Abtak Media Google News

હવે બિમાર દર્દીઓને મોંઘા ભાડા દેવા છતાં રાજુલા સારવાર માટે તેમજ ગામડેથી રાજુલામાં દૂધ શાકભાજી વેચવા આવામાં  મુશ્કેલી 

અમરેલી જિલ્લાનું રાજુલા જાફરાબાદ પંથકમાં  30 જેટલા ગામડાઓમાં એસ.ટી.ની સુવિધા બંધ વર્ષોથી છે આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં એસટી તંત્ર સંપૂર્ણ નિષ્ફળ ગયું હતું કોરોનાની મહામારી હોય કે અન્ય કારણે એવું નથી અહીં તો વર્ષોથી 30 ગામમાં એસટી ના દર્શન લોકોને થયા નથી માત્ર અમરેલીના એસ.ટી.તંત્ર આશ્વાસનોના આપે છે કે રસ્તાઓ સર્વે કરી શરૂ કર્યું તેવા જવાબો આ વિસ્તારના  નેતાઓ સરપંચોને આપતું હતું ગામડાના લોકો બીરબલની ખીચડી ક્યારે પાક છે તેવી રીતે વર્ષોથી એસટીની વાટ જોઈ રહ્યા હતા પરંતુ અધૂરામાં પૂરું ગઈકાલથી આ વિસ્તારના સરોવરડા કોળી કંથારીયા સરકારી કંથારીયા માલકનેશ વગેરે એસટી સેવાઓ બંધ કરવામાં આવી છે ત્યારે રાજુલા સાવરકુંડલા તથા મહુવા બગસરા જાફરાબાદ રાજુલા એસટી સેવાઓ બંધ કરવામાં આવી હતી જેને કારણે આ વિસ્તારમાં અનેક ગામો એસટી વિહોણા થઇ જતા સામાન્ય જનતાને હવે તાલુકા મથકે આવું હોય તો પણ એસટીની સુવિધા મળતી નથી અને પ્રાઈવેટ વાહનો મોંઘા ભાડા દેવા છતાં આવતા નથી.

ગ્રામ્ય વિસ્તારની પ્રજા હવે ભારે મુશ્કેલી . અને હેરાન પરેશાન થઇ રહી છે ત્યારે સરકાર દ્વારા દરરોજ ગ્રામ્ય વિસ્તારમાંથી સવાર અને સાંજે એક ટાઈમ બસ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ એસ.ટી. ન મળતી હોવાથી  ગ્રામ્ય વિસ્તારના  લોકો બકાલા માર્કેટ માં બકાલુ વેચવા  તથા દૂધ વેચવા આવું પણ ભારે મુશ્કેલી છે તથા ગ્રામ્ય વિસ્તારના અખબારી પાર્સલ વ્યવસ્થા  પણ બંધ થઈ છે  લોકો અખબાર વિહોણા રહેશે જ્યારે અમરેલીના એસ.ટી.તંત્ર દ્વારા ગઈકાલે બંધ કરેલા  10 ગામડાઓ એસટી વિહોણા થયા છે તેમાં બસની સુવિધા શરૂ કરવા કરવા માંગણી અને લાગણી સરપંચોની ઉઠી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.