Abtak Media Google News

‘અબતક’ સાથે ખાદી ક્ષેત્રે ઉપર કરેલો વિશેષ કાર્યક્રમ જેમાં ખાદી ઉદ્યોગના ત્રણ મહાનુભાવો સાથે વાતચીત કરી હતી

‘અબતક’ના વિશેષ લાઇવ કાર્યક્રમમાં ભાલનડકાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળના રાણપુર ગામેથી ગોવિંદસિંહ ડાભી, ઉદ્યોગ ભારતી ગોંડલથી ચંદ્રકાંતભાઇ પટેલ અને ખાદી ભવન-ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન ત્રિકોણબાગના મેનેજર જીતેન્દ્રભાઇ શુક્લા ખાદીને આધુનિક ટચ આપવા વિષય ઉપર ચર્ચા કરી છે. જે અત્રે રજૂ કરેલ છે.

પ્રશ્ર્ન : ખાદી શું છે?

જવાબ : ગોવિંદસિંહ ડાભીના કહ્યા મુજબ ખાદીની નીતિ-રીતીમાં ઘણો બદલાવ આવ્યો છે. અત્યારના યુગમાં ખાદી દ્વારા આંતરિક સુધારા કરવામાં આવ્યા છે અને ખાદી ક્ષેત્રેના કેવીવી દ્વારા રોજગારીનું સર્જન કરવામાં આવે છે, ઉદ્યોગ ભારતીમાં ખાદીના અલગ-અલગ પ્રકાર જેવા કે પોલીવસ્ત્ર, પોલી કોટન વગેરે જેવા ખાદી તરીકે મુખ્ય કામ કરી રહ્યા છે. ખાદીના એમઓએસ સ્કિમ દ્વારા આર્ટીજનને પણ લાભ મળી રહ્યો છે. ખાદીની અમારા દ્વારા ચલાવવામાં આવતી સંસ્થાએ ‘સર્વ ધર્મ સંભાવ’ના હેતુથી ચલાવવામાં આવે છે.

પ્રશ્ર્ન : ત્રણ પ્રકારની ખાદી કંઇ છે? ઉદ્યોગ ભારતીમાં ક્યા પ્રકારનું પ્રોડક્શન થાય છે?

જવાબ : ચંદ્રકાંતભાઇ પટેલના કહ્યા મુજબ ટેક્ષ ટાઇલ્સ ઉદ્યોગમાં ભારતમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. જે અન્ય દેશોમાં જોવા મળતી નથી. ખાદીનો એક અલગ એકમ અને ઓળખ છે જે અન્ય ટેક્સ ટાઇલ્સ કરતા જુદું તરી આવે છે. ખાદી દ્વારા મહત્વનું એ છે કે તે રોજગારીનું સર્જન કરે છે. ખાદીમાં કોટન ખાદી, ઓર્ગેનીક ખાદી અને પોલીવસ્ત્ર ખાદી એમ મુખ્ય ત્રણ પ્રકારનું ઉત્પાદન થાય છે. આધુનીક યુગમાં ખાદીએ ક્રમશ: અત્યારના સમય અનુસાર ફેરફાર થતો ગયો છે. જેમાં વેરાયટીઓ તથા આધુનિકતા ખાદી વસ્ત્રોમાં જોવા મળે છે.

પ્રશ્ર્ન : ખાદીમાં લોકોની અત્યારે શું માંગ છે?

જવાબ : જીતેન્દ્રભાઇ શુક્લના કહ્યા મુજબ વર્ષો પહેલા ખાદીની એક લીમીટેશન હતી જે અત્યારે જોવા મળતી નથી. હાલમાં ખાદીમાં વેબ ડીઝાઇનર આવતા લેડીઝ ગાર્મેન્ટમાં કુર્તિઓ, જેન્ટ્સ ગાર્મેન્ટમાં ખાદીની કોટીઓ, બંડીઓ વગેરેમાં વેરાયટીઓ આવતી જાય છે અને લોકોને પસંદ થતી જાય છે. ખાદી ઉદ્યોગએ રોજગારને પૂરું પાડવા સહાયરૂપ બને છે. ખાદીએ ઇક્કો ફ્રેન્ડલી કાપડ છે અને ખાદી ઇન્ડસ્ટ્રીને મોદી સરકારે સેમિનારો તેમજ યોજનાઓ કરીને પ્રમોટ કરવામાં મદદ કરી છે.

પ્રશ્ર્ન : સુતરાઉ ખાદીની માંગ કેમ ઓછી છે? અને શા માટે પોલીવસ્ત્ર તરફ વળ્યા છે?

જવાબ : ચંદ્રકાંતભાઇના કહ્યા મુજબ 1978માં મોરારજી દેસાઇની સરકારમાં આ ક્ષેત્રે પ્રસ્તાવ મુક્યો હતો જેમાં મુખ્ય રોજગારી મળી રહે, નવી પેઢીને કંઇક નવું આપવા માટેના પ્રયાસો થાય, આ પ્રસ્તાવમાં સાંસદમાંથી માન્યતા મળી હતી જે પોલીવસ્ત્રને વેગ મળે તે માટે ખાદીનો એક ભાગ બની રહેશે અને અત્યારે કોટન ખાદીનું પણ ઉત્પાદન વધ્યું છે. હાલમાં ગોંડલ ખાતે ભારતીય ઉદ્યોગમાં ર300 બહેનોથી વધુને રોજગારી મળે છે, જેમાં વણકરો પણ છે.

પ્રશ્ર્ન : ખાદીની લોકપ્રિયતા વધે તે માટે શું કરવું જોઇએ?

જવાબ : ગોવિંદસિંહ ડાભીના કહ્યા મુજબ અત્યારના આધુનિક યુગમાં નવી ટેકનોલોજી આવતા પરિવર્તન લાવવા જોઇએ તેમજ નવયુવાનોને ખાદીની માહિતી સાથે પ્રેરિત કરવા જોઇએ, જેને કારણે ખાદીમાં માંગ અને આધુનિકતા વધે તેમજ સરકાર દ્વારા પણ સુવિધાઓ પુરી પાડવામાં આવે તો લોકોમાં તેની જાણકારી વધુ થશે. આ સાથે વેંચાણ કરવાની પધ્ધતિઓમાં પણ ફેરફાર કરવા જોઇએ. સંસ્થામાં કામ કરતા સેલ્સમેનને ગ્રાહકો સાથે વ્યવહારો તેમજ પ્રદર્શનમાં સારી ભૂમિકા ભજવે જેથી ગ્રાહકને સંતોષ મળી રહે તેવા પ્રયત્નો કરવા જોઇએ.

ચંદ્રકાંતભાઇના કહ્યા મુજબ અત્યારના યુગમાં ગ્રાહકોની પસંદગી ઉપર વધુ ધ્યાન આપવું જોઇએ. ખાદી ક્ષેત્રોમાં ઓર્ગેનીક ખાદી ઉપર નેચરલ કલર, હર્બલ કલર વગેરે જેવું ધ્યાન આપીને આગળ વધારવું જોઇએ. ગ્રાહકોમાં અપર ક્લાસના જે વર્ગ છે તેના પર ફોક્સ કરવું જોઇએ કેમ કે ખાદીનો ખર્ચ વધતો જાય છે જેનો એક અલગ વર્ગ ખરીદનાર હોય છે. તે માટે અલગ ધ્યાન આપવું જોઇએ. ખાદીની લોકપ્રિયતા વધે તે માટે સોશિયલ મિડીયા પર પ્રચાર-પ્રસાર થાય તે ધ્યાન રાખવું જોઇએ.

જીતેન્દ્રભાઇના કહ્યા મુજબ ખાદી ક્ષેત્રમાં માર્કેટીંગ વધારવું જરૂરી બન્યું છે. શિક્ષણ ક્ષેત્રેના શિક્ષકોમાં ખાદી પહેરવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ. ખાદીની સંસ્થાઓએ પબ્લીકની માંગ અને જોઇતી વસ્તુનો પૂરતો સ્ટોક રાખવો જોઇએ. ખાદી ઉદ્યોગ ભવનમાં ગ્રામ ઉદ્યોગની વસ્તુઓ પણ રાખવી જોઇએ જેને કારણે ગ્રાહકોને ખાદી વસ્ત્રોની પણ પૂરતી જાણકારી રાખી શકે. સમયાંતરે ફેશન શોનું આયોજન કરવું જોઇએ. કેવીઆઇસી દ્વારા પબ્લીસીટી થાય તેમજ રાજકોટના પ્રતિનિધિઓ અને વરિષ્ઠ નાગરિકો દ્વારા ખાદીનો પ્રચાર-પ્રસાર થાય તેવા પ્રયાસો કરવા જોઇએ જેથી ખાદીનું ભવિષ્ય ઉજ્જવળ બની રહે.

પ્રશ્ર્ન : યુનિવર્સિટી અને કોલેજો દ્વારા પ્રચાર કરવાથી યુવાનો ખાદી માટે શું આર્કષાય છે??

જવાબ : ચંદ્રકાંતભાઇ પટેલના કહ્યા મુજબ સંસ્થાએ આ અગાઉ નેશનલ હાઇવે પર ખાદી પ્લાઝા શરૂ કર્યું હતું અને અલગ-અલગ જગ્યાઓ ઉપર ખાદી પ્લાઝા શરૂ કરવાની પ્રેરણા આપી છે, જેના દ્વારા આવતા-જતા તમામ લોકોને ખાદીની જાણકારી મળી રહે અને ખાદીનું લાઇવ પ્રોડક્ટશન પ્રક્રિયા જોઇએ લોકો ખાદી ખરીદવા પ્રેરાય તેમ કરવું જોઇએ. કોલેજો અને યુનિવર્સિટીઓ દ્વારા ખાદી ઉપરના વિવિધ સેમિનારો યોજવા જોઇએ અને ખાદીની જાણકારી આપીને પ્રોગ્રામને પ્રમોટ કરીને પ્રચાર-પ્રસાર કરવો જોઇએ.

ખાદીનો આધુનિક ટચ: ચંદ્રકાંતભાઇ પટેલ

અત્યારના યુગ મુજબની વ્યવસ્થા કરવી જોઇએ અને ખાદીને પ્રોફેશનલ ટચ કરવું જોઇએ. ખાદી કમિશનમાં ચરખા અને વધુ ઝડપથી ઉત્પાદનના ઉદ્યોગને આધુનિક વેગ મળે તે માટે પ્રક્રિયા અને વ્યવસ્થાનું સર્જન કરવું જોઇએ. અગાઉ એક સરકારની યોજના કે જે સોલાર પર અંબર ચરખા ચલાવવાની યોજના હતી. જે ખાદી ક્ષેત્રેને વેગ મળે તે હેતુથી યોજના કરેલ હતી.

આધુનીક યુગની ખાદીમાં નવીનીકરણ: જીતેન્દ્રભાઇ શુક્લા

ખાદી ઇક્કો-ફ્રેન્ડલી કાપડ છે. સમિતિ હેન્ડમેઇડ કાપડ બનાવે છે. મેડિકલ સાયન્સ આગળ વધતા ચામડીના નિષ્ણાંત ડોક્ટરો ખાદીના કપડા પહેરવાની સલાહ આપે છે. જેમાં લોકો સાથે-સાથે રેશમ અને સિન્થેટીક ખાદીનો ઉપયોગ કરે છે. ર00 કાઉન્ટ ઉપરની જે મસ્લીમ ખાદી બને છે જે વેસ્ટ બેંગાલ બાજુ બજે છે. તે પણ ખાદીમાં નવીનતાનું ઉદાહરણ છે.

 સંદેશો:

ગોવિંદસિંહ ડાભી : બ્રિટિશ શાસનથી ખાદીની વાતો થતી હોય છે, જેમાં ઉદ્યોગ ક્ષેત્રે પગાર-ધોરણ અને આર્થિક સધ્ધરતા ઓછી રહેલી છે પરંતુ તેમાં વધારો થાય તેવા પ્રયાસો સરકાર દ્વારા થઇ રહ્યા છે. ખાદી ક્ષેત્રના પ્રચાર કરવાથી ઉદ્યોગને પ્રમોશન મળશે.

ચંદ્રકાંતભાઇ પટેલ : ખાદીમાં હાલમાં એક થી દોઢ ટકા જેટલું ઉત્પાદન થાય છે પરંતુ તેમાં જો અડધો ટકા ઉત્પાદન વધી જાય તો ખાદી ક્ષેત્ર ઘણું આગળ વધી શકે તેમ છે અને ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશનએ અપનાવીને ચાલીએ.

જીતેન્દ્રભાઇ શુક્લા : ખાદી વસ્ત્ર નથી, ખાદી વિચાર છે. મહાત્મા ગાંધીએ 1935માં ચરખા સંઘની સ્થાપના કરી હતી. અત્યારે આપણે લોકો વર્ષમાં એકવાર ખાદી પહેરીએ અને એકવાર ખાદીની ખરીદી કરીએ, જેથી પ્રોત્સાહન મળી રહે. ઉનાળામાં ખાદી પહેરવાથી ગરમી થતી નથી અને શિયાળામાં ખાદીએ ઉષ્મા આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.