Abtak Media Google News

એટીએસ અને કોસ્ટગાર્ડની સંયુક્ત કાર્યવાહી : પકડાયેલા આરોપીને ઓખા લાવી સઘન પૂછતાછ, તેની સાથે કનેક્શન ધરાવનાર સ્થાનિકો ઉપર કાર્યવાહીના ભણકારા

અબતક, રાજકોટ :  ગુજરાત એટીએસ સતત દરિયાઈ માર્ગે આવતા નશાના સફેદ પદાર્થના કાળા કારોબારને તોડવાનો પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ ગુજરાતમાં પણ જ્યાં નશીલો પદાર્થ વહેંચાઇ રહ્યો છે. ત્યાં સતત દરોડા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે. જેમાં ઓખાના દરિયાઈ માર્ગે પાકિસ્તાની બોટ સાથે 10 પાકિસ્તાનીઓને નશીલા પદાર્થ અને હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. હાલ ગુજરાત એટીએસએ મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથધરી છે

Advertisement

20221227 082525

હથિયારો અને રૂપિયા 300 કરોડના ડ્રગ્સ સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ

ગુજરાત એટીએસના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ગુજરાત એટીએસના સિનિયર અધિકારી દીપને ભદ્રનના નેજા હેઠળ એક આખું ઓપરેશન તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત એટીએસ અને દરિયાઈ સુરક્ષા કરતા કોસ્ટગાર્ડ યુનીટને સાથે રાખીને ઓખાના દરિયામાં મોડી રાત્રે વોચ રાખવામાં આવી રહી હતી. તે જ સમયે દૂરથી અલ સોહિલી નામની બોટ ભારતીય જળસીમામાં પ્રવેશતા જ એટીએસની ટીમે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન બોટ માંથી 10 પાકિસ્તાનીઓ મળી આવ્યા હતા.

તમામની પુછપરછ અને બોટની ચકાસણી કરતા ગુજરાત એટીએસની ટીમને હથિયારો અને 40 કિલો હેરાઈન આશરે રૂપિયા 300 કરોડ હોવાની માહિતી છે. જેમાં ભારતીય તટરક્ષક દળ અને એટીએસ ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 10 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને ઝડપી પાડ્યાં છે. તપાસ દરમિયાન હથિયારો, દારૂગોળો અને ડ્રગ્સ વહન કરવામાં આવી રહ્યું હતું. તેવુ જાણવા મળી રહ્યું છે. જો.કે હાલ તમામ આરોપીઓની વિગતો મેળવવામાં આવી રહી છે.

સમગ્ર ઓપરેશન અંગે વાત કરીએ તો 25/26 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન ચોક્કસ ગુજરાત એટીએસના સિનિયર અધિકારીને ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા હતા. જેના આધારે આઇસીજી એ કાલ્પનિક ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇનની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ માટે વ્યૂહાત્મક રીતે તેના આઇસીજીએસ અરિંજય જહાજને પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 26 ડિસેમ્બરે વહેલી સવારે એક પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી.

કોસ્ટગાર્ડ દ્વારા આ બોટને ઝડપી લેવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય કોસ્ટગાર્ડની ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં પાકિસ્તાની બોટમાં સવાર થઈ હતી. તપાસ દરમિયાન ક્રૂ શંકાસ્પદ વર્તન કરતા હોવાનું સામે આવ્યું હતું. આ બોટની તપાસ કરતા અંદરથી હથિયારો, દારૂગોળો અને 300 કરોડ રૂપિયાનો માદક પદાર્થ મળી આવ્યો હતો. ત્યારબાદ કોસ્ટગાર્ડે બોટ અને ક્રૂની ધરપકડ કરી છે. વધુ તપાસ માટે બોટને ઓખા લાવવામાં આવી  છે.

20221227 082536

છેલ્લા 18 મહિનામાં એટીએસ અને કોસ્ટગાર્ડનું આ સાતમું સંયુક્ત ઓપરેશન

ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ ગુજરાત દ્વારા છેલ્લા 18 મહિનામાં આ સાતમું સંયુક્ત ઓપરેશન છે. ગુજરાતમાંથી ડ્રગ્સની ઘુષણખોરીની ઘટનાઓ સામે આવ્યા બાદ એટીએસ ખુબ એક્ટિવ થઈ ગઈ છે. આ ગાળામાં 44 પાકિસ્તાની, 7 ઈરાની લોકો, 1930 કરોડ રૂપિયાનું 346 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

31મી ડિસેમ્બરને લઇ સુરક્ષા દળો સતર્ક

મહત્વનું છે કે આગામી 31મી ડિસેમ્બરને લઇ ગુજરાત પોલીસ સતર્ક જોવા મળી રહી છે. ગુજરાતમાં પ્રવેશતા તમામ હાઈવે પર પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા દારૂની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જો.કે ગુજરાત પોલીસની સતર્કતાથી નશાના પદાર્થનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ પાકિસ્તાનીઓ ક્યાં ઈરાદા સાથે ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હતા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.