Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV – રાજકોટ રાજપથ લી.દ્વારા ગત તા.૨૧/૧૧/૨૦૨૨ થી તા.૨૭/૧૧/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે
૧. સિટી બસ સેવા જનરલ આપવામાં આવે છે. રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૭ રૂટ પર૧૧૫સિટી બસ દ્વારાપરિવહન સેવાપુરી પાડવામાં આવે છે. સિટી બસ સેવા (RMTS)માંતા.૨૧ નવેમ્બરથી તા.૨૭ નવેમ્બર દરમિયાન કુલ અંદાજીત૯૦,૩૮૭કિ.મી.ચાલેલ છે. તથા કુલ ૧,૮૩,૦૯૬ મુસાફરો દ્વારા સીટી બસ સેવાનો લાભ લેવામાં આવ્યો હતો.

સિટી બસમાં થયેલ કામગીરી:-

સિટી બસના બસ સ્ટોપ તથા પીકઅપ સ્ટોપનું જરૂરિયાત મુજબનું રીપેરીંગ તથા નાગરીકોની જાણકારી હેતું તેના પરટાઇમ ટેબલ અધ્યતન કરવાનું કાર્ય ચાલુ છે.

સિટી બસમાં થયેલ દંડનીય કાર્યવાહી

સિટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ ૪,૧૭૫કિ.મી. ની પેનલ્ટી મુજબ ૧,૪૬,૧૨૫ની પેનલ્ટી કરવામાં આવેલછે. સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ ૧૨,૭૦૦નીપેનલ્ટી આપવામાં આવેલી છે.

૧૨ કંડક્ટરને કરાયા ટેમ્પરરી સસ્પેન્ડ

સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા માટે ૧૨ કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવેલ તથા ૦૧કંડક્ટરને કાયમી ધોરણે સસ્પેન્ડકરવામાં આવ્યા છે. ચેકીંગ દરમિયાન કુલ ૧૩ મુસાફરો ટીકીટ વગર મુસાફરી કરતા ઝડપાયા જેમાં તેમની પાસેથી ૧૪૩૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

૨. BRTS બસસેવાની કામગીરી

· રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને BRTS રૂટ પર કુલ ૧૮BRTS બસ દ્વારા પરિવહન સેવાપુરી પાડવામાં આવે છે. બી.આર.ટી.એસ. બસ સેવામાં ૨૧ નવેમ્બરથી તા.૨૭ નવેમ્બર દરમિયાન ૫૮,૭૫૧ કિ.મી.ચાલી તથા કુલ ૧,૮૪,૫૪૬ મુસાફરો દ્વારા તેનો લાભ લીધો હતો.

BRTS બસમાં થયેલ દંડનીય કાર્યવાહીઓ:-

BRTS બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરીટી પુરા પાડતી એજન્સી રાજ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ!.૧,૬૦૦ની પેનલ્ટી કરવામાં આવેલ છે. સિટી બસ સેવામાં ટીકીટ વગર મુસાફરી કરવી એદંડને પાત્ર બને છે. તેમજ સિટી બસ (RMTS) અને BRTSબસ સેવામાં મુસાફરી કરતાં પેસેન્જર દ્વારામુસાફરી દરમ્યાન પોતાની ટીકીટ મેળવી લેવાની જવાબદારી થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.