Abtak Media Google News

અબતકની મુલાકાતમાં યુથ ફોર ડેમોક્રેસીના આગેવાનોએ લોકતંત્ર વ્યવસ્થામાં યુવાનોના મહત્વ અંગે કરી ચર્ચા

વિશ્વની સૌથી મોટી લોકશાહી નુ માન ધરાવતા ભારતને યુવાનોનો દેશ ગણવામાં પણ આવે છે, ત્યારે લોકતંત્રમાં યુવાનોની રસ અને રુચિ વધે વધુમાં વધુ યુવાનો રાષ્ટ્ર સેવા માં જોડાઈ તે અનિવાર્ય છે, આ માટે રાજકોટની યુથ ફોર ડેમોક્રેસી દ્વારા સતત પણે સામાજિક જેહમત ઉઠાવાઈ રહી છે સ્વરાજ  એટલે સરકારના અંકુશમાંથી મુક્ત થવાનો સતત ફરિયાદ એવું ગાંધીજીએ કહ્યું હતું ત્યારે ડેમોક્રેસી દ્વારા સ્વામી વિવેકાનંદજી અને રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી અને સામાજિક પ્રણેતા લોકનાયક જયપ્રકાશ નારાયણના વિચારો અને ધ્યેયને મૂર્તિ મંત્ર કરવા માટે તારીખ 12 મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ ના જન્મદિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે 15 ફેબ્રુઆરીએ બાલભવન સભાગૃહમાં યુવા સાંસદ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે

અબ તકની મુલાકાતે આવેલા સંસ્થાના પ્રમુખ ધારા શાસ્ત્રી હિંમતભાઈ લાબડીયા,પ્રાધ્યાપક જે એમ પનારા, અતુલભાઇ જોશી ,રસિકભાઈ નિમાવત આર,વી સોલંકી જીતુભાઈ લખતરિયા ,ગજુભા ઝાલા, લખમણભાઇ બારીયા ,ધર્મેન્દ્રભાઈ ગઢવી ,રત્નાબેન સેજપાલ અને રીટાબેન લખલાણીએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નો મંત્ર આપનાર સ્વામી વિવેકાનંદ ના જન્મદિવસે 12મી જાન્યુઆરી અનુલક્ષી ભારત સરકાર રાષ્ટ્રીય યુવા સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે ત્યારે યુથ ફોર ડેમોક્રેસી દ્વારા યુવા સાંસદનું આયોજન કરવામાં આવ્યું છે તેનો ઉદ્દેશ સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા ને યુવાનો જાણતા થાય ,સમજતા થાય અને નવા નેતૃત્વ નૂ નિર્માણ થાય આ રીતે આ વર્ષે તારીખ 15 ફેબ્રુઆરીએ બુધવારે બાલભવનના સભાગૃહમાં યુદ્ધ સાંસદ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે

જેમાં રાજકોટની જુદી જુદી કોલેજના 150 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો ભાગ લેશે તે રાષ્ટ્રીય સમસ્યાઓ પર ચર્ચા કરશે અને તેમનો મત વ્યક્ત કરશે, આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપર પૂર્વ કુલપતિ કમલેશભાઈ જોશીપુરા પોતાનું વક્તવ્ય આપશે કલાક્ષેત્ર માટે પૂર્વ કુલ નાયક ડોક્ટર અનામિકા ભાઈ શાહ વિદેશનીતિ પર વરિષ્ઠ પત્રકાર કૌશિકભાઇ મહેતા અને આર્થિક નીતિ ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર સંજયભાઈ પંડ્યા અને સુરેશભાઈ પરડવા માર્ગદર્શન આપશે લોકશાહી શાસન વ્યવસ્થા ની પ્રણાલીકા અંગે યુવા સંયોજક અતુલભાઇ જોષી માર્ગદર્શન આપશે આ પ્રસંગે ઉપસ્થિત રહી એસીપી વિશાલકુમાર રબારી સાયબર અવેરનેસ અંગે માર્ગદર્શન આપશે યુવા સંસદ 2023 નું ઉદ્ઘાટન સાંસદ રામભાઈ મોકરીયા ની ઉપસ્થિતિમાં યુવા મેયર ડોક્ટર પ્રદીપભાઈ ડવના હાથે કરવામાં આવશે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કેન્દ્રિય મંત્રી ડોક્ટર વલ્લભભાઈ કથીરિયા બેન્કર હરિતભાઈ મહેતા ,ડોક્ટર પુરુષોત્તમભાઈ પીપરીયા એસીપી આર.એસ બારૈયા ખાસ ઉપસ્થિત રહેશે

પ્રમુખ સ્થાન સમાજસેવક સંગઠક યશવંતભાઈ ધનાણી શોભાવશે આ કાર્યક્રમ બાદ માર્ગદર્શક પ્રવચનો યુવા સંસદ 2023 નું આયોજન કરવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓની બનેલી સંસદનું સંચાલન કરાશે જ્યારે વડાપ્રધાન સહિતનું પ્રધાનમંડળ વિરોધ પક્ષોના સવાલોનો જવાબ આપશે આ યુવા સંસદમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રોજગારી અને સાયબર અવેરને સંગે ઠરાવો કરવામાં આવશે કાર્યક્રમનું સંચાલન સંયોજન પ્રધ્યાપક જેએમ પનારા અને અતુલભાઇ જોશી હિંમતભાઈ લાબડીયા પથિકભાઈ દફતરી ડોક્ટર યજ્ઞેશભાઇ જોશી વામનભાઈ પંડ્યા રસિકભાઈ નિમાવત આરબી સોલંકી જીતુભાઈ લખતરિયા ગજુભાઈ ઝાલા લખમણભાઇ બારીયા ધર્મેન્દ્રભાઈ ગઢવી રત્નાબેન તેજપાલ રીટાબેન લખાણી વગેરે જેમ જ ઉઠાવી રહ્યા છે આ કાર્યક્રમ લોકશાહીને યુવાનો માં ઉજાગર કરવાના હેતુથી યોજાશે અને તેમાં શહેરની વિવિધ કોલેજો માંથી સિલેક્ટેડ યુવાનોને સામેલ કરાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.