Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ગેડયા ગામના નામચીન શખ્સ ધોળા મુન્નાની ગઇકાલે રાત્રે હત્યા થઇ હતી. આ અંગે મળતી વધુ માહીતી મુજબ માલવણ ટોલ પર ટ્રક ચાલક સાથે ટોલ ટેકસ ન ભરવા બાબતે બબાલ થઇ હતી અને ટ્રક ચાલક ટોલ ટેકસ ભર્યા વગર ભાગ્યા ત્યારે ટોલનો ઠેકેદાર  ધોળા મુન્નાએ તેમનો પીછો કર્યો હતો. અને માલવણ ધ્રાંગધ્રા વચ્ચે ટ્રક ચાલકે મુન્નાની ગાડી સાથે ટ્રક અથડાવીને મુન્ના જતને છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાખી નાશી છુટયા હતા આ મોડી રાત્રે બનેલા બનાવમાં પોલીસને હદ નકકી કરવામાં ૮ કલાક સુધી લાશ રજળી હતી અને સવારે હદ નકકી થઇ હતી. મૃતક ધોળો મુન્ના જતવાડ વિસ્તારમાં નામચીન ગુનેગાર છે અને અનેક ગુન્હાઓ તેના નામે નોંધાયેલ છે. તો આમ અનેક અંજામ આપનારને કરુણ અંજામ આવ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.