Abtak Media Google News

અબતક, અમદાવાદ

Advertisement

ગુજરાત શિક્ષણ બોર્ડની આગામી બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ કરી દેવાઈ છે.જે અંતર્ગત ધો.૧૦ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર થયા બાદ ૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની તારીખો પણ જાહેર કરી દેવાઈ છે.ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કર્યા મુજબ ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાના ફોર્મ ૨૫મી નવેમ્બરથી ભરાશે અને ૧૨ સા.પ્રની બોર્ડ પરીક્ષાના ૨૨ નવેમ્બરથી ભરાશે.

સાયન્સના ફોર્મ ભરવાની મુદ્દત ૨૪ ડિસેમ્બર સુધી રાખવામા આવી છે,જ્યારે સા.પ્ર.ના ફોર્મ ભરવાની મુદ્ત ૨૧ ડિસેમ્બર સુધી રખાઈ છે.નિયમિત,ખાનગી અને રીપિટર સહિતના તમામ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાશે. સ્કૂલો ખાતેથી જ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે.૧૨ સાયન્સ અને સા.પ્ર.બંનેમાં નિયમિત સહિતના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી ગત વર્ષ જેટલી જ છે.માર્ચમાં બોર્ડની પરીક્ષા લેવામા આવનાર છે.

 ધો.૧૦માં નિયમિત વિદ્યાર્થીઓ માટે રૂ.૩૫૫, ધો.૧૨ સાયન્સમાં
૬૦૫ અને સા.પ્ર.માં ૪૯૦ રૃપિયા ફી ભરવી પડશે

ગુજરાત શિક્ષણ બોર્ડની માર્ચમાં લેવાનારી ધો.૧૦-૧૨ની પરીક્ષા અંતર્ગત ફોર્મ ભરવાની પ્રક્રિયા દર વર્ષે દિવાળી પહેલા શરૃ થતી હોય છે પરંતુ કોરોનાને લીધે ગત વર્ષ બાદ આ વર્ષે પણ મોડી શરૃ થતા ૨૨મી નવેમ્બરથી ધો.૧૦ના ફોર્મ ભરવાનું શરૃ થશે.સ્કૂલોએ વિદ્યાર્થીઓને બોલાવીને ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે અને ૨૧ ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની મુદત આપવામા આવી છે.ખાનગી,રેગ્યુલર અને નિયમિત સહિતના તમામ વિદ્યાર્થીઓનો ફોર્મ ભરાશે.

બોર્ડ દ્વારા ધો.૧૦,૧૨ સા.પ્ર અને ૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાના ફોર્મની ફી પણ જાહેર કરવામા આવી છે.જો કે ગત વર્ષ જેટલી જ ફી રાખવામા આવી છે.ફી વધારો કરાયો નથી.ધો.૧૦માં નિયમિત વિદ્યાર્થીઓ માટે ૩૫૫,૧૨ સાયન્સમાં ૬૦૫ અને ૧૨ સા.પ્ર.માં ૪૯૦ રૃપિયા ફી છે.દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ફી ભરવામાંથી મુક્તિ છે. ધો.૧૨ સાયન્સ અને ૧૨ સા.પ્ર.ની બોર્ડ પરીક્ષાન ફોર્મ ભરવાની તારીખ પણ થોડા દિવસોમાં જાહેર કરાશે. આ વર્ષે બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.