Abtak Media Google News

ઑફિસવેઅર હોય કે પછી કેઝ્યુઅલ આઉટિંગ હોય કે પછી ફેમિલી ફંક્શન હોય, તમારું શર્ટ તમારી પર્સનાલિટીની ઓળખ આપે છે

શર્ટમાં ઘણી વરાઇટી આવે છે. જેમ કે પ્લેન, પ્રિન્ટેડ, સ્ટ્રાઇપ, ચેક્સ, કોમ્બિનેશન ઑફ પ્રિન્ટ, રિવર્સિબલ વગેરે. શર્ટની પસંદગી જગ્યાને અનુરૂપ કરવી. જેમ કે ઑફિસવેઅર તરીકે પ્લેન, સ્ટ્રાઇપ કે ચેક્સ પહેરી શકાય. કેઝ્યુઅલ આઉટિંગ માટે સોફ્ટ લિનન પહેરી શકો. ફેમિલી હોલિડે પર પ્રિન્ટેડ શર્ટ પહેરી શકાય. શર્ટની પસંદગી તમારા હોદ્દાને અનુસાર તેમ જ અનુસાર કરવી.

પ્લેન શર્ટ

પ્લેન શર્ટ પહેલેથી જ ઑફિસવેઅર માટે ફસ્ર્ટ ચોઇસ રહી છે એમ કહી શકાય. પ્લેન શર્ટમાં પેસ્ટલ શેડ ઑફિસ મીટિંગમાં એક ખાસ ઇમ્પ્રેશન ઊભી કરે છે. પ્લેન શર્ટમાં બે પેટર્ન આવે છે, એક તો શર્ટમાં કોલર હોય છે અને બીજું ચાઇનીઝ કોલરવાળું શર્ટ. તમારી અનુસાર શર્ટના કોલરની પસંદગી કરવી. બ્લેક કલરના ટ્રાઉઝર સાથે લાઇટ કલરનું પ્લેન શર્ટ અને એની સાથે રિમલેસ સ્પેક્સ, બ્લેક શૂઝ અને બ્લેક બેલ્ટ એક કમ્પ્લીટ ઑફિસ લુક આપી શકે. પ્લેન કલર બધા જ એજગ્રુપના પહેરી શકે છે. પ્લેન શર્ટ ખાસ કરીને ફોર્મલ લુક આપે છે અને ક્યારેક મેચ્યોર લુક પણ આપે છે.

સ્ટ્રાઇપ્ડ શર્ટ

ઑફિસમાં કંઈક અલગ પહેરવું હોય તો સ્ટ્રાઇપ્ડ શર્ટ પહેરી શકાય. સ્ટ્રાઇપ્ડ શર્ટમાં પણ ઘણી વરાઇટી આવે છે. જેમ કે પિન સ્ટ્રાઇપ, બોલ્ડ સ્ટ્રાઇપ અને સેલ્ફ સ્ટ્રાઇપ. પિન સ્ટ્રાઇપ એટલે જે શર્ટમાં નજીક-નજીક અને ખૂબ જ પાતળી સ્ટ્રાઇપ હોવી. જેમનું ભરાવદાર શરીર છે તેઓ પિન સ્ટ્રાઇપવાળાં શર્ટ પહેરી શકે. પિન સ્ટ્રાઇપ શર્ટ પહેરવાથી થોડો નેરો અને સ્લિમ લુક આવે છે. જેઓ ખૂબ પાતળા છે

ચેક્સ શર્ટ

ચેક્સ શર્ટ એટલે જે શર્ટમાં નાના કે મોટા ચેક્સ હોય. ચેક્સ શર્ટમાં બે કે ત્રણ કલરના પણ ચેક્સ હોય છે અથવા સેલ્ફ ટુ સેલ્ફ પણ હોય છે. જેમ કલરમાં વરાઇટી આવે છે એમ સાઇઝમાં પણ વરાઇટી આવે છે. તમારી અનુસાર ચેક્સના કલર- કોમ્બિનેશન અને સાઇઝની પસંદગી કરવી. ચેક્સ શર્ટ જ્યારે ફુલ સ્લીવ્સ રાખીને પહેરવામાં આવે છે ત્યારે લુક આપે છે અને જ્યારે એ જ શર્ટને સ્લીવ ફોલ્ડ કરી પહેરવામાં આવે છે ત્યારે કેઝ્યુઅલ લુક આપે છે. જેમનું શરીર ભરાવદાર હોય તેમને  સારાં લાગે છે અને જે યંગ ક્રાઉડ છે તેમને બોલ્ડ અને બ્રાઇટ ચેક્સ સારા લાગે છે. કંઈક હટકે ટ્રાય કરવું હોય તો ચેક્સવાળા શર્ટ સાથે અંદર વાઇટ પહેરવું અને અને બટન ખુલ્લાં રાખવાં. આ કોમ્બિનેશન ડેનિમ સાથે પહેરવાથી એક અલગ લુક આવે છે. ફેમિલી હોલિડે પર ચેક્સ શર્ટ કાર્ગો શોર્ટ્સ સાથે પહેરી શકાય. ચેક્સ શર્ટ ડેનિમ સાથે પેહરી પગમાં લોફર્સ પહેરવાથી એક કમ્પ્લીટ લુક મળી શકે.

કોમ્બિનેશન ઑફ પ્રિન્ટ

કોમ્બિનેશન ઑફ પ્રિન્ટ એટલે જે શર્ટમાં એકથી વધુ પ્રિન્ટનો ઉપયોગ થયો હોય એને કોમ્બિનેશન ઑફ પ્રિન્ટવાળાં શર્ટ કહેવાય. જેમ કે આખું શર્ટ ચેક્સવાળું હોય અને શોલ્ડર પર પ્લેન ફેબ્રિક હોય અથવા આખું શર્ટ સ્ટ્રાઇપવાળું હોય અને પોકેટ અને કોલરમાં પ્લેન ફેબ્રિક હોય. આવાં શર્ટ કોટન પ્રિન્ટેડ ફેબ્રિકમાં પણ સારાં લાગે છે.

જેમ ફ્લોરલ પ્રિન્ટ સાથે ડોટ્સવાળા

ફેબ્રિકનો ઉપયોગ થયો હોય કે પછી જ્યોમેટ્રિક પ્રિન્ટ સાથે પ્લેન ફેબ્રિકનો ઉપયોગ થયો હોય. આવાં શર્ટ ડેનિમ સાથે કે શોર્ટ્સ સાથે પહેરી શકાય. કેઝ્યુઅલ આઉટિંગ માટે આવાં શર્ટ સારાં લાગી શકે. ઉંમરના હિસાબે કોમ્બિનેશન ઑફ પ્રિન્ટવાળા શર્ટની પસંદગી કરવી.

રિવર્સિબલ

રિવર્સિબલ શર્ટ એટલે જેમાં બે શર્ટની ઇફેક્ટ આપવામાં આવી હોય. આવા શર્ટને લેયર્ડ શર્ટ પણ કહેવાય છે જેમાં બે લેયર હોય છે. એટલે કે અંદર જો પ્લેન ફેબ્રિક હોય તો ઉપર ચેક્સ આપવામાં આવે છે અથવા અંદર જો મોટા ચેક્સ હોય તો બહારની સાઇડ નાના ચેક્સ આપવામાં આવે છે. આવાં શર્ટ યંગ ક્રાઉડને વધારે સારાં લાગે છે. રિવર્સિબલ શર્ટ ડેનિમ સાથે બેસ્ટ લુક આપી શકે. કેઝ્યુઅલ આઉટિંગ અને ફેમિલી હોલિડે  પર પહેરી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.