Abtak Media Google News

નાફેડ પાસેનો જથ્થો પીલાય થાય તો પણ ઘટ્ટની તુલનામાં નહિવત્

સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિયેશનના પ્રમુખ સમીરભાઇ શાહના જણાવ્યા મુજબ હાલ મગફળીની ૩ લાખ ટનની ઘટ્ટ આગામી દિવસોમાં ખાદ્યતેલની અછત ઉભી કરશે. નાફેડ પાસે રહેલો જથ્થો પણ જો ક્રશ કરવામાં આવે તો પણ આ ઘટ્ટની તુલનામાં નહિવત ગણાશે.

Advertisement

અત્યારે આપણે દેશ ખાદ્યતેલની ઘટ્ટ અનુભવી રહ્યો છે. દેશમાં આ ઘટ્ટનું મુખ્ય કારણ આયાનતેલની ઓછી ઉપલબ્ધિ છે. મગફળી કે મગફળીના તેલની ઘટ નથી.

આયતતેલની ઘટના કારણો સારા સ્થાનીક પાકોના અંદાજોને કારણે ઓકટોબર માસથી જ આયાતીઓ ઓછો માલ બુક કરાવવા લાગ્યા હતા.

સ્થાનિક ખાદ્યતેલના વપરાશને કારણે પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર દ્વારા રીફાઇન્ડ પામોલીન તેલની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. જાન્યુઆરી માસથી કોરોના વાયરસને કારણે ઇમ્પોટસ્માં સબત ઘટાડો જોવા મળ્યો. અત્યાર સુધી આપણે પ્રતિ માસ ૧૨થી ૧૪ લાખ ટન ખાદ્યતેલ ઇન્પોર્ટ કરતા હતા. આમાં નવેમ્બર-૨૦૧૯માં ૧૦થી ૧૫%, ડિસેમ્બર-૨૦૧૯માં ૧૦થી ૧૫%, જાન્યુઆરી-૨૦૨૦માં ૨૦થી ૨૫%, ફેબ્રઆરી-૨૦૨૦માં ૩૦થી ૩૫%, માર્ચ-૨૦૨૦માં ૪૦% અને એપ્રિલ સુધીમાં લગભગ ૨૦થી ૨૨ લાખ ટન ખાદ્યતેલનું ઇમ્પોર્ટ ઘટયું છે.

તેમાં ૨ લાખ ટન જેટલું કદાચ ડોમેસ્ટીક પ્રોડકશન વધ્યું હશે. તેમજ લોકડાઉનને કારણે જથ્થાબંધ ગ્રાહક બંધ રહેતા ૨થી ૩ લાખ ટન ખાદ્યતેલનો વપરાશ ઘટયો હશે તેમ ગણીએ તો પણ આપણે ૧૫થી ૧૮ લાખ ટન ખાદ્યતેલની ઘટ્ટ છે.

આ ઘટ્ટ દુર કરવા વધુ ઇમ્પોર્ટએ એક માત્ર ઓપ્શન છે. આનું સોલ્યુશન મગફળી કે મગફળીના તેલ, નોફેડનો માલ કે ખેડૂતોને મીલરો પાસે રહેલ માલથી ન આવી શકે. હાલ જે રાજય સરકારની ઇચ્છા છે કે નાફેડ પાસે રહેલ પ.પ૦ લાખ ટન આસપાસ મગફળીને જલ્દી ક્રશ કરી તેલની ઉપલબ્ધિ વધારવી તે ખુબ જ ધાતક છે. આપણા રાજયમાં શીંગતેલનો વપરાશ આખુ વર્ષ રહે છે. નાફેડ પાસે રહેલ પ.પ૦ લાખ ટન બધી જ મગફળી જો ક્રશ કરવામાં આવે તો પણ તેમાંથી ૧.૭૦થી ૧.૮૦ લાખ ટન આસપાસ ખાદ્યતેલની પ્રાપ્તિ થાય. જે આપણી ઘટ્ટની તુલનામાં નહિવત છે. અત્યારે શીંગતેલના ૧૫ કિલો ડબાના ભાવે જે રૂા.૨૩૦૦થી રૂા.૨૩૨૫ છે અને મિડિયાએ આ ઇશ્યુ હાઇલાઇટ કરવાનું ચાલુ કર્યુ છે. તેનાથી ગભરાવું જોઇએ નહી. જો આપણે નાફેડ પાસે રહેલ મહતમ સ્ટોક નજીકના દિવસોમાં ક્રશ કરવી નાખીશું તો પાછળના મહિનામાં મોટી ઘટ્ટ (શીંગતેલ)ની પડી શકે છે અને ભાવોમાં અભુતપુર્વવધારો થઇ શકે છે માટે ક્રશીંગ વધારવું વર્તમાન સંજોગોમાં હિતાવહ નથી.

ગુજરાતમાં પ્રતિ માસ ક્રશીંગ અને બિયારણમાં માનવ વપરાશ માટે ૨થી ૨.૨૫ લાખ ટન મગફળી જોઇએ. આહિસાબે મે ૨૦૨૦થી ઓકટોબર-૨૦૨૦ સુધી ૧૨થી ૧૩ ટન મગફળી જોઇએ. જયારે આપણી પાસે ઉપલબ્ધ મગફળી ૯ લાખ ટન જેમાં નાફેડ પાસે ૫.૫૦ લાખ ટન, મીલ પાસે ૦.૫૦ લાખ ટન, ઉનાળુ જથ્થો ૧.૫૦ લાખ ટન તથા ખેડૂત પાસે ૫.૦૦ લાખ ટન, આમાંથી બિયારણ માટે જોઇએ ૧૨.૫૦ લાખ ટન, ૩.૫૦ લાખ ટન, (૧૭)લાખ હેકટરમાં વાવતેર મુજબ ૯.૦૦ લાખ ટન જેમાંથી બિયારણ માટે ૩.૫૦ લાખ ટન જથ્થો વાવેતરમાં કાઢવામાં આવે તો ૯ લાખ ટન જથ્થો છે.

આપણી જરૂરિયાત કરતા ૩ લાખ ટન મગફળી ઓછી છે. જો અત્યારે આપણે વધુ કશીંગ કરાવી. ખાદ્યતેલની ઉપલબ્ધિ વધારીશું તો પણ ઘટ્ટને કારણે તે વપરાશ થઇ જવાનું અને પાછલા મહિનામાં વધુને વધુ મગફળી તેલની સોર્ટેજ પડશે. આ સમસ્યાનું એમ માત્ર નિવરાણ પામોલીન તેલની વધુ ને વધુ આયત કરવાથી થશે. આપણે રિફાન્ડિ પામેલીન તેલની આયાત પ્રતિબંધિત કરેલ છે. બંધ નથી કરેલ જો આની આયાતની પરમીશન આપવામાં આવે તો આપણા દેશના પૂર્વીબંદરી ઉપર ૧૫ દિવસમાં આ કાર્ગો આવી શકે. અનલેડિય અને પ્રયોગશાળા પરીક્ષણના દિવસો બાદ કરીએ તો મોડામાં મોડું ૨૦ દિવસમાં આ સપ્લાય દેશના અમુક ભાગોમાં ઉપલબ્ધ થઇ શકે.

અત્યારે પોર્ટ પર જે સ્ટોક અને રિફાઇનરીઓ છે. તે બધુ ઓપરેશનલ નથી. જેના કારણે આયાતતેલનું સરકયુ લેશન બહુ ઓછું છે માટે આ બધા યુનિટ જલ્દી ઓપરેશનમાં આવી જાય અને ઓપન માર્કેટમાં આયાતખાદ્યતેલની ઉપલબ્ધિ વધી જાય તે જોવું અત્યંત જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.