Abtak Media Google News

29 ઓગષ્ટ, 2007થી 108 સેવાનો પ્રારંભ થયો હતો, જે સમગ્ર દેશમાં ગુજરાત રાજય સેવા શરૂ કરનાર બીજુ રાજય: રાજયમાં 800થી વધુ 108 એમ્બ્યુલન્સ વાન, 2 બોટ એમ્બ્યુલન્સ, 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત

આજે રાજ્યમાં જ્યારે કોઈ જાતનો અકસ્માત સર્જાય છે, કોઈ પ્રકારની મેડીકલ ઈમર્જન્સી આવે છે ત્યારે આપણાં મનમાં તાત્કાલીક સારવાર માટે એક જ નંબર આવે. એ નંબર એટલે 108 !! તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના નાગરિકોને ઈમરજન્સી સેવા માટે 108 એમ્બ્યુલન્સ સેવા શરુ કરી હતી. આજે આ સેવા રાજ્યના લોકો માટે જીવન તારીણી બની છે. 108 સેવાની શરુઆત 29 ઓગસ્ટ 2007 ના રોજ શરુ કરવામાં આવી હતી. 108 યોજનાનું લોકાર્પણ આપણા હાલના લોકલાડીલા માન. વડાપ્રધાનશ્રી તથા તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે અબ્દુલ કલામ સાહેબના વરદ હસ્તે સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યુ હતું.

108 સેવાની વધતી લોકપ્રિયતા, વિશ્વાસનિયતા અને તેની કાર્યક્ષમતાના કારણે લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલ છે, અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વખતોવખત સેવાઓમાં કાર્યરત એમ્બ્યુલન્સ તેમજ ટેકનોલોજીમાં જરૂરી અપગ્રેડેશન અને ઉમેરો એમ્બ્યુલન્સના સ્ટાફને જરૂરિયાત મુજબ તાલીમ આપવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અધ્યતન ટ્રેનીંગ સેન્ટર, રિસર્ચ સેન્ટર તથા તાલીમાર્થીઓને રહેવાની સગવડ માટે હોસ્ટેલ વગેરે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવેલ છે.

રાજ્યમાં અકસ્માત કે આપત્તિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પુરી પાડતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ક્ષેત્રે દેશમાં ગુજરાત અગ્રીમ સ્થાને છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેત્રુત્વમાં રાજ્ય સરકારે આ વર્ષેમાં એમ્બ્યુલન્સ સેવાઓનો વ્યાપ વધારવા નવી 100 એમ્બ્યુલન્સ વાન અને 10 મોબાઇલ સંજીવની વાન માટે 22 કરોડ રૂપીયાની ફાળવણી કરી છે.

– 29 ઓગસ્ટ, 2007 થી 108નો પ્રારંભ થયો ત્યારે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય આવી સેવા શરૂ કરનાર બીજું રાજ્ય હતું.

– 2007 માં માત્ર 14 (ચૌદ) 108 એમ્બ્યુલન્સના કાફલા માંથી શરૂ થયેલી સેવા આજે 14 વર્ષ જેટલા સમયગાળામાં 802 એમ્બ્યુલન્સ (2 બોટ એમ્બ્યુલન્સ સાથે) સુધી પહોંચી છે.

– એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે.

– તદુપરાંત રિસ્પોન્સ સેન્ટરમાં કાર્યાન્વિત અદ્યતન ટેકનોલોજી અને લોકેશન બેઇઝ સર્વિસ (LBS)  થી સુસજ્જ એવી CAD Application  થકી સેવા માટે કોલ કરનારનું Automatically લોકેશન પ્રાપ્ત થઈ જવાથી સમયનો બચાવ થાય છે અને ઝડપથી એમ્બ્યુલન્સ મોકલી શકાય છે

– 108 સેવાના અસરકારક અમલીકરણ માટે સમગ્ર દેશમાં પ્રથમ એવા ગુજરાત રાજ્યમાં 1 જુલાઇ 2010 ના રોજ રાજય સરકાર દ્વારા હાઈટેક ટેકનોલોજીથી સુસજજ 15 એકર જેટલા વિશાળ વિસ્તારમાં કાયમી સુદ્રઢ વ્યવસ્થાના ભાગ રૂપે સ્ટેટ-ઓફ-ધિ-આર્ટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર નરોડા, અમદાવાદ ખાતે કાર્યરત કરવામા આવેલ છે. 108 સેવાના કર્મચારીઓને અધ્યતન ટ્રેનિગ મળી રહે તે માટે 56,500 ચોરસ ફૂટના બાંધકામ વાળું ટ્રેનિગ સેન્ટર કાર્યાન્વિત કરેલ છે.

– કોરોના સંક્રમિત દર્દીઓને ઝડપથી એમ્બ્યુલન્સ સેવાનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા 150 નવી એમ્બ્યુલન્સની વર્ષ 21-22માં ખરીદી કરીને 650 થી એમ્બ્યુલન્સની સંખ્યા વધારીને 800 સુધી લઈ જવામા આવી છે.

– સામાન્ય ઇમરજન્સી કેસના દર્દીઓમા કોરોના વાઈરસનું સંક્રમણ ન ફેલાય તે માટે બન્ને એમ્બ્યુલન્સો અલાઇદી રાખવામા આવેલ છે. આ તમામ કોવિડ એમ્બ્યુલન્સમાં પુરતા પ્રમાણમાં પીપીઇ કિટ, ENT અને પાયલોટને વિશેષ તાલીમ આપવામાં આવેલ છે. કોવિડ દર્દીને હોસ્પીટલ પહોચાડ્યા બાદ દરેક એમ્બ્યુલન્સનું સેનીટાઇઝેશન કરવામાં આવે છે.

– દૈનિક 3400 જેટલા ઇમરજન્સીના કેસોના બદલે લોકડાઉનના કારણે અન્ય સ્ત્રોત ના રહેતા 108 સેવામાં રોજના 4000 જેટલા કેસોમાં સેવા આપેલ, જેમાં તમામ બીમારી જેવા કે અકસ્માત, હ્રદય રોગ અને મહિલા પ્રસુતિ વગેરેનો સમાવેશ થાય છે.

– 108 એમ્બ્યુલન્સ સેવા થકી કુલ 2,23,355 જેટલા કોવિડ સંબંધિત દર્દીઓને ઘરેથી હોસ્પિટલ અને કોરોંન્ટાઈન સેન્ટરથી કોવિડ હોસ્પિટલ સુધી પહોચાડવાની સેવા પુરી પાડેલ છે. જેનો રીયલ ટાઈમ રીપોર્ટ આરોગ્ય વિભાગને રોગચાળાનું આંકલન અને આયોજન કરવામાં ઉપયોગી છે.

– 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા દરરોજ સરેરાશ 3000 થી 3200 જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડવાની નિ:શુલ્ક સેવા આપવામાં આવે છે.

– 108 નંબર પર આવેલા 99% જેટલા ફોનકોલ પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે. જે આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ સારી ગુણવતા છે.

– 108 એમ્બ્યુલન્સનો રાજ્યમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 17 મિનિટ જેટલો છે જયારે શહેરી વિસ્તારમાં 11 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ અને ગ્રામીણ વિસ્તારમાં 21 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ છે.

– દર 24 સેક્ધડે એક 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના કરવામાં આવે છે.

– 1 કરોડ 36 લાખ કરતા વધારે લોકોને કટોકટીના સમયમાં સેવા, 1.94 લાખથી વધુ પોલીસ અને 6.1 હજારથી વધુ ફાયર માટેની સેવા આપવામા આવી છે. 36 કરોડથી વધારે એમ્બ્યુલન્સના કિલોમીટરનું સંચાલન કરવામાં આવેલ છે.

– 12 લાખથી વધુ વિકટ પરિસ્થિતીમાં મુકાયેલ મહામુલી માનવ જિંદગીઓનો બચાવ કરવામાં આવેલ છે.

– 46.30 લાખ કરતાં વધારે પ્રસૂતા માતાને કટોકટીની સ્થિતીમા મદદ કરવામાં આવેલ છે.

– 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા 1,19,891 થી વધુ ઘટના સ્થળે પ્રસૂતિઓમાં મદદ કરવામાં આવેલ છે.

– 108 સેવા માટે આવતા કોલ્સ પૈકી મોટાભાગના કોલ્સ પ્રસુતા માતાઓ માટે ઈમરજન્સી સેવાને લગતા હોય છે, ગુજરાત રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરના સૂચકઆંકને લગતા સરકારના લક્ષયાંકોને સિદ્ધ કરવામાં 108 સેવાનો મહત્વનો ફાળો રહેલ છે.

– દરીયામાં કામ કરતા માછીમારોના આરોગ્યના અધિકારોની જાળવણી માટે દરીયામાં 108-એમ્બ્યુલન્સ જેવી મેડિકલ સેવા પહોંચાડવા માટે પોરબંદર અને ઓખા બંદર ખાતે બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે.

– 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ઝડપી સેવા માટે અદ્યતન લોકોપયોગી  108 સીટીઝન મોબાઇલ એપ્લીકેશન  શરૂ કરવામાં આવેલ છે.  108 108 Application Download 1,71,936 and calls 9,056

– ગુજરાત 108 સેવાના અત્યાધુનિક 24 કલાક કાર્યરત ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરની કુલ 36,000 કરતા વધારે દેશવિદેશના લોકોએ રૂબરૂ મુલાકત લઇને સેવા વિષે માહિતી મેળવેલ છે.

– ગુજરાત સરકારે સમયાનુકુલ ટેકનોલોજી અને અપગ્રેડેશનનો વિનિયોગ કરીને આપાતકાલમાં પ્રત્યેક સેક્ધડનો બચાવ થઈ શકે અને માનવીની અમૂલ્ય જીન્દગી બચાવવા ભારત દેશમાં સૌ પ્રથમ વખત પેપરલેશ 108 ઇમરજન્સી સેવા અને એમ ગવર્નસની વ્યવસ્થા અમલીકૃત કરી છે.

– 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માટે અદ્યતન લોકોપયોગી 108 સીટીઝન મોબાઇલ એપ્લીકેશન તા.24/12/2021ના રોજ લોકાર્પણ કરવામાં આવેલ છે.

– સમગ્ર ભારતમાં પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં એર એમ્બ્યુલન્સ સેવા ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગ, GUJSAIL અને GVK EMRI  સાથે મળી સંકલિત રીતે રાજ્યવ્યાપી તા:21/03/2022 થી કાર્યાન્વિત કરેલ છે.

– ભારત સરકારશ્રીના નિર્દેશ મુજબ સિંગલ નંબર આધારિત સંકલિત રીતે 112 ERSS રાજ્યમાં કાર્યાન્વિત કરવાના આરોગ્ય વિભાગના નોડલ અધિકારી તરીકે તમામ વિભાગો સાથે સંકલન તેમજ સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આઈ.ટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખરીદી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા કાર્યવાહી હાથ ધરેલ છે.

Pm Modi Writes To Gujarat Cm Bhupendra Patel, Says Decisions Reflect Effective Leadership – Theprint – Anifeed

108 એમ્બ્યુલન્સ સેવા યોજના અંતર્ગત અત્યાર સુધીના કુલ લાભાર્થીઓની સંખ્યા

      ઇમરજન્સી કેસોની માહિતી                                              મુખ્ય મેડિકલ ઇમરજન્સીની સંખ્યા

મેડિકલ              1,34,28,089                                         ગર્ભાવસ્થા સંબંધિત કેસ                        46,30,816

પોલીસ              1,94,695                                               માર્ગ અકસ્માત સંબંધિત કેસ                 16,96,083

ફાયર                6,131                                                     હ્રદય રોગ સંબંધિત કેસ                       6,28,930

કુલ                   1,36,28,914                                         શ્વાસ ને લગતા કેસ                          7,00,750

  નોંધ:- ડેટા જુલાઇ અંત સુધીનો છે.   

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.