Abtak Media Google News

વર્ષ 2017માં રેલી યોજવાના ગુન્હામાં નીચલી અદાલતે ફટકારી હતી સજા

મહેસાણાં છ વર્ષ પહેલા 2017માં મંજૂરી વગર રેલી યોજવાના મામલે સેશન્સ કોર્ટે હુકમ કર્યો છે. આ કેસમાં જીજ્ઞેશ મેવાણી સહિત 10 અરોપીઓને નીચલી કોર્ટે 3 મહિનાની જેલની સજા સંભળાવી હતી. આજે મહેસાણા સેશન્સ કોર્ટે આ કેસમાં જીજ્ઞેશ મેવાણી સહિતના 10 આરોપીઓને નીચલી કોર્ટનો હુકમ રદ્દ કરીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Advertisement

ઉનાકાંડની વરસી નિમિતે બનાસકાંઠાના દલિત પરિવારને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં આવે તે માટે મહેસાણાથી ધાનેરા સુધી કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા આઝાદી કૂચના નામની એક રેલી કાઢવામાં આવી હતી. મંજૂરી લીધા વગર જ રેલી યોજવાના મામલે જીગ્નેશ મેવાણી, સુબોધ પરમાર, રેશમા પટેલ, કૌશિક પરમાર સહિતના દોષિતોને મહેસાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે 3 માસની સજાનો હુકમ કર્યો હતો. આ મામલે જીજ્ઞેશ મેવાણી સહિત તમામ દોષિતોએ સજા માફીની માંગ માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. મહેસાણા સેશન્સ કોર્ટે તમામ આરોપીઓની અરજી ગ્રાહ્ય રાખી હતી. આજે મહેસાણા સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો હુકમ રદ્દ કર્યો હતો અને તમામ દોષિતોને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.