Abtak Media Google News

પોલીસ ડિપાર્ટમેન્ટમાં વિશિષ્ટ અને પસંશનીય કામગીરી બદલ દર વર્ષે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના રોજ જુદા જુદા મેડલ માટે પસંગી કરવામાં આવે છે. 26 જાન્યુઆરી પૂર્વે કેન્દ્રીય ગૃહ મંત્રાલય ગુજરાતના 12 પોલીસ કર્મચારી સહિત દેશના 901ને રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી પામ્યાની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બચાવી ચુકેલા અનુપમસિંહ ગેહલોત અને એટીએસના ડીએસપી કે.કે.પટેલ સહિત 14ની રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી થતા મેડલ માટે પસંદગી પામેલા પોલીસ અધિકારીઓ પર અભિનંદન વર્ષા થઇ રહી છે.

દેશમાં 901 પોલીસ કર્મીને ચંદ્રક અપાશે:

140ને વિરતા, 93ને વિશિષ્ટ સેવા અને 668ને મેરિટોરીયલ મેડલ અર્પણ કરાશે

રાજકોટના તત્કાલિન પોલીસ કમિશનર અને સીઆઇડી આઇબીમાં ફરજ બજાવતા અનુુપમસિંહ ગેહલોત અને એટીએસના ડીએસપી કે.કે.પટેલને વિશિષ્ટ સેવા બદલ જ્યારે અમદાવાદના જેસીપી ગૌતમકુમાર પરમાર, સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી પ્રતિક્ષા રાઠોડ, દાહોદના ડીએસપી જીતેન્દ્રસિંહ દિલીપસિંહ વાઘેલા, નડીયાદના હથિયારધારી એકમના પ્રદ્યુમનસિંહ વાઘેલા, સુરત ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભાવેશ રોજીયા, રાજકોટ રુલરના હેડ કોન્સ્ટેબલ બાલકૃષ્ણ ત્રિવેદી, બનાસકાંઠાના આર્મ્ડ એએસઆઇ ઝુલફીકરાલી ચૌહાણ, અમદાવાદના એએસઆઇ ભગવાનભાઇ રાંજા, એએસઆઇ કિરિટસિંહ રાજપૂત, હેડ કોન્સ્ટેબલ અજયકુમાર સ્વામી, આણંદના એએસઆઇ હિતેશકુમાર પટેલ અને સુરત આઇબીના યુવરાજસિંહની રાષ્ટપિત ચંદ્રક માટે પસંદગી પામ્યા છે. વિશિષ્ટ અને રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પામેલા પોલીસ અધિકારી અને હેડ કોન્સ્ટેબલ સહિતના  સ્ટાફને અભિનંદન વર્ષા થઇ રહી છે.

એલ.સી.બી.ના હેડ કોન્સ.બાલકૃષ્ણ ત્રિવેદીને પોલીસ મેડલ એનાયત

વર્ષ-2001માં પો.કોન્સ તરીકે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પડધરી માળીયા મિયાણા, જી.ઇ.બી. પોલીસ સ્ટેશન, તથા એ.ટી, એ.એસ., આર.ટી.આઇ.સેલ તેમજ પેરોલ ફર્લો સ્કોડ અને એલ.સી.બી.માં ફરજ બજાવતા બાલકૃષ્ણ ત્રિવેદીને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો છે

તેમને પોતાની રર-વર્ષની સર્વિસ દરમ્યાન-રર1 ઇનામ મેળવેલ જેમાં નાસતા ફરતા આરોપી પેરોલ જમ્પ, લુંટ-ધાડ, અપહરણના ગુન્હાઓના ડીટેકશનમાં મહતમ યોગદાન આપેયુ છે.જેથી આ અદભૂત કામગીરીને ધ્યાને લઇ તેઓને મેડલ એનાયત કરવામાં આવ્યું છે.બાલકૃષ્ણ ત્રિવેદીએ તેમની ફરજ દરમ્યાન 20થી વધુ આજીવન કેદના પેરોલ જંપ કરેલા કેદીઓને પકડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.