Abtak Media Google News

65 હજાર કરોડ રૂપિયાના એમ.કે સિરીઝના ફાઈટર જેટ રડાર સાથે અનેક અધ્યતન ટેકનોલોજીથી સજ્જ

સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત થવા સરકાર દરેક પાકને વિકસિત કરી રહી છે ત્યારે દેશની સીમાઓને સુરક્ષિત રાખવા માટે એરફોર્સમાં વધુ 100 ફાઈટર જેટ જોડાશે.ભારતીય વાયુસેનાને વધુ શક્તિશાળી માટે સ્વદેશી રીતે વિકસિત 100 વધુ  એલસીએ તેજસ જેટ ફાઇટર ઓર્ડર આપવા જય રહ્યું છે. આવા 100 ફાઈટર જેટ માટે 65 હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ બે વર્ષ પહેલા જ સાઈન થઈ ચૂક્યો છે. એલસીએ તેજસ વર્તમાન વેરિઅન્ટ કરતાં અધ્યતન ટેકનોલોજીથી સુસજ હશે જે દેશની સીમાઓને સુરક્ષિત કરશે.

Advertisement

ભારતીય વાયુસેના આવનારા સમયમાં વધુ મજબૂત બનશે. ભારતીય એરફોર્સના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને વધુ 100  તેજસ માર્ક 1એ જેટ એરક્રાફ્ટનો ઓર્ડર આપવાની યોજના બનાવી રહી છે. બે વર્ષ પહેલા ફેબ્રુઆરી 2021માં આવા 83 ફાઈટર એરક્રાફ્ટની ખરીદી માટે 48 હજાર કરોડ રૂપિયાના સોદા પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સ્વ-નિર્ભર ભારતની દિશામાં સ્વદેશી એરોસ્પેસ ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે. ફેબ્રુઆરી 2021માં 83 તેજસ માર્ક-1એ જેટ માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે ઓર્ડરથી હવે તેજસ વેરિઅન્ટની કુલ સંખ્યા હવે 123 થઈ ગઈ છે.

ઇન્ડિયન એરફોર્સ દ્વારા ઓર્ડર કરાયેલ 40 તેજસ ફાઈટર જેટને ઓપરેશનલ ક્લિયરન્સ અને વધુ અદ્યતન ફાઇનલ ઓપરેશનલ ક્લિયરન્સ ગોઠવણીમાં છે. તેજસ માર્ક-1એ વર્તમાન વેરિઅન્ટ કરતાં ઘણા વધારાના સુધારાઓ સાથે આવશે. જેના કારણે તે અત્યાર સુધીનું સૌથી અદ્યતન લાઈટ કોમબેટ વેરિઅન્ટ બની જશે.  તેજસ એરક્રાફ્ટમાં એરફોર્સને પૂરા પાડવામાં આવેલા પ્રારંભિક 40 ફાઇટર જેટ કરતાં વધુ અદ્યતન એવિઓનિક્સ અને રડાર છે. નવા તેજસ ફાઇટર જેટ 65થી 70 ટકા સ્વદેશી હશે. અહેવાલો અનુસાર પ્રથમ એમ.કે સિરિઝના એરક્રાફ્ટ ફેબ્રુઆરી 2024માં આપવામાં આવશે, બાકીના એરક્રાફ્ટની ડિલિવરી વર્ષ 2029 સુધીમાં કરવામાં આવશે.

એમ.કે 1 એરક્રાફ્ટને સરહદી વિસ્તારમાં તૈનાત કરવામાં આવે તેવી અપેક્ષા છે. એમ.કે1 એરક્રાફ્ટ ડિજિટલ રડાર ચેતવણી રીસીવર, બાહ્ય સ્વ-રક્ષણ જામર પોડ, બહેતર રડાર, અદ્યતન બિયોન્ડ-વિઝ્યુઅલ-રેન્ડ મિસાઇલો અને ખાસ કરીને વધુ સારી જાળવણી સાથે આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.