Abtak Media Google News

15માં નાણાંપંચના રૂ.130 કરોડના 2200 કામો ત્વરીત પૂરા કરવાની તાકીદ કરતા પ્રમુખ ભુપત બોદર

ચોમાસામાં ભારે વરસાદમાં નાણાંપંચના કોઝ વે રિપેરીંગ, કેનાલ રિપેરીંગ, નાલા-પૂલીયાના રિપેરીંગ કામોને અસર પહોંચી હતી. ચેકડેમ સમારકામની કામગીરી પણ બંધ થઈ હતી જે ફરીથી હાથ ધરવા જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે જણાવાયું હતું. તો વરસાદનો રાઉન્ડ પૂરો થતા સમારકામ હાથ ધરાયું હોવાનું કાર્યપાલક ઈજનેરએ જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લાના 56 ગ્રામિણ રસ્તામાં 39000 ચો.મી. ગાબડા પડ્યાનો અંદાજ સેવાઇ રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતના 56 ગ્રામિણ માર્ગો ચોમાસાના ભારે વરસાદમાં બિસ્માર થયા છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે 39000 ચો.મી.ના ગાબડા પડયા છે અને તેનું સમારકામ હાથ ધરી દેવાયાનું કાર્યપાલક ઈજનેરે કહયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખે સર્વે કરીને કામગીરી હાથ ધરવા સૂચના આપતા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.

કાર્યપાલક ઈજનેર મહાડાએ કહયું હતું કે, અમે વરસાદ અટકતા પેચ વર્ક શરૂ કરી દીધા છે. 13 કિ.મી.ના રસ્તાઓ રિપેર થવામાં છે. આ ઉપરાંત સર્વેની કામગીરી પણ ચાલી રહી છે. સતત વરસાદ ચાલુ રહેતા કામગીરી પુરી થઈ શકી નથી. બિસ્માર રસ્તા મામલે પંચાયતના સદસ્યો અને ગ્રામિણ જનતાએ પણ આક્રોશ વ્યકત કર્યો છે અને ઝડપથી સમારકામ માટે માંગણીઓ ઉઠાવાઈ છે.બે દિવસ પહેલા જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે અધિકારીઓની બેઠક બોલાવી હતી જેમાં રસ્તા મામલે તેમણે તડાપીટ બોલાવી હતી. આ ઉપરાંત 130 કરોડના 15 માં નાણાંપંચના 2200 વિકાસ કાર્યોની કામગીરી ઝડપથી પૂરી કરવા તાકિદ કરી હતી.

અધિકારીઓએ કહ્યુ હતું કે, 130 કરોડની ગ્રાંટ પૈકી 75 કરોડના કામોમાં ગતિમાં છે બાકીના કામોમાં વહિવટી પ્રક્રિયા ચાલી રહી છે તે ચોમાસા બાદ કામગીરી આગળ ધપાવાશે. જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરે કહયું હતું કે, ચોમાસામાં રસ્તા ધોવાયા છે જેનો સર્વે પણ પૂરો થયો નથી ત્યારે રસ્તા રિપેર કરવામાં કેટલો વિલંબ થાય? આ મામલે ઝડપથી સર્વે પૂરો કરવા માટે એક માસનું અલ્ટીમેટમ આપ્યું છે. ચોમાસાની સિઝન પૂરી થવામાં છે ત્યારે સિંચાઈને લગતા કામો જે વરસાદને કારણે અટકયા હતા તે આગળ ધપાવવા માટે પણ સૂચના આપી હતી. ચોમાસામાં ભારે વરસાદમાં નાણાંપંચના કોઝ વે રિપેરીંગ, કેનાલ રિપેરીંગ, નાલા-પૂલીયાના રિપેરીંગ કામોને અસર પહોંચી હતી. ચેકડેમ સમારકામની કામગીરી પણ બંધ થઈ હતી જે ફરીથી હાથ ધરવા જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે જણાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.