Abtak Media Google News

ત્રણ દિવસથી મૃતદેહ ડેમમાંથી બહાર કઢાયો હોવા છતાં પોલીસે કોઈ તપાસ ન કરી: તપાસના અભાવે મૃતદેહ રઝળ્યો

આજીડેમમાંથી મળેલી અજાણ્યા યુવાનની સીવીલ હોસ્પિટલનાં પીએમ રૂમેથી બિનવારસુ તરીકે અંતિમ વિધિ થાય તે પહેલા જ યુવાનના પરિવારજનો સોશ્યલ મીડીયાન મારફતે મળેલી માહિતીનાં આધારે સીવીલ હોસ્પિટલમાં પહોચી ગયા હતા.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ મવડી વિસ્તારમાં પંચશીલનગરમાં રહેતો પ્રકાશ ઉર્ફે પતિયો ઉગાભાઈ પરમારનામનો ૨૫ વર્ષનો યુવાન ગત તા૧૦ના રોજ ગુમ થયો હતો. યુવાનના કાકા જેન્તીભાઈ પરમારે તા.૧૧મીના રોજ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. રવિવારે આજી ડેમમાંથી યુવાનની લાશ મળી આવતા પોલીસે અજાણ્યા તરીકે પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડયો હતો. વોટસઅપ અને ન્યુઝ પેપરનાં માધ્યમથી યુવાનના પરિવારને જાણ થતા પરિવાર હોસ્પિટલના પીએમ રૂમે દોડી આવ્યોહતો. પરિવારજનોએ તાલુકા પોલીસને આ અંગે જાણ કરતા પોલીસે ઉડાવ જવાબ આપ્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. અને વધુમાં જણાવ્યું હતુ કે યુવાનની લાશ મળ્યા પછી ગુમ નોંધના આધારે શા માટે પોલીસે તપાસ નકરી આ બાબતે પોલીસની બેદરકારી હોવાનું મૃતક યુવાનના પરિવારજનો આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.