Abtak Media Google News

ઓરિસ્સાથી મજુરી અર્થે પંદર દિવસ પહેલાં આવેલા યુવાનના રૂમ પાર્ટનરે પથ્થરના ઘા મારી ઢીમ ઢાળી દીધું

શહેરના આજી ડેમ પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ વ્યક્તિની હત્યા થયાનું પોલીસમાં નોંધાયું છે. ગઢકાના યુવાનની હત્યાનો ભેદ ઉકેલી સાંઇ દર્શન એપાર્ટમેન્ટમાં નજીવી બાબતે પ્રૌઢની હત્યાની ઘટનાની સ્વાતિ પાર્કમાં પરપ્રાંતિય શ્રમજીવીને રૂમ પાર્ટનેર પથ્થરના ઘા મારી કરપીણ હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ઓરીસ્સાના વતની અને પંદર દિવસ પહેલાં જ કોઠારિયા રોડ પર આવેલા સ્વાતિ પાર્ક સામે ઇન્ડસ્ટ્રીઝ સેડના બાંધકામ માટે મજુરી અર્થે આવેલા સુરેસ રાજેન્દ્ર ભોય નામના 24 વર્ષના પરપ્રાંતિય યુવાનની લોહીથી ખરડાયેલી હાલતમાં લાશ પડી હોવાની આજી ડેમ પોલીસને થતા પી.આઇ. વી.જે.ચાવડા સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા છે.

સુરેશ ભોય તેના વતનના છ થી સાત જેટલા મજુરો સાથે એક જ રૂમમાં રહેતો હતો અને ગત રાતે દોઢેક વાગે પ્રસાંત નામના શખ્સ સાથે ઝઘડો થતા તેને પથ્થરના ઘા મારી હત્યા કર્યાની શંકા સાથે પોલીસે પ્રસાંતની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.