તમારી પણ “પહેલી મુલાકાત” જિંદગી બની ગઈ..? તો આ કવિતા તમારી માટે જ…

“પહેલી મુલાકાત “

મસ્ત જાદુ હોય છે એ પહેલી મુલાકાતમાં,
નવો ચહેરો, નવો અનુભવ.

કેટલું બધું કહેવાનું અને કેટલું બધું પૂછવાનું ?
બસ વધુ સમય સાથે રહેવાનું બહાનુ ગોતવાનું.

ખુશીની લાગણી અને મળ્યાનો ઉત્સાહ,
મનમાં ઉડતા પતંગિયા અને આંખોની એ શરમ.

જાદુ હોય છે એ એક મુલાકાતમાં
જ્યારે એક પળ કાફી હોય છે, જિંદગીભર યાદ રહેવા માટે.

એક અજાણી વ્યક્તિ સાથેની એક મુલાકાત પણ ખૂબ યાદગાર હોય છે,
એક અજીબ આકર્ષણ અને અનોખું બંધન.

જો કોઈ મને પૂછે જિંદગી શું છે?
તો હું કઈ શકું… બસ આવી એક એક પળ જેને દિલથી જીવી હોય,
અનુભવ કરી હોય એ જ જિંદગી છે.

કિંજલ દવે (રાજકોટ)

તમે પણ કવિતા, સ્વરચિત ગીત, ગઝલ કે કથા, ટૂંકીવાર્તા લખવાના શોખીન હોવ તો તમારા દ્વારા રચિત કન્ટેન્ટ અમને અમારા ઈ-મેઈલ એડ્રેસ [email protected] પર મોકલી આપશો. જેને તમારા નામ સાથે અમે અમારા પ્લેટફોર્મ પર મૂકીશું. તમારી આવડત, કૌશલ્ય, કળા-કૃતિને અમે ઉજાગર કરીશું.