Abtak Media Google News

બે નર અને છ માદાના સ્થળાંતર માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની લીલીઝંડી

ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં નવા બની રહેલા ઝૂમાં સૌરાષ્ટ્રની શાન ગણતા ગીરના ૮ સિંહોને મોકલવામાં આવશે. જે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે. ૮ સિંહોમાંથી બે નર અને છ સિંહણનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં આ સિંહોને ગોરખપુર વિમાન મારફતે લઈ જવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. સિંહો માટે ૭૫૦ વર્ગ મીટરનું પીંજરૂં બનાવાશે

સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ૮ સિંહના સ્થળાંતરની મંજૂરી મળ્યાં બાદ હવે શહીદ અશફાક ઉલ્લાહ ખા પ્રાણી સંગ્રહાલયમાં સિંહો માટે ૨૭૫૦ વર્ગ મીટરનું પીંજરું બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં શહીદ અશફાક ઉલ્લાહ ખાં પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ થઇ રહ્યું છે. આ પ્રાણી સંગ્રહાલય ૧૨૧.૩૪૨ એક્રમાં ફેલાયેલો હશે. જેમાં ૩૩ મોટા પિંજરા હશે. નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી વચ્ચે જૂનાગઢના શક્કરબાગ ઝૂના ૧૧ સિંહ ઉત્તર પ્રદેશને આપવાની સહમતિ થઇ હતી. જે બાદ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ૮ સિંહના સ્થળાંતરની મંજૂરી આપવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.