Abtak Media Google News
  • કચ્છ ખાતે કેરાની એચ જે.ડી ઈન્સ્ટિટયુટમાં એનસીસી કેમ્પમાં જામનગરનાં  એનસીસી ગ્રુપ હેડકવાર્ટરનાં આર્મી જેવી વિંગ્સના 199 કેડેટ્સ જોડાયા

કચ્છમાં કેરાની એચજેડી ઈન્સ્ટિટ્યૂટમાં ’એક ભારત-શ્રેષ્ઠ ભારત’ (ઈબીએસબી) રાષ્ટ્રીય એનસીસી કેમ્પનું આયોજન ર3 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી ર0ર4 સુધી કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જામનગર ગ્રુપ હેડક્વાર્ટર્સના આર્મી, નેવી સિનિયર વીંગ્સના 199 કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે, જ્યારે સમગ્ર ગુજરાત માંથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, વલ્લભ વિદ્યાનગર, જામનગર ગ્રુપના એમ આર્મી, નેવી, એરફોર્સ વીંગ્સના કુલ 400 જેટલા કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે. આ કેમ્પમાં પ્રથમ દિવસે જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટરના ગ્રુપ કમાન્ડર કર્નલ એચ.કે સિંઘ દ્વારા પ્રારંભિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.

Ncc Cadets Have Responsibility To Bring About Positive Change In Society: Colonel Hk Singh
NCC cadets have responsibility to bring about positive change in society: Colonel HK Singh

કર્નલ એચ.કે. સિંઘે જણાવ્યું હતું કે, એનસીસી ડાયરેક્ટેરેટ ગુજરાત, દીવ-દમણ અને દાદરાનગર હવેલીના એડીશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ રમેશ શનમુગમના માર્ગદર્શન હેઠળ એનસીસી કેડ્ટ્સ વિવિધ તાલીમો મેળવી રાષ્ટ્રસેવાના પથ પર આગળ વધી રહ્યા છે.

Ncc Cadets Have Responsibility To Bring About Positive Change In Society: Colonel Hk Singh
NCC cadets have responsibility to bring about positive change in society: Colonel HK Singh

તેમણે ઉમેર્યું હતું કે, સમાજમાં હકારાત્મક બદલાવ લાવવાની જવાબદારી એનસીસી કેડેટ્સની છે. આત્મનિર્ભર બની-કૌશલ્યને સહારે દેશમાંથી ગરીબીને દૂર કરવાની છે. જોબ સીકર નહીં પણ જોબ ક્રિએટર બનવાનું છે. સંરક્ષણ સેવામાં જોડાવું એ ઉત્તમ કારકિર્દી છે. રમતગમત અને સાહસિક પ્રવૃત્તિઓના સપનાને સાકાર કરવા સામાન્ય નાગરિકોને લાખો રૂપિયા ખર્ચવા પડે છે. તે તમામ સુવિધાઓ સંરક્ષણ સેવાની તાલીમનો અભિન્ન હિસ્સો છે. જે વ્યક્તિના જીવનનો સર્વાંગી વિકાસ કરે છે.

આ રાષ્ટ્રીય કેમ્પમાં તાલીમાર્થીઓને કચ્છના ભૌગોલિક મહત્ત્વ, સાંસ્કૃતિક અને કલા વારસાનો પણ પરિચય કરાવવામાં આવી રહ્યો છે. કેડ્ટ્સને સફેદ રણ (ધોરડો) તથા બોર્ડર આસ્ટ પોસ્ટ નજીક ધર્મશાલામાં શહીદ સ્મારકની પણ મુલાકાત કરાવવામાં આવી છે. પ્રેરણાત્મક સંબોધનો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થશે.

Ncc Cadets Have Responsibility To Bring About Positive Change In Society: Colonel Hk Singh
NCC cadets have responsibility to bring about positive change in society: Colonel HK Singh

આ કેમ્પનું આયોજન 36 ગુજરાત બટાલિયન એનસીસી ભૂજમાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. જેમાં કમાન્ડીંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકર, એડમીન્ટ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ સંદીપ ખવાસ કેડેટ્સને વિવિધ પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શિત કરી રહ્યા છે.

પેરાકમાન્ડો સહિતના પીઆઈ સ્ટાફ તથા આર્મી, નેવી, એરફોર્સ વીંગ્સના એએનઓ પણ આ કેમ્પમાં સેવાનિયુક્ત છે. એચજેડી ઈન્સ્ટિટ્યુટના ચેરમેન ડો. જગદીશ હાલાઈ તથા મેનેજમેન્ટ ટીમ દ્વારા આ કેમ્પને વિવિધ સવલતો સુંદર રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.