચ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

વિગતો મુજબ નવાગામ રહેતા ઉમેશભાઈ કિશોરભાઈ સોલંકીએ પોતાની જેમાં ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની માલિકીની પોણા દસ એકર જમીન કુવાડવા રોડ પરના આઈઓસીની સામે આવેલી હતી. આ વારસાઈ જમીન દોઢ વર્ષ પહેલા આરોપીને કમલેશ ઉર્ફે મુન્ના માટીયાને વેચી તેનો દસ્તાવેજ પણ કરી આપ્યો હતો. જમીન વેચાણ પેટે તેમને 1.75 કરોડ રૂપિયા મળ્યા હતા. જેમાંથી 1. 25 કરોડ હજુ લેવાના બાકી છે.

આજે આરોપીએ તેને કોલ કર્યો હતો.પરંતુ તેણે રિસિવ કર્યો ન હતો. થોડીવાર બાદ આરોપી ત્રણ અજાણ્યા શખ્સો સાથે તેના ઘરે ધસી આવ્યો હતો. આવીને આરોપીએ તેને તમાચો ઝીંકી કહ્યું કે તું જમીન ફરીથી વેચવા નીકળ્યો છો, આ પછી તેને ગડદાપાટુનો માર મારી ગાળો ભાંડી હતી.

તેણે બચાવામાં જમીન વેચવા નહીં નીકળ્યાનું કહ્યું હતું આમ છતાં આરોપીએ તેને વધુ માર માર્યો હતો. બુમાબુમ કરતાં તેની પત્ની વર્ષાબેન, ભાભી કલ્પનાબેન, માતા વિજ્યાબેન, ભત્રીજી ફાલ્ગુનીએ વચ્ચે પડી છોડાવ્યો હતો. આ દરમિયાન તેના ભાભીને માથાના જમણી બાજુ હાથનું કડુ વાગ્યું હતું.

આ ઉપરાંત તેની ભત્રીજીને પણ ઈજાઓ થઈ હતી. પાડોશીઓ ભેગા થઈ જતાંઆરોપીઓએ પોતાની ફોરચ્યુનર કારમાંથી રિવોલ્વર કાઢી તેના માથામાં માર્યુ હતું. સાથો સાથ જો જમીન કોઈને વેચી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતા રહ્યા હતા. જે મામલે કુવાડવા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.