Abtak Media Google News

ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા જરૂરિયાતમંદ ૧૨૦૦ વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણીક કીટ અર્પણ કરાઇ

હાલના સમયમા શિક્ષણ દિવસે ને દિવસે મોંઘુ થતું જાય છે ત્યારે શૈક્ષણીક ખર્ચમા વાલીઓની કમર તોડી નાખી છે. ત્યારે હળવદ ના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ ના મિત્રો એ મહેનત કરી ને દરેક સ્કુલ માં જઈ ને વેસ્ટ પસ્તી ભેગી કરી વેસ્ટ માંથી બેસ્ટ એમ જૂની પસ્તી વેચી નવા ફૂલ સ્કેપ ચોપડા બનાવી તેમજ કંપાસ પેન્સિલ રબર સંચો બોલપેન વગેરે જેવી વસ્તુઓ નો ઉપયોગ કરી ૧૨૦૦ જેવી શૈક્ષણીક કીટ હળવદ ની જરૂરિયાત વાળી સ્કુલ  જેવી કે ભવાનીનગર પ્રાથમિક શાળા, જી આઇ ડી સી મા આવેલ પ્રાથમિક શાળા જેવી ૬ શાળાઓ ને તમામ વિદ્યાર્થીઓ ને આ કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ બાળકો ને ભણતર વિશે જ્ઞાન આપી ભણતર નું મહત્વ સમજાવ્યું હતું. અને બાળકો ને દરરોજ શાળાએ આવવા માટે પહેલ કરી હતી.  હળવદ મા સતત ચાર વર્ષ થી ચાલતી એક યુવાનો ની સંસ્થા એટલે કે ફ્રેન્ડ યુવા સેવા ગ્રુપ .

આ યુવાનો હાલ ના જમાના મા જે યુવાનો અવળી દિશા માં જઈ રહ્યા છે ત્યારે આ યુવાનો સંપૂર્ણ વિરુદ્ધ દિશા મા જઈ એક સેવા કરવા ની પહેલ કરી છે.

હળવદ ની અંદર છેલ્લા ચાર વર્ષ થી આ ગ્રુપ અલગ અલગ રીતે જરૂરિયાતમંદ બાળકો ,જરૂરિયાતમંદ પરિવાર ઉંમરલાયક વડીલો તેમજ પર્યાવરણ ને બચાવવા તથા પક્ષીઓ ને બચાવવા અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે.

આ પ્રોજેક્ટ ને સફળ બનાવવા માટે પ્રમુખ દિવ્યાંગ શેઠ, માજી પ્રમુખ વિશાલ જયસ્વાલ, તથા અજ્જુભાઈ, કાળુભાઇ ઠાકોર, પાર્થ પટેલ, શનીભાઈ ચૌહાણ, મયુરભાઈ ગાંધી, ધર્મેન્દ્રભાઈ (શિક્ષક), કશિશ રાવલ, ઘનશ્યામભાઇ બારોટ વગેરે હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.