Abtak Media Google News

જાપાનમાં એક મહિલા રીપોર્ટર સતત ૧૫૯ કલાક સુધી ઓવર ટાઇમ કરતા તેનુ મોત નિપજ્યુ હતું પત્રકારત્વ એક એવુ ફીલ્ડ છે કે જેમાં સતત દોડધામ રહેતી હોય છે પરંતુ આ દોડધામ મહિલાના મોતનું કારણ બની ગયું હતું.

જાપાનમાં વધુ પડતા કામનું કલ્ચર છે અને તેને દુર કરવા અનેક ઝુંબેશ પણ ચાલી રહી છે ત્યારે મહિલા પત્રકારની બાબતે જાણવા મળ્યુ હતુ કે તેને બે જ દિવસની રજા મળી હતી અને જ્યારે તેની લાશ મળી હતી તે સમયે તેના હાથમાં ફોન હતો.

આ સમગ્ર મામલો ૨૦૧૩નો છે મિવા નામની આ પત્રકાર પોલિટીકલ ન્યુઝ કવર કરતી હતી. મિવાના મોતના એક વર્ષ પછી જાણવા મળ્યુ કે તેની મોતનું કારણ વધુ પડતા કામ કરવાથી થયુ હતું. જાપાનમાં આ મામલો એટલા માટે પ્રકાશમાં આવ્યો કે મિવાના માતા-પિતાએ વધુ પડતુ કામ કરવાની પ્રવૃતિને ખત્મ કરવાની એક ઝુંબેશ ચલાવી છે.

મિવા જે ચેનલમાં કામ કરતી હતી તે ચેનલે પણ જાપાનના વધુ પડતા કામ કરાવવાના કલ્ચર સામે જોરદાર વિરોધ કરી અભિયાન ચલાવ્યુ હતું.

૨૦૧૩માં જાપાનની ટોકીયો વિધાનસભામાં ચુંટણી થઇ રહી હતી અને તે માટે આકરી મહેનત કરતા ચુંટણીના ત્રણ દિવસ બાદ તેનુ મોત નીપજ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.