Abtak Media Google News

યુવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાના રોડ-શોમાં 100થી વધુ ફોર વ્હીલ અને ર000થી વધુ ટુ વ્હીલરો સાથે યુવા ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા: અટલ બિહારી વાજપાઇ ઓડિટોરીયમ ખાતે યુવા ભાજપની પ્રદેશ કારોબારીમાં ચુંટણીલક્ષી વ્યૂહરચના ઘડાય

Dsc 0614

યુવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા આજે રાજકોટના મહેમાન બન્યાં છે. પ્રદેશ યુવા ભાજપની આજે અટલ બિહારી વાજપાઇ ઓડિટોરીયમ ખાતે યોજાયેલી કારોબારી બેઠકમાં તેઓ સામેલ થયા હતા. આ પૂર્વે એરપોર્ટ ખાતે તેજસ્વી સૂર્યાનું રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રથમવાર રાજકોટની મુલાકાતે આવેલા તેજસ્વી સૂર્યાને ઢોલ-નગારા, મૃદંગ, બેન્ડ, ડી.જે.ની શૂરાવલી, આતશબાજી અને પુષ્પવર્ષા સાથે વધાવી લેવામાં આવ્યા હતા. પ્રદેશ ભાજપની કારોબારીમાં વિવિધ રાજકીય ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા અને વિધાનસભાની આગામી ચુંટણી માટેની વ્યૂહરચના પણ ઘડાય હતી.

Screenshot 2 2

પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટની અધ્યક્ષ્ાતામાં અને ભારતીય જનતા પાર્ટી, યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ્ા તેજસ્વી સુર્યાજીની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાની પ્રદેશ કારોબારી અટલ બીહારી બાજપાયી ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે યોજાઇ હતી. આ કારોબારીમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ્ા ડો. પ્રશાંત કોરાટ સહીતના ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય તેમજ પ્રદેશના હોદેદારો ઉપસ્થિત રહેલ હોય ત્યારે રાજકોટ એરપોર્ટ ખાતે યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ્ા તેજસ્વી સુર્યાજીને આવકારવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચા ધ્વારા ધ્વારા ફુગ્ગા, નગારા-ઢોલ, મૃદંગ, ડી.જે-બેન્ડ અને શરણાઈની સુરાવલિના સથવારે અને ફુલની પાંખડી અને પુષ્પવર્ષા સાથે યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ્ા તેજસ્વી સુર્યાજીનું ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કિરણબેન માકડીયા, કિરણબેન હરસોડા, લીનાબેન રાવલ દ્વારા તેજસ્વી સુર્યાનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યુું હતું અને મહિલા મોરચાના બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા, તેમજ તેજસ્વી સુર્યા દ્વારા રોડ-શો ની સાથે કિશન ટીલવા, કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં યુવા મોરચા ધ્વારા 100 થી વધુ ફોરવ્હીલ અને ર000થી વધુ ટૂવ્હીલ સાથેની રેલી યોજવામાં આવી હતી.

ત્યારે એરપોર્ટ ખાતે તેજસ્વી સુર્યાજીને આવકારવા  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી,  રાજયના મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા,  મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ભાનુબેન બાબરીયા, ડો.દર્શીતાબેન શાહ, પુષ્કર પટેલ,  પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ્ા ડો. પ્રશાંત કોરાટ,ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ મનીષકુમાર સીંઘ, પ્રદેશ ભાજપ યુવા મોરચાના મહામંત્રી નરેશ દેશાઈ, ઈશાંત સોની, રાષ્ટ્રીય યુવા ભાજપના ક્ધવીનર વરૂણભાઈ ઝવેરી, રાષ્ટ્રીય યુવા ભાજપના કારોબારી સભ્ય રવીભાઈ દેશાઈ, સુપ્રિત પટેલ, તેમજ પ્રદેશ યુવા ભાજપ અગ્રણી હરેન્દ્રસિંહ ગોહિલ, પૌરવ પટેલ, જય શાહ, સત્યદીપસિહ પરમાર, સુરજ દેશાઈ, ભાવીકાબેન ઘોઘારી, મુકેશ રાઠવા, શહેર ભાજપ યુવા મોરચાના પ્રભારી નિલેશ ચુડાસમા સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શહેર ભાજપ યુવા મોરચા  દ્વારા કરાયેલ ભવ્યાતિભવ્ય સન્માનથી ભાવવિભાર તેજસ્વી સુર્યાએ સમગ્ર યુવા મોરચાની ટીમનો આભાર વ્યક્ત ર્ક્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાની હેઠળ જયકીશન ઝાલા, પ્રવીણ સેગલીયા, સહદેવ ડોડીયા, કરણ સોરઠીયા, કેયુર અનડકટ, પાર્થરાજ ચૌહાણ, જયપાલ ચાવડા, સંજય વજકાણી, ગૌરવ મહેતા, અમીત બોરીચા, નીરવ રાયચુરા, પાર્થ પ્રજાપતી, વ્યોમ વ્યાસ સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.