Abtak Media Google News

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટનું સ્તુત્ય પગલું : ધો.૧ ખાનગી નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે ની ઓનલાઈન પ્રવેશ પ્રકિયા માટે ૧૦ હેલ્પ સેન્ટર ઉભા થશે.

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી ૫૫૦ વંચિત ભિક્ષુક, કચરો વીણતાં, બાળ મજુર, શાળા બહારના તેમજ સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને દત્તક લઈને ૧૦ હેપ્પી ચિલ્ડ્રન સેન્ટર દ્વારા જામનગરના ૧૦ પછાત વિસ્તારો માં ૩૬૫ દિવસ માટે ઉત્તમ શિક્ષણ, પૌષ્ટિક ખોરાક અને સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્યરત છે. આ ઉપરાંત યુવાઓ અને મહિલાઓ માટે પણ સંસ્થા વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે.

Advertisement

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા  જામનગરના વિવિધ ૧૦ પછાત વિસ્તારોમાં જન સેવા કેન્દ્ર કાર્યરત છે ત્યાં સરકારની ગાઈડ લાઈન મુજબ RTE૨૦૦૯ અંતર્ગત ૨૫% પ્રવેશ (નબળા અને વંચિત જૂથના બાળકો) જરૂરિયાતવાળા પરિવારના બાળકને પ્રાઈવેટ સ્કુલમાં મફત શિક્ષણ સુવિધા માટે ૧૦ ઓનલાઈન સેન્ટર કોમ્પ્યુટર અને ઈંટરનેટ ની સુવિધા સાથે તા.૨૮/૨/૨૦૧૮ થી અથવા સરકાર જાહેર કરે તે તારીખ થી આ સુવિધા શરુ કરવામાં આવશે. તો વધુ માહિતી માટે સરકારી ટોલ ફ્રિ નંબર ૧૮૦૦૧૨૦૧૪૬૪ ઉપર અથવા જીલ્લા શીક્ષણાધિકારી શ્રી કણસાગરાસાહેબ નો (ફોન નંબર : ૦૨૮૮-૨૫૫૩૩૨૧ ) સંપર્ક કરવો

રાઈટ ટુ એજ્યુકેશન : ફરજીયાત અને મફત શિક્ષણ ના અધિકાર હેઠળ શિક્ષણ એ મૂળભૂત અધિકાર બનેલ છે ત્યારે ધો.૧ માં આપની આજુબાજુની પ્રાઈવેટ શાળામાં મફત એડમીશન મેળવવા માટે ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરેકને ગુણવત્તા સાથેનું શિક્ષણ અભિયાન અંતર્ગત વિગતો ધ્યાને લેવી.

ગુજરાત સરકારની યોજના અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માં ધોરણ ૧ માં પ્રવેશ લેનાર બાળક જેની ઉમર ૫ થી ૭ વર્ષ વચ્ચે હોય તે બાળક આ ફોર્મ ભરી શકશે.

ગુજરાતી/ઈગ્લીશ મીડીયમ શાળામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થીને ધો.૧ થી ૮ સુધી સ્કુલ ફી, યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકો નો ખર્ચ સરકાર ભોગવે છે.

ઓનલાઈન ફોર્મ ભરવાની તા.૨૫-૨-૨૦૧૮ થી શરુ થશે.

ફોર્મ ભરવા માટે નીચેના પુરાવા વાલીઓએ સાથે રાખવા

૧.સરનામાનો પુરાવાઓ : લાઈટ બીલ, ભાડા કરાર(નોટરાઈઝડ), પાસપોર્ટ, ટેલીફોન બીલ, વોટર બીલ, ડ્રાઈવિંગ લાઈસન્સ, રેશન કાર્ડ,

૨. જાતિનો દાખલો, ઇઙક કાર્ડ (હોય તો), જન્મનો દાખલો.

૩. માતા-પિતાનું ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ અથવા પાન કાર્ડ.

૪. માતા-પિતા અથવા બાળકના બેંક પાસબૂક ની ફોટોકોપી

૫. આવકનો દાખલો : આવક મર્યાદા (વાર્ષિક) SC-STમાટે ૨ લાખ, OBC માટે ૧ લાખ અને જનરલ માટે રૂ. ૬૮૦૦૦

૬. પાસપોર્ટ સાઈઝનો કલર ફોટો,

વધુ માહિતી માટે : શૈલેશ ગાંધી (કો-ઓર્ડીનેટર) મો : ૮૨૦૦૦૦૩૫૦૭ નો સંપર્ક કરવો.

વધુ માહિતી માટે સંસ્થાની સીટી ઓફીસ : મેટ્રોવિન ઓપ્ટીકલ, ચોકસી મેનશન, સુમેર ક્લબ રોડ, ડો.રાઠીની હોસ્પિટલ પાસે, જામનગર નો સંપર્ક કરવો.

જિંદગી બદલી નાખનાર શિક્ષણ ના આ સેવા યજ્ઞમાં સ્વયંસેવક તરીકે સેવા આપવા માંગતા ઉત્સાહી યુવક/યુવતીઓએ તથા વધુ વિગત માટે હિતેશ પંડ્યા નો મો.૯૪૨૮૯૮૬૦૨૬/૭૪૦૫૭૭૫૭૮૭ ઉપર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.