Abtak Media Google News

નોઝલ ડોઝ આપવો કે ઇન્જેકશન ? ત્રીજા ડોઝ પછી કેટલા દિવસ પછી ચોથો ડોઝ આપવો તે અંગે ટૂંકમાં ગાઇડલાઇન જાહેર કરાશે

ચીન સહિત વિશ્વના અડધો ડઝન દેશમાં ફરી કોરોનાએ ઉપાડો લીધો છે. ત્યારે ભારતમાં કોરોના ફરી હાહાકાર મચાવે નહી તે માટે કેન્દ્ર તથા રાજય સરકાર એલર્ટ બની ગઇ છે.

ગઇકાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાએ દેશના ખ્યાતનામ તબીબો સાથે બેઠક યોજી હતી. જેમાં તબીબોએ કોરોના વેકિસનનો ચોથો ડોઝ આપવાની ભલામણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. નોઝલ ડોઝ આપવા કે ઇન્જેકશન તે અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ ગઇકાલે દેશના ખ્યાતનામ નિષ્ણાંત તબીબો સાથે કોરોના સંદર્ભે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં તબીબોએ કોરોનાની સંભવિત લહેરનો નાથવા માટે કેટલાક મહત્વ પૂર્ણ સુચનો આપ્યા હતા.

જેમાં જે લોકોએ કોરોના વેકિસનનો બીજા અને પ્રિકોશન ડોઝ નથી લીધો તેવા લોકોને ડોઝ આપવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવાનું સુચન કરાયું હતું.

ભીડભાડ વાળા વિસ્તારોમાં માસ્ક ફરજીયાત કરવા, વિદેશમાંથી આવતી તમામ ફલાઇટ યાત્રીકોનું ટેસ્ટીંગ કરવા, મોટા કાર્યક્રમો યોજવા માટે લોકોની સંખ્યા નિયત કરવાનું સુચન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કોરોના વેકિસનનો ચોથો ડોઝ આપવાની પણ ભલામણ કરાય હતી. હવે જયારે નોજલ વેકિસનને પણ મંજુરી આપવામાં આવી છે ત્યારે ચોથો ડોઝ નોજલ સૌથી સ્પે્રથી આપવો કે ઇન્જેશિન આપવું તે અંગે આગામી દિવસોમાં આઇસીએમઆર ગાઇડ લાઇન જાહેર કરશે. જેમાં ત્રીજા ડોઝ બાદ કેટલા દિવસ પછી ચોથો ડોઝ આપવો સહિતની જાહેરાત કરવામાં આવશે.

આજે દેશભરમાં કોવિડ હોસ્પિટલોમાં મોકડ્રીલ  હાથ ધરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.