Abtak Media Google News

પડધરી તાલુકાના થોરીયાળી ગામે ગ્રામ પંચાયતે હલકી અને નબળી ગુણવતાવાળી એલઈડી સ્ટ્રીટ લાઈટો નાખી સરકારી નાણાનો મોટો ભ્રષ્ટાચાર કરેલ તેવું ગ્રામ પંચાયતના મહિલા સભ્યોના પતિઓના ધ્યાને આવતા થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા ડીડીઓ રાજકોટને તા.૨૦/૨/૨૦૧૮ના રોજ લેખિત રજુઆત કરેલ પરંતુ ડીડીઓ કોઈના દબાણમાં આવી તપાસ કરાવવામાં ઘણો વિલંબ કરેલ જેના કારણે ગ્રામ પંચાયતે આચરેલ ભ્રષ્ટાચારને છુપાવવા માટે અગાઉ ફીટ કરેલ એલઈડી સ્ટ્રીટ લાઈટો બદલાવી નાખી છે. જેથી અગાઉ ફીટ કરેલ સ્ટ્રીટ લાઈટો ખરેખર હલકી ગુણવતા વાળી હતી કે કેમ ? અગાઉ ફીટ કરેલ સ્ટ્રીટ લાઈટો કયાં કારણોસર બદલવામાં આવી તે અંગેની ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી રજુઆત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા સમક્ષ લેખિતમાં રજુઆત મનોજભાઈ પેઢડીયાએ કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.