Abtak Media Google News

જાણીતા શેફ હિના ગૌતમ અને અમી ગણાત્રા મોરજરીયા કલબની સભ્ય બહેનોને અવનવી વાનગી બનાવતા શીખવશે

રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા આગામી ૧૪મીએ પારસ હોલ ખાતે ૨:૩૦ કલાકે કુકીંગ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા શેફ હિનાબેન ગૌતમ અને અમીબેન ગણાત્રા મોરજરીયા કલબની સભ્ય બહેનોને અવનવી વાનગી બનાવતા શીખવશે.

રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા સભ્ય બહેનો પોતાના ઘરે હોટલ જેવી રસોઈ બનાવી શકે તેમજ પરિવારનું સ્વાસ્થ્ય જાળવી શકે તે હેતુથી આગામી ૧૪મીએ પારસ હોલ ખાતે બપોરે ૨:૩૦ કલાકે શેફ હિના ગૌતમ અને અમી ગણાત્રા મોરજરીયાનો કુકીંગ શો યોજાનાર છે. હિના ગૌતમ મેકસીકન લઝાગના, લેયર્ડ ડીપ, કયુ સાડીલાસ, બ્લેક બીન ટાકોઝ, મેકસીકન મીનીબન્સ જેવી વિવિધ વાનગીઓનું લાઈવ ડેમોટ્રેશન આપશે.

આ ઉપરાંત અમી ગણાત્રા મોરજરીયા વિવિધ ચાટ જેવી કે પાલક કરારી, ક્રિસ્પી, ચાટ ફ્રુટ પાણીપુરી તેમજ સ્ટાર્ટરમાં ઓરીયેન્ટ બાસ્કેટ, ભાજી પોટલી અને મોકટેલ ફ્રુટ જેવી અનેક વાનગીઓનું લાઈવ ડેમોટ્રેશન આપશે. આ ઉપરાંત સ્મીત પ્રતિક મહિલા મંડળના સભ્યો-બહેનો દ્વારા આવતીકાલે ૪:૦૦ વાગ્યે ભગવાન ભુવન વાડી ખાતે વિવિધ જનરલ નોલેજની ગેમ્સ અને લકકી ડ્રો રાખવામાં આવ્યો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે કલબના પ્રમુખ પ્રફુલ્લાબેન મહેતા, ચેરમેન બિંદુબેન મહેતા, ઉપપ્રમુખ મીનાબેન વસા, સેક્રેટરી ઈન્દીરાબેન, વાઈસ ચેરમેન જીજ્ઞાબેન વખારીયા, દર્શના મહેતા, દિનાબેન મોદી, નીતાબેન મહેતા, પ્રિતીબેન ગાંધી, કલ્પનાબેન પારેખ, અલ્કાબેન ગોસાઈ, જયશ્રીબેન ટોળીયા, સરોજબેન આડેસરા જહેમત ઉઠાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.