Abtak Media Google News

સુરતમાં પી.પી.સવાણી પરિવાર અને કિરણ જેમ્સના લખાણી પરિવાર દ્વારા આયોજિત પિતાવિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહમાં આજે બીજા દિવસે 136 દીકરીઓને પિતૃત્વની હૂંફ પુરી પાડીને પિતા વિહોણી દીકરીઓના માથે હાથ મૂકી એમની જવાબદારી ઉપાડી લીધી છે. સતત નવમાં વર્ષે યોજાયેલા લગ્ન સમારોહમાં પી.પી.સવાણી અને લખાણી પરિવાર દ્વારા આયોજિત બે દિવસના લગ્ન સમારોહમાં 271 જેટલી દીકરીઓને વિદાય આપવામાં આવી હતી.

સમગ્ર ઉપક્રમના પ્રણેતા પી પી સવાણી ગ્રુપના મહેશ સવાણીએ જણાવ્યું નાત, જાત, પ્રદેશના સીમાડા દૂર કરી અમારા આંગણે બે દિવસમાં 11 રાજ્ય, નેપાળની એક દીકરી સહીત 35 જેટલી જ્ઞાતિઓની દીકરીઓ પરણી છે. પિતા વિનાની દીકરી અને એના પરિવારની ગરીબી જોઈને અમને આ કાર્ય કરવાની પ્રેરણા મળી છે. અમે પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓનું એક સંગઠન બન્યું છે અને એકતાનું એક મોટું ઉદાહરણ છે. ઈચ્છા પ્રબળ હોય તો સમાજસેવા ખૂબ જ સરળ છે. સેવા એ જ જીવનની શ્રેષ્ઠ ખુશ્બુ છે. મહેશભાઈ એ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આવતા વર્ષે પણ આવી જ લગ્ન કરીશું અને એનું નામ “ચૂંદડી મહિયરની” હશે.

Whatsapp Image 2019 12 21 At 10.34.25 Pm 1
રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, દીકરીઓને સાસુ-સસરા પ્રેમભાવથી વહુ નહિ પણ દીકરીની જેમ કુટુંબમાં પ્રેમભાવથી સમાવી લેવા આહવાન કર્યું હતું. એમણે સવાણી અને લખાણી પરિવારના ઉમદા કાર્યને બિરદાવ્યું હતું.

સુરતના પોલીસ કમિશ્નરશ્રી આર બી બ્રહ્મભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીનું કન્યાદાન કરી જમાઈઓને હેલ્મેટનું વિતરણ કર્યું હતું

બે દિવસમાં પરણેલી તમામ દીકરીઓને પી પી સવાણી અને કિરણ જેમ્સના લખાણી પરિવારએ કરિયાવર આપ્યું જ છે. સાથે જ તમામ દીકરી અને જમાઈનો બે-બે લાખનો એક્સીડંટ વીમો ઉતરાવ્યો છે. દરેક દીકરીને રાજ્ય સરકારની ‘કુંવરબાઇ નું મામેરું’ અને ‘સાતફેરા સમૂહલગ્ન’ની સરકારી સહાયનો લાભ અપાવ્યો છે.

Whatsapp Image 2019 12 21 At 10.34.33 Pmકાર્યક્રમની શરૂઆતમાં મિતુલ મહેશ સવાણીએ તમામ મેહમાનોનું સ્વાગત કર્યું હતું. સવાણી અને લખાણી પરિવારના સભ્યોએ ઉપસ્થિતિ મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કર્યું હતું. આજના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્યો હર્ષ સંઘવી, પ્રતાપ દુધાત, સાથે સમાજના અગ્રણીઓ કાનજીભાઈ ભાલાળા, અનુભાઈ તેજાણી, નિલેશભાઈ ધુલેશીયા, અરવિંદભાઈ ધડુક, ચંદ્રવદન પીઠાવાલા, સુરેશભાઈ લખાણી, બટુકભાઈ મોવલિયા સહિતના સામાજિક, રાજકીય આગેવાન સાથે અનેક સનદી અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાલગ્ન સંમારોહની સાથે સાથે
– રાજકોટ – મુંબઈના રિઝવાનભાઈ આડતીયાએ 10 દીકરીઓને ડ્રો દ્વારા પસંદ કરી સિંગાપુર – મલેશિયાની હનીમુન ટુર ભેંટ કરી હતી
– સુરતના કેપ્ટન નયુમ સૈયદ દ્વારા ૩૦ દીકરીઓને હેલીકોપ્ટર દ્વારા સુરત દર્શનની ભેંટ આપી હતી.
– ડ્રો સિવાયની તમામ દીકરીઓને પી પી સવાણી અને કિરણ જેમ્સના લખાણી પરિવાર દ્વારા કુલ્લુ-મનાલીના પ્રવાસે મોકલવામાં આવશે
– બે દિવસમાં પરણેલા તમામ જમાઈને હેલ્મેટ ભેંટ આપવામાં આવ્યું હતું
– તિલક તુલસીનો છોડ દરેક દીકરી અને સાસરિયાને પ્રતિક રૂપે અર્પણ કર્યું હતું
– ‘ગર્ભ સંસ્કાર’ની માહિતી આપતું પુસ્તક દરેક દીકરીને ભેંટ આપવામાં આવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.