Abtak Media Google News

સૂર્યવંદના કાઠી ક્ષત્રિય સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કરાયું આયોજન

કોઠારીયા મેઈન રોડ ખાતે શ્રી સૂર્યવંદના કાઠી ક્ષત્રીય સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં કાઠી સમાજના પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમૂહ લગ્નમાં ૧૧ દિકરીઓનાં સમૂહલગ્ન યોજાયા હતા જેમાં ૧૧૧ કરીયાવર દાતાઓ, જમણવારના દાતાઓ, રોકડ સ્વ‚પના દાતાશ્રીઓ , ટ્રસ્ટીઓ ઉપરાંત કાઠી સમાજના સહયોગથી આ સફળ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં દરેક દિકરીને કરીયાવર તથા રોકડ સ્વ‚પની ભેટ આપવામાં આવી હતી. કાઠી સમાજના આ પ્રથમ સમૂહ લગ્નને સમાજે ખૂબ આવકાર્યો છે. આ શુભ પ્રસંગે બહારગામથી ડાયરો બોલાવવામાં આવ્યો હતો. ઉપરાંત સંત સમુદાયના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત દરેક મહેમાનનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતુ. Vlcsnap 2018 02 21 12H06M19S49

Advertisement

ટ્રસ્ટી માણસુરભાઈ વાળાએ ‘અબતક’ને જણાવ્યું કે કાઠી ક્ષત્રીય સમાજના પ્રથમ સમૂહ લગ્ન છે જે અમારા માટે ઉત્સવ જેવી વસ્તુ છે. આ આયોજનમાં અમારી યુવા ટીમ શ્રી સૂર્યવંદના કાઠી ક્ષત્રીય સેવા સમાજ ચેરી. ટ્રસ્ટ તેમજ સમાજનો પણ ઘણો સપોર્ટ મળ્યો છે. આ સમૂહ લગ્ન માટે છેલ્લા ૪ મહિનાથી અમે તૈયારીઓ કરી રહ્યા છીએ અમારા સમાજના આગેવાનો તેમજ સંતોએ પણ ખૂબજ સહયોગ આપ્યો છે. Vlcsnap 2018 02 21 12H10M01S219જેનો અમને સૌને ખૂબ આનંદ છે. પ.પૂ. મહંત શ્રી નિર્મળાબા ઉનડબાપુ પાળીયાદ વાળાએ ‘અબતક’ને જણાવ્યું કે અમારા કાઠીસમાજનું આજે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુંં છે. એનો ખૂબ ખૂબ આનંદ વ્યકત ક‚ છું અમારા કાઠી સમાજ માટે બહુ સરસ પગલુ લેવાયું છે અને પ્રતિષ્ઠીત પરિવારો પણ આમાં જોડાણા છે. એનો પણ અમે ખૂબ આનંદ છે. નવયુગલ ઉપર ઠાકરનાં આશિર્વાદ રહે તેવા આશિર્વાદ.Vlcsnap 2018 02 21 12H13M50S204

ટ્રસ્ટના સભ્ય અંજનાબેન ચાવડાએ ‘અબતક’ને જણાવ્યું કે પહેલીવાર સમૂહ લગ્નનું આયોજન થયું છે. આ પ્રસંગે અમારા સમાજનો ખૂબજ સાથ સહકાર મળ્યો છે. અને બધાએ તેને આવકાર્યો છે. આવો જ પ્રતિસાદ અને સાથ સહકાર મળે અને ભગવાન સૂર્યનારાયણની કૃપાથી આવતા વર્ષે વધુ દીકરીઓનાં સમૂહ લગ્ન યોજાય. અન્ય આમંત્રીતોએ પણ જણાવ્યું કે રાજકોટના આંગણે પ્રથમ વાર સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

Vlcsnap 2018 02 21 12H08M51S30

કેટલા વર્ષથી અમે જોઈ રહેલ આ સ્વપ્ન આજે સાકાર થયું છે. આજે આ સમૂહ લગ્નમા બહારગામથી ડાયરો બોલાવવામાં આવ્યો છે. પ્રથમ વખત જ આયોજન થયું છે. અને બધાનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અમારી શુભેચ્છા એવી છે કે આવતા વર્ષે ૫૧ દિકરીઓના સમૂહ લગ્નનું આયોજન થાય અને કાઠી ક્ષત્રીય સમાજનો ગર્વ વધે એવી ઈચ્છા વ્યકત ક‚ છું આજે છ મહિના મહેનતનું ઉજળુ પરિણામ આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.