Abtak Media Google News

સુરત સમાચાર

સુરતના ગ્રામ્ય એસઓજીને મોટી સફળતા મળી છે . કામરેજ પોલીસ સ્ટેશનના કઠોર ગામ સીમ વિસ્તારમાં આવેલ હોટલમાંથી MD ડ્રગ્સ સાથે ત્રણ ઇંસમો ઝડપાયા છે . પોલીસના હાથે પકડાયેલા આરોપીમાં વસીમ , વિશાલ પાટીલ અને મયુર ગઢવીનો સમાવેશ થાય છે.  પોલીસે માલ આપનારા સાદિક ઉર્ફે લાલો શેખ અને શૈલેષ માંગુકિયાને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ઇસમો પાસેથી 96.18 ગ્રામ MD ડ્રગ્સ  જેની કિંમત 9,61,800 થાય છે તે જપ્ત કરાયું છે . પોલીસે નેશનલ હાઈવે 48 પર આવેલી  હોટલના કમ્પાઉન્ડમાં તેમજ હોટલના 111 તેમજ 113 નંબરના રૂમમાંથી આરોપીને ડ્રગ્સ સાથે ઝડપી પાડયા છે .

Advertisement

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.