Abtak Media Google News

ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહેલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શહેર યુવા ભાજપના આયોજનને બીરદાવ્યુ બંને ટીમો વચ્ચેની કાંટે કી ટકકર નિહાળવા ક્રિકેટ રસીયાઓની બહોળા પ્રમાણમાં ઉમટ્યા

શહેર યુવા ભાજપ આયોજીત પં. દિનદયાલ ઉ૫ાઘ્યાય કપ ૨૦૧૭  રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલ મેચમાં શિવશકિત ઇલેવન ચેમ્પીયન બની હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ શહેર યુવા ભાજપ આયોજીત પં. દિનદયાલ ઉપાધ્યાય કપ ૨૦૧૭ રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઈનલ મેચનો મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ ટોસ ઉછાળીને આરંભ કરાવ્યો હતો શિવશકિત ઈલેવન અને મુરલીધર ઈલેવન વચ્ચેના ફાઈનલ મેચમાં મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, ભાનુબેન બાબરીયા, કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નિતિન ભારદ્વાજ સહિતનાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

મુખ્યમંત્રી ‚પાણીએ જણાવ્યું હતુ કે શહેર યુવા ભાજપનું આ પગલુ રાજકોટ અને સમગ્ર દેશનાં યુવાનો માટે પ્રેરણા‚પ સાબીત થશે. આજની યુવા પેઢીને પ્રોત્સાહન આપીએ તો તેઓ કપરા કામ પણ સરળ રીતે કરી શકે છે. વધુમાં તેઓએ જણાવ્યું કે દેશને જયારે નરેન્દ્ર મોદી જેવા ઉર્જાવાન વડાપ્રધાનનું નેતૃત્વ મળ્યું છે. ત્યારે દેશના યુવા ધને મોદીને પૂરતો સાથ અને સહકાર આપીને ભારત ભૂમિને સુજલામ સુફલામ બનાવવામાં ઉપયોગી બનવું જોઈએ.

પ્રદિપ ડવનાં જણાવ્યા મુજબ ટુર્નામેન્ટમાં ૬૪ ટીમોએ ભાગ લીધો હતો શહેરના યુવાનોને પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આ આયોજન કરાયું છે. ટુર્નામેન્ટમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર શિલ્ડ સહિતના ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આજના ટેકનોલોજી યુગમાં યુવાન ફીટ રહે અને ચેતેશ્ર્વર પુજારાની જેમ આગળ વધીને ભારતનું ગૌરવ વધારે તેવા હેતુથી યુવા ભાજપ દ્વારા સમગ્ર આયોજન કરાયું છે. આ ઉપરાંત તેઓએ ‘અબતક’ને અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે પત્રકારત્વ અને ચેનલની દુનિયામાં જેણે રાજકોટનું માન વધાર્યું છે તેવી અબતક ચેનલના મંતવ્ય ચેનલ સાથેનાં જોડાણને હું વધાવું છું અને શુભેચ્છા પાઠવું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.