Abtak Media Google News

લગ્નની સીઝન ચાલી રહી છે. લગ્ન એ આનંદનો પ્રસંગ છે. અને આ પ્રસંગનું આમંત્રણ આપણા સ્વજનોને મોટેભાગે કંકોત્રી મારફત આપીતા હોઈએ છીએ. લોકોમાં લગ્નની કંકોત્રીને લઈને ક્રેઝ વધતો જાય છે. આપણે અનેક પ્રકારની કંકોત્રી જોઈ હશે જેમાં દુલ્હા દુલ્હનના ફોટા, કંકોત્રી સાથે જ ગીફ્ટ, ઓનલાઈન કંકોત્રી ત્યારે રાજ્યમાં એક અનોખી કંકોત્રી બનાવવામાં આવી છે જે લગ્નના આમંત્રણ સાથે ભેજાંબાજોના રાઝ ખોલશે, એક-એક પેજ તમને ઓનલાઈન ફ્રોડથી બચાવશે.

NAYAN SAVALIYA MARRIAGE INVITATION

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના અમરેલી જીલ્લાની છે જ્યાં સાઈબર ક્રાઇમમાં સેવા આપતા પોલીસ કર્મચારી નયનભાઈ સાવલિયાએ પોતાના લગ્નની ડિજિટલ કંકોત્રી બનાવી છે. આ કંકોત્રી મારફતે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે. તેમના લગ્નની કંકોત્રી ૨૭ પેજની બનાવવામાં આવી છે જે તમને સાયબર ક્રાઇમથી બચાવશે. તો આવો જાણીએ કેવી રીતે આ કંકોત્રી લોકોને સાયબર ક્રાઇમથી બચવા જાગૃત કરશે…

સાયબર ફ્રોડથી લોકોને બચાવવા બન્ને પોલીસ કર્મીનો અનોખો પ્રયાસ

Img 3594

આજના આ ડિજિટલ યુગમાં સાઈબર ક્રાઇમના કેસો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સાઈબર ક્રાઇમ જન જાગૃતિ અભિયાન અંતર્ગત આં કંકોત્રી બનાવી અને પરંપરાગત પહેરવેશમાં ફોટો શૂટ કરી કંકોત્રીમાં એક લોકોની જાગ્રતતા લાવવા પ્રયાસો કરાયા છે.

Screenshot 8 17

આં નવતર પહેલ માં જિલ્લા પોલીસ વડા અને પરિવારનો પણ સહયોગ મળ્યો છે. અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નયન સાવલિયા ફરજ બચાવે છે. હાલ વધતા જતાં સાયબર ક્રાઇમના કેસોને ઘટાડવા માટે તેમણે પોતાના લગ્નની કંકોત્રી મારફતે લોકોને જાગૃત કરવાની એક નવી પહેલ શરૂ કરી છે. સાઇબર ક્રાઈમથી લોકોને બચાવવા માટે 27 પેજ ની કંકોત્રી બનાવડાવી છે.

11 1674395186

નયન સાવલિયાના લગ્ન 7 ફેબ્રુઆરીએ થશે મહિલા પોલીસ કર્મી ધારા સાથે

Img 3789

સાઇબર ક્રાઇમમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી નયન સાવલિયાના લગ્ન સાતમી ફેબ્રુઆરીના રોજ અમરેલી હેડ કોટર માં ફરજ બજાવતા ધારા સાથે થશે. નયન બાવચંદભાઈ સાવલિયા સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના રેહવાસી છે. તેમના પત્ની ધારા ધારી વિસ્તારમાં આવેલા દલખાણીયા ગામના રેહવાસી છે. જેથી તેમના લગ્નોત્સવ પણ અહીં જ દલખાણીયામાં યોજાશે.

Wedding

જૂની ખેડૂતોની પરંપરાગત ભાતીગળ સંસ્કૃતિના ફોટોગ્રાફ પણ કંકોત્રીમાં એટલા જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. લોકો સાયબર ક્રાઇમથી બચી શકે તે માટે બંને એક નવી વિચારધારા અપનાવી છે અને લગ્નની કંકોત્રી મારફતે લોકોને સાઈબર ક્રાઇમ બાબતે જાગૃત બને અને આ માહિતી લોકો સુધી તે માટે પ્રયાસ કરાયા છે.

જાણો શું લખ્યું છે કંકોત્રીમાં ??

22 1674395218

નયન સાવલિયાએ પોતાની ડિજિટલ કંકોત્રી તૈયાર કરાવી છે. આજના યુવાનો ટ્રેડિશનલ ફોટોશૂટ કરાવવાની બદલે મોડલ સંસ્કૃતિને અપનાવીને તે પ્રમાણે ફોટોશોપ કરાવે છે ત્યારે નયન સાવલિયા અને તેની મંગેતર ધારા એ ટ્રેડિશનલ ડ્રેસમાં ફોટો શૂટ કરાવીને આજના યુવાનોને કંકોત્રી મારફતે આપણી સંસ્કૃતિને અપનાવવાનો એક સંદેશો પણ આપ્યો છે.

12 1674395241

ત્યારબાદ પેજ નં-7થી તેમણે સાયબર ક્રાઇમ એટલે શું તેમજ સાયબર ક્રાઇમ થવા પાછળના કારણો, સાયબર ક્રાઈમના પ્રકારો વિશે લોકોને માહિતી આપી છે. ત્યારબાદ જ્યાં આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ મનોરંજન માટે, નવા મિત્રો બનાવવા માટે થઈ રહ્યો છે. તેની સાથે લોકો કઈ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઠગાઈ કરી રહ્યાં છે. તેના વિશે પણ લોકોને જાગૃત કર્યાં છે.

આ કંકોત્રીમાં લોકોને સાયબર સાયબર ક્રાઇમ થી બચાવવા માટે આઠ મુદ્દાઓ લેવામાં આવ્યા છે જે નીચે મુજબ છે:

Screenshot 9 16

૧) સાઇબર ક્રાઇમ એટલે શું
સાઇબર ક્રાઇમ થવા પાછળનું કારણ
સાઇબર ક્રાઇમ ના પ્રકાર
સોશિયલ મીડિયા સંબંધિત ફ્રોડ
ઈ- મેઈલ સ્પુફિંગ
૨) ઇન્સ્ટન્ટ લોન એપ ફ્રોડ
૩) બનાવટી લિંક
૪) ફેક કોલ
૫) ઓનલાઇન સેલિંગ પ્લેટફોર્મ ફ્રોડ
૬) સ્ક્રીન શેરિંગ એપ કે રીમોટ એક્સેસ એપ ફ્રોડ
૭) કસ્ટમર કેર ફ્રોડ
૮) OLX ફ્રોડ

ત્યારબાદ આ કંકોત્રીમાં સાઇબર ક્રાઇમ થી બચવા માટે નાગરિકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે પણ દર્શાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા સિક્યુરિટી, ચાઈલ્ડ ફોટોગ્રાફી, મોબાઈલ સિક્યુરિટી વગેરેને લઈને લોકોએ કઈ પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું તે પણ કંકોત્રીમાં દર્શાવવામાં આવ્યું છે.

Img 3872

ઉપરોક્ત મુદ્દાઓ સાથે સાયબર વોલેન્ટિયર યોજના શું છે ? એક સાચા નાગરિક તરીકે વત્તા સાયબર ક્રાઈમને અટકાવવામાં તમે કઈ રીતના મદદરૂપ થઈ શકો છો તે બધી જ માહિતી કંકોત્રીમાં આપવામાં આવી છે. ઉપરાંત જો તમે નાણાકીય ફ્રુટ અથવા તો સાઇબરફ રોડ નો શિકાર બન્યા છો તો તમારે ચાર નંબર પર ફરિયાદ નોંધાવી તેને પણ માહિતી આપવામાં આવી છે.

 

સાયબર ફ્રોડની ફરિયાદ માટે કંકોત્રીમાં અપાયો હેલ્પલાઈન નંબર

Screenshot 10 10

જો તમે સાયબર ફ્રોડ નો શિકાર બન્યા છો તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી શકો છો. જો તમે નાણાકીય ફ્રોડ નો ભોગ બન્યા છો તો પણ આ નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો ગુજરાત સાયબર ક્રાઇમ સેલ તુરંત જ કાર્યવાહી કરે છે અને તમારા નાણા તમને પરત મળી શકે છે. સાયબર ક્રાઈમ સંબંધિત ફરિયાદ માટે ઓનલાઈન એપ www. Cybercrime.gov.in પર કરી શકો છો.

Img 4038

આ કંકોત્રીમાં પૂર્ણતાને આરે સાયબર સેલ અમરેલીના facebook આઇડી ઇન્સ્ટાગ્રામ આઈડી અને youtube આઈડી પણ આપવામાં આવ્યા છે જેને લઈને કોઈપણ નાગરિક ઉપરોક્ત સોશિયલ મીડિયા મારફતે પોલીસની સહાય લઈ શકે. અંતમાં જણાવ્યું છે કે લોકોને સાઈબર ક્રાઇમ પ્રત્યે જાગૃત કરવાનો આ એક અનોખો પ્રયાસ છે અમરેલી પોલીસ આપના સાથ માટે આભાર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.