Abtak Media Google News

નકસલી એરિયામાં કરેલા ઓપરેશન સહિતની વિશિષ્ટ કામગીરીથી રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી અને જન્મ દિવસની બેવડી ખુશી

શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનો આજે જન્મદિવસ છે. ગુજરાતભરમા  25 વર્ષની ફરજ બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવી ગુજરાતને ગૌરવ અપાવનાર રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્વગ ને પોલીસ અધિકારીઓ અને રાજકોટ સહિત રાજ્યભરના શુભેચ્છકો બેવડી શુભકામના પાઠવી છે.

રાજુ ભાર્ગવ 1995 બેચના એડીશનલ ડીજીપી લેવલના અધિકારી છે અને મુળ રાજસ્થાનના વતની છે. તેઓ ખુબ તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે અજમેર ખાતે વિશેષ અભ્યાસ પુરો કર્યા બાદ આઇપીએસ કેંડરમાં તેમને ગુજરાતને ફાળવાયા હતાં.પ્રથમ પ્રોબેશનર તરીકે ધોળકામાં મુકવામાં આવ્યા હતાં. તેમની કામગીરી પ્રારંભથી જ જોતા રાજ્ય સરકાર અને હાલના સુરત પોલિસ કિંમશનર અજય કુમાર તોમર રેન્જ વડા હતા ત્યારે તેઓ દ્વારા મહેસાણા માટે માંગણી થઇ હતી. વિધાનસભા ચુંટણી સમયે કુનેહથી કામગીરી કરી હતી. આ દરમિયાન કાયદો વ્યવસ્થા ખોરવાય તેવા પ્રયત્નોને તેઓ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં.

સાબર કાંઠા એસપી તરીકે પણ ઝળકી ઊઠયા હતા. કેન્દ્ર સુધી તેમની કાબેલિયતની વાત પોહચતા તેમને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં નક્સલવાદી એરિયામાં ફરજ સોંપવાની વાત આવતાં આ આઇપીએસ દ્વારા સહર્ષ સ્વીકાર થયો હતો અને બે ત્રણ ઓપરેશન ખુબ કુશળતાથી પારપાડ્યા હતાં. જે અતિ વિશિષ્ટ સેવા બદલ ખાસ રાષ્ટ્રપતિ ચંદ્રક માટે નિમિત્ત બન્યાનું જણાય છે.

ગુજરાતમાં પરત ફર્યા બાદ શિસ્તના અનેસ્વચ્છતાના આગ્રહી અધિકારીને અર્ધ લશ્કરી દળ એવા આર્મ યુનિટનો હવાલો આપ્યા બાદ સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટમાં પોલીસની છબી ખુબ ખરડાતા આ હાલતમાં સુધારો કરવા આઇપીએસ કોર ગ્રુપની સલાહ મુજબ તેમને રાજકોટ પોલિસ કમિશનર તરીકે ખાસ નિમણુંક આપવામાં આવી છે. રાજુ ભાર્ગવએ રાજકોટમાં ચાર્જ સંભાળ્યાના ખુબ જ ટુંકા ગાળામાં જ તેમણે રાજકોટ પોલીસનું મોરલ ઉંચુ લાવવામાં પ્રયાસ કરી લોકોને સંતોષ થાય તેવી કાર્યપ્રણાલી  અપનાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.