Abtak Media Google News

એક બિલીપત્રમ્ એક પુષ્પમ્ એક લોટા જલ કી ધારા દયાલુ રીજ દેતે હૈ ચંદ્રમૌલી ફલ ચાર

નિર્મલ જલ, બિલ્લીપત્ર પાન ,વનવગડામાં ઉગતો આંકડો, ધતુરા ,ભાંગ ,સુગંધ ફેલાવતા કપૂર ,સંજીવની દૂધ, ચોખા, ચંદન ,ભસ્મ અને રૂદ્રાક્ષ નો પૂજામાં ઉપયોગ ભોળાનાથને રીઝવી દેનાર મનાય છે

ભગવાન ભોળાનાથ તાત્કાલિક પસંદ થનાર દેવ તરીકે જાણીતા છે આથી જ તેમને આશુતોષ કહેવામાં આવે છે તમને ખબર છે ભગવાન શિવને અગિયાર એવી સામગ્રી અર્પણ કરવાથી ભોળાનાથ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે ભગવાન શિવને અગિયાર વસ્તુ ખૂબ જ ગમે છે .પાણી બિલ્વપત્ર આંકડો ધતુરા ભાંગ કપૂર દૂધ ચોખા ચંદન ભસ્મ અને રુદ્રાક્ષ ભોળાનાથને ખૂબ પસંદ છે

પાણી :શિવપુરાણમાં દર્શાવાયું છે કે ભગવાન શિવ સ્વયમ પાણી છે શિવ પર પાણી ચડાવવાના મહત્વ સમુદ્રમંથનની કથા સાથે જોડાયું છે અગ્નિ જેવા ઝેર પીધા પછી શિવનું ગળું લીલા રંગનું થઈ ગયું હતું ઝેર ના પ્રકોપ ને શાંત કરવા માટે શિવને પાઠક આપવા માટે સમસ્ત દેવી દેવતાઓએ તેમને પાણી અર્પણ કર્યું હતું આથી જ શિવપૂજામાં પાણીનું , મહત્વ છે

બિલ્લવ પત્ર:ભોળાનાથના ત્રિનેત્ર નું પ્રતીક ગણાય છે ત્રણ પાન વાળું પત્ર શિવજીને ખૂબ જ પસંદ છે શિવ પૂજામાં પત્ર નું સ્થાન પ્રથમ છે ઋષિઓ કહેતા હતા કે બિલ્વપત્ર ભોલે ભંડારી ને ચડાવો તો એક કરોડ ક્ધયાઓના ક્ધયાદાન જેવું પુણ્ય મળે છે

આંકડો: પ્રકૃતિમાં પ્રકૃતિમાં આંકડાનું વનસ્પતિ અને ઔષધી બહુ મૂલ્યો રહેલું છે શાસ્ત્રો મુજબ શિવ પૂજામાં એક આંકડાનું ફૂલ ચડાવવા નું પુણ્યસુવર્ણ દાન નું ફળ આપે છે

ધતુરો:ધતુરો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે આ પાછળ પૌરાણિક અને ધાર્મિક કારણ બતાવ્યું છે સાથે સાથે વૈજ્ઞાનિક આધાર પણ છે ભગવાન શિવને કૈલાશ પર્વત પર રહેતા હતા જે ખૂબ જ ઠંડો પ્રદેશ હોય જ્યાં એવો ખોરાક અને ઔષધ ની જરૂરત પડે જે શરીરને ઉર્જા આપે ધતુરા નું સપ્રમાણ સેવન કરવામાં આવે તો તે કામ કરે અને શરીર અંદરથી ગરમ રાખે છે આંકડા અંગેના ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો દેવી ભાગવત પુરાણમાં જણાવ્યું છે કે શિવજીએ જ્યારે સાગર મંથન પૂરું કરીને બહાર નીકળ્યા ત્યારે તેમણે હળાહળ 20 પી લીધું હતું ખૂબ જ અત્યારે અશ્વની કુમારોએ ભાગ ધતુરા વેલ સહિતની ઔષધીઓથી શિવજીને શાતા અપાવી હતી આ સમયથી શિવજીને  ધતુરા પ્રિય બની ગયા છે

ભાંગ:ભાંગ શિવને પ્રિય છે શિવ હંમેશા ધ્યાન મગ્ન રહેશે ભાંગધ્યાન કેન્દ્રિત કરવામાં મદદગાર થાય છે તેનાથી શિવ હંમેશા પરમાનંદમાં રહે છે સમુદ્રમંથનમાં નીકળેલું ઝેર સંસારની સુરક્ષા માટે શિવજીએ ગળે ઉતારી લીધું હતું ત્યારે શિવજીને દવા તરીકે ભાંગ આપવામાં આવી હતી ત્યારથી શિવ ને ભાંગ ચઢાવવામાં આવે છે

કપૂર: ભગવાન શિવનું પ્રિય મંત્ર “કપૂર ગોર કરુણાવતાર”એટલે કે જે કપૂર જેમ ઉજવળ સુગંધી વાતાવરણ ને શુદ્ધ અને પવિત્ર બનાવે છે ભગવાન ભોળાનાથને આ સુગંધ ખૂબ જ ગમે છે કપૂર શિવ પૂજા માટે અનિવાર્ય બનાવવામાં આવ્યું છે

દૂધ: શ્રાવણ મહિનો વર્ષાઋતુ નો મહિનો ગણવામાં આવતો હોવાથી વરસાદમાં દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ગુણકારી ના બદલે હાનિકારક થઈ જાય છે આ માટે શ્રાવણ માસમાં દૂધનું સેવન કરવાના બદલે આ દૂધ શિવને અર્પણ કરવાનું શાસ્ત્રોમાં જણાવ્યું છે

ચોખા: ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે અક્ષતનો અર્થ થાય છે જે તૂટે નહીં તેને અક્ષત કહેવાય છે તેનો રંગ સફેદ હોય છે પૂજામાં અક્ષત નો ઉપયોગ અનિવાર્ય બનાવ્યું છે કોઈ પણ પૂજન સમયમાં ગુલાલ હળદર અબીલ અને કંકુ અર્પણ કર્યા પછી અક્ષત ચડાવવામાં આવે છે અક્ષત ન હોય તો શિવ પૂજા અધૂરી રહે છે ત્યાં સુધી કે પૂજામાં આવશ્યક કોઈ સામગ્રી ઉપલબ્ધ ન હોય તો તેના બદલે ચોખા ચલાવવામાં આવે છે

ચંદન:ચંદનનો સંબંધ શીતળતા સાથે છે ભગવાન શિવ મસ્તક પર ચંદનનું ત્રિપુણ લગાવતા હતા ચંદન નો ઉપયોગ હવનમાં થાય છે અને તેની સુગંધથી વાતાવરણ ખીલી ઉઠે છે શિવજીને ચંદન ચલાવનારનું સમાજમાં માન સન્માન વધે છે .

ભસ્મ: ભસ્મ નો અર્થ પવિત્ર સાથે જોડાયેલું છે એ પવિત્રતા જે ભગવાન શિવે એક મૂર્ત વ્યક્તિ ની બળેલી ચિતામાંથી શોધી હતી અને પોતાના તન પર લગાવીને પવિત્રતાને સન્માન આપ્યું હતું કહેવાય છે કે શરીર ભસ્મ લગાવીને ભગવાન શિવ પોતાને મૂર્ત વ્યક્તિ ના આત્મા સાથે જોડે છે તદ અનુસાર મૃત્યુ પછી મૂર્ત વ્યક્તિ ના અગ્નિસંસ્કાર પછી વધેલી રાખ માં તેના જીવનનું કોઈ પણ  કણબાકી રહેતું નથી રાખમાં તેના જીવનના દુ:ખ સુખ બુરાઈ સારો સહિતના કોઈ ગુણ રહેતા નથી માત્ર મૃતદેહની રાખને પવિત્ર માનવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારના ગુણ કે અવગુણ ન હોય તેવી રાખ ભગવાન શિવ પોતાના સ્તન ઉપર લગાવીને સન્માનિત કરે છે એક કથા એવી પણ છે કે પત્ની સતી એ જ્યારે સ્વયં ને અગ્નિના હવાલે કરી દીધી ત્યારે ક્રોધિત શિવે તેની ભસ્મને પત્નીની આખરી નિશાની માનીને પણ પોતાના શરીરને લગાવી દીધી હતી જેથી સતી ભસ્મના કણો  ના રૂપમાં હંમેશા તેમની સાથે રહે

રુદ્રાક્ષ:ભગવાન શિવે રુદ્રાક્ષની ઉત્પત્તિની કથા પાર્વતીજીને કહ્યું હતું એક સમયે ભગવાન શિવે હજાર વર્ષ સુધી સમાધિ લગાવી હતી સમાધિ પૂર્ણ થયા પછી જ્યારે તેમનું મન જગતમાં પુન આવ્યું ત્યારે જગતના કલ્યાણની કામના સાથે મહાદેવ એ પોતાની આંખ બંધ કરી અરે તેમની આંખમાંથી અશ્રુનું એક ટીપું જમીન ઉપર પડ્યું અને તેમાંથી રુદ્રાક્ષનું વૃક્ષ ઉત્પન્ન થયું અને શિવની ઈચ્છાથી ભક્તોના કલ્યાણ માટે સમગ્ર સંસારમાં ફેલાઈ ગયા આ વૃક્ષો પર જે ફળ આવ્યા તેને રુદ્રાક્ષ કહેવામાં આવ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.