Abtak Media Google News

જીએમડીસી ઓડિટોરીયમ ખાતે આયોજિત સંમેલનમાં અજય ભારત અટલ ભાજપ નારાને દેશભરમાં ગુંજતો કરવા યુવા શક્તિને આહવાન કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

સ્વામી વિવેકાનંદે શિકાગોમાં વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને દુનિયાને અચંબામાં મુકીને ભારતની સાંસ્કૃતિનો પરિચય કરાવ્યો, તે દિવસને દિગ્વિજય દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

Advertisement

ગુજરાત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજીત યુવા સંમેલન જી.એમ.ડી.સી.ઓડિટોરીયમ, અમદાવાદ ખાતે યોજાયું હતું આ યુવા સંમલેનમાં વિશાળ સંખ્યામાં યુવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને મહાનુભાવો ઉપસ્થિત રહયાં હતા અને યુવાઓનો પ્રેરક માર્ગદર્શન પુરૂ પાડયુ હતું.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, નાયબ મુખ્યંમંત્રી નિતીનભાઇ પટેલ, રાષ્ટ્રીય યુવા મહામંત્રી અભિજીત મિશ્રા, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, પ્રદેશ યુવા અધ્યરક્ષ ઋત્વિજ પટેલ, સાંસદો, તેમજ ધારાસભ્યો અને કાર્યકતા યુવાઓને સંબોધતા મુખ્યિમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું  હતુ કે, અજય ભારત અટલ ભાજપ નારાને દેશભરમાં ગુંજતો કરીને દેશને વિકાસની ટોચ પર લઇ જવા યુવા શકિત કામે લાગે, તેવું પ્રેરક આહવાન મુખ્યેમંત્રી રૂપાણીએ કર્યુ હતું.

રાષ્ટ્ર નિર્માણ અને નયા ભારતના નિર્માણમાં યુવા શકિતનો પરિશ્રમ રંગ લાવશે તેવો મને વિશ્વાસ છે અને ર૦૧૯માં ફરી દેશમાં ભાજપની સત્તા આવશે અને ગત ચૂંટણી કરતા વધુ બેઠકો મેળવીને આપણે યુવા શકિતનો પરિચય આપવાનો છે.

જેમ સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મ પરિષદમાં “માય બ્રધર્સ એન્ડ  સિસ્ટર્સના સંબોધની આખા હોલમાં નવી ચેતના જગાડી અને માનવતાનો સંદેશ પ્રસરાવ્યો  હતો, એજ રીતે આપણે પણ ભારત દુનિયામાં મહાસત્તા બને તે માટે આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હા મજબૂત કરવાના છે.

અને દુનિયામાં શાંતિ, દેશમાં ક્રાંતિ લાવીને આવતી કાલના નયા ભારતનું નિર્માણ કરવાનું છે, યુવા શકિતએ એક પાવર છે. આપણા દેશના વડાપ્રધાન તમામ ક્ષેત્રે વિકાસ અને પ્રગતિની કમર કસી છે. ભારતનું નામ દુનિયામાં રોશન કરવા રાત-દિવસ મહેનત કરી રહયાં છે તેમાં સહયોગ કરીએ.

આજના આ સંમેલનના દિવસે આપણે સૌએ સંકલ્પ  કરવાનો છે.  દેશની દિશા બદલવા દેશને આગળ ધપાવવા પ્રગતિ દ્વારા વિશ્વગુરૂ બનાવવા કટિબધ્ધિ બનીએ.

વિરોધીઓ એક બીજાના મોઢા જોવા તૈયાર ન હતા મોઢા જોવા માંગતા ન હતા તે આજે મોરચો પાડીને એક ઇને જાતિવાદ, પ્રાંતવાદ અને જાતિપાતિની રાજનિતી કરે છે. અને નરેન્દ્રભાઇને હરાવવા માટે, આગળ વધતા રોકવા માટે એક જૂટ થાય છે પણ ભારતીય જનતા પાર્ટીની મજબૂતાઇ અને સંગઠન શકિત એક તાકાત છે.

ભાજપ સરકાર યુવાનોને કામ, ખેડૂતોને સહી દામ, હર હા કો કામ, એક ભારત શ્રેષ્ઠ ભારત સ્વપ્નતને સાકાર કરવા જઇ રહયાં છીએ. સાડા છ કરોડ ગુજરાતીઓ એક ઇને ભારતને ઉન્નત મસ્તકે આગળ વધારવા સૌ સંકલ્પબધ્ધ  બનીએ, કટીબધ્ધ બનીએ તેવી યુવાઓને હાંકલ કરી હતી. આદરણીય અટલજી કહેતા કે, “અંધેરા છટેગા, સૂરજ નિકલેગા કમલ ખિલેગા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.