Abtak Media Google News

વિશ્ર્વમાં અસંખ્ય મ્યુઝિયમસ્ આવેલા છે જેમાં ઐતિહાસિક ચિજ-વસ્તુઓને ખુબ માવજત સો પ્રદર્શનમાં રાખવામાં આવતી હોય છે પરંતુ ભારતમાં એક એવું મ્યુઝિયમ છે જે માત્રને માત્ર ડોલ્સ માટેનું મ્યુઝિયમ છે. રોટરી કલબ ઓફ મિટટાઉન ડોલ્સ મ્યુઝિયમની સપના ૨૦૦૪-૦૫ની સાલમાં કરવામાં આવી હતી અને લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. Vlcsnap 2018 02 12 13H39M35S154

Advertisement

આ ડોલ્સ મ્યુઝિયમમાં લગભગ ૧૬૦૦ જેટલી અલગ-અલગ પ્રકારનીઢીંગલીઓને રાખવામાં આવી છે. આ દરેક ઢીંગલીઓ અલગ-અલગ દેશની છે. અહીં કોઈપણ ઢીંગલીને ખરીદવામાં આવી ની બલકે ગીફટ કરવામાં આવી છે. આ ઢીંગલીઓની સજાવટ એ રીતે કરવામાં આવી છે કે તેને જોઈને લોકો મંત્રમુગ્ધ ઈ જાય છે.

આ મ્યુઝિયમની ખાસ વિશેષતા એ છે કે અહીં જેટલી પણ ડોલ્સ ગીફટ કરવામાં આવી છે તેનો પોતાનો આગવો ઈતિહાસ છે. અહીં રાખવામાં આવેલી અમુક ડોલ્સ તો ૧૦૦ વર્ષી પણ વધુ જુનો ઈતિહાસ ધરાવે છે. તમામ ડોલ્સને મ્યુઝિયમના પોતાના ઈન્ટીરીયલ દ્વારા અનોખી રીતે સજાવવામાં આવી છે. અમુક ડોલ ઘણી રમીયાળ તો અમુક ડોલનું પોતાનું અલગ ‚પ રંગ છે. આ પ્રકારનું મ્યુઝિયમ વિશ્ર્વનું પહેલું મ્યુઝિયમ છે. જેને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સન આપવામાં આવ્યું છે. આજે વિશ્ર્વ વિખ્યાત ડોલ્સ મ્યુઝિયમ ૯૦૦૦ ચોરસ ફૂટમાં બનેલું છે. જેમાં ૧૦૮ી પણ વધુ દેશની ઢીંગલીઓ રાખવામાં આવી છે. Vlcsnap 2018 02 12 13H42M03S122

આ મ્યુઝિયમ કોઈ ગર્વમેન્ટએ બનાવેલું ની પરંતુ સામાન્ય માણસો દ્વારા બનાવવામાં આવ્યું છે. અહીં જે પણ ઢીંગલીએ રાખવામાં આવી છે એ બધી ઢીંગલીઓ સામાન્યલોકો દ્વારા અમુક, કરન્સી નોટમાંથી, વુડમાંથી, કાપડમાંથી, વાંસમાંથી, પ્લાસ્ટીકમાંથી વગેરે જેવા મટીરીયલમાંથી બનાવવામાં આવી છે. જેની કદાચ આપણે કલ્પના પણ ન કરી શકીએ. આ બધી ઢીંગલીઓ પાછળ અરિસો મુકવામાં આવ્યો છે. જેની ટોટલ ૩ડી ઈફેકટ સો નજરે પડે છે અને દરેક ડોલ જીવંત લાગે છે. ઉપરાંત દરેક ઢીંગલીઓના કબાયમાં તેના, દેશનો તિરંગો રાખવામાં અ વ્યો છે અને દરેક દેશની વિશિષ્ટતાને અનોખી રીતે દર્શાવવામાં આવી છે જેની જે તે દેશની વિશિષ્ટતાનો ખ્યાલ આવે છે. આ ડોલ્સ મ્યુઝિયમમાં ડોલ્સ સીવાય એક ઝિબ્રાને પણ મુકવામાં આવ્યો છે. રોકિંગ ઝીબ્રા તરીકે ઓળખાય છે. આ ઝીબ્રાની અંદર ટાઈમ કેપ્સુલ મુકવામાં આવી છે. જેના દ્વારા અત્યારના બાળકો શું વાંચે છે ? કેવી રીતે આ દુનિયા ચાલે છે ? વગેરે જેવી વસ્તુઓ ટાઈમ કેપ્સુલમાં મુકેલી છે. કદાચ જો ૧૦,૦૦૦ વર્ષ પછી પ્રલય આવશે અને દુનિયાનો નાશ ઈ જશે અને ફરી જયારે માનવ દુનિયાનો ઉદ્ભવ થશે. તો ખોદકામ કરી જયારે આ ઝીબ્રા મળશે ત્યારે લોકોને ટાઈમ કેપ્સુલ દ્વારા ખ્યાલ આવશે કે અહીં પહેલા કેવી દુનિયા અને લોકો વસતા હતા. આ ઝીબ્રા સોમર સેટ સીટી જે ઈગ્લેન્ડી સાઉ ઓફ લંડનમાં આવેલ છે. ત્યાના આર્ટસ્ સ્કુલના વિર્દ્યાથીઓએ તૈયાર કર્યો છે. આ મ્યુઝિયમ આવી જ અદ્ભૂત કલા, લાગણીઓ અને ગૌરવનો ભંડાર છે.Vlcsnap 2018 02 12 13H42M33S156

આ મ્યુઝિયમમાં અનેક પ્રકારના સેલીબેશન પણ કરવામાં આવે છે. જેમ કે, ચિલ્ડ્રન્સ ડે, મ્યુઝિયમનો ‘ર્બ ડે, ક્રિસમસ ડે’ વગેરે અને આ મ્યુઝિયમ દ્વારા દર વર્ષે ફ્રિ સમર કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. અહીં બાળકોને મુવી બતાવવામાં આવે છે. પપેટ શોનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત નાટકોનું આયોજન પણ કરવામાં આવે છે અને અલગ-અલગ સ્કુલો દ્વારા ગણેશ ચર્તુી નિમિત્તે તરફોર્મન્સ પણ રાખવામાં આવે છે. આ મ્યુઝિયમનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં એકતા જાગૃત કરવાનો છે અને એ સંદેશો આપવાનો છે કે આપણો દેખાવ માત્ર અલગ છે પરંતુ આપણે સૌ ઈશ્ર્વરે બનાવેલ માનવીઓ જ છીએ માટે આપણે એકબીજાની સંસ્કૃતિને માન આપવું જોઈએ. એક બીજાને આગળ વધવામાં મદદરૂપ બનવું જોઈએ.

દિપક અગ્રવાલે જણાવ્યું હતું કે, ડોલ્સ મ્યુઝિયમનો મુખ્ય હેતુ દુનિયામાં જે વિશ્ર્વ કુટુંબ સંપની જે ભાવના છે તેની પરી બનાવવામાં આવ્યું છે અને શાંતિનો સંદેશ દેવા માંગીએ છીએ અમે એકબીજાના કલ્ચરને રીસ્પેકટ આપતા શીખીએ એક બીજાની ભાવનાઓને સમજીએ તેમજ એકબીજા પ્રત્યે ભાઈચારો વધે. ડોલ્સ કી સમાજમાં બાળકો અને મોટાઓને પરંતુ ખાસ બાળકોને નાનપણી એક સમજ આવે કે આપણે ભલે રૂપમાં કે સ્વરૂપમાં એકબીજાથી અલગ છીએ ત્ર બાહ્ય દેખાવ અલગ છે પરંતુ આપણે બધા મનુષ્ય જ છીએ. ભગવાને કોઈને અલગ ની બનાવ્યા. એકબીજા માટે આપણે કાર્ય કરવું જોઈએ.

(૨૦૦૪-૦૫) ૧૦૦ વર્ષ રોટરી કલબને યા હતા અને રાજકોટ નાગરીક સહકારી બેંકને ૫૦ વર્ષ યા હતા. અરવિંદ મણીયાર જલકલ્યાણ ટ્રસ્ટ જે આ મ્યુઝિયમનું સંચાલન કરે છે અને અરવિંદભાઈ મણીયાર પુત્ર કલ્પકભાઈ એમના સહયોગી જ આ મ્યુઝિયમ શકય બન્યું છે. એ ન હોત તો આ મ્યુઝિયમ રાજકોટમાં શકય હોત જ નહીં અમે રાજકોટમાં ઘણા બધા લોકોનો સંપર્ક કર્યો ૨૦૦૦ થી ૨૦૦૪ સુધી ૪ વર્ષ સુધી કે અમે આવું એક મ્યુઝિયમ બનાવવા માંગીએ છીએ પણ અમે કલ્પકભાઈ મણીયારને એ ખબર પડી કે અમે આવું એક મ્યુઝિયમ બનાવવા માંગીએ છીએ તો એમણે કહ્યું અમે તમને ચોકકસી સપોર્ટ કરશું અને અમને ૯૦૦૦ સ્કવેરની જગ્યા કોઈ પણ ચાર્જ લીધા વગર આપી અને આ મ્યુઝિયમની અંદર જે ઈન્ટીરીયલ છે એના માટે પણ પૈસા આપ્યા આ બધુ એમના ફાઈનાન્સીયલ સ્પોર્ટના લીધે શકય યું છે.

મિનાક્ષીબેન અગ્રવાલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી અંદાજીત એક લાખ લોકો આની વિઝીટ કરી ચુકયા છે. જેમાં દેશના અને પરદેશના બંને જગ્યાના લોકો છે. લગભગ નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીના મહિનામાં અમારે ત્યાં ફોરેનના લોકો પણ આવે છે તેમજ જેમણે અમને ડોલ્સ ગિફટ કરી છે એ લોકો પણ આવતા હોય છે. અમે દર બે મહિને મ્યુઝિયમમાં અલગ અલગ પ્રવૃતિઓ કરતા હોઈએ છીએ. જેમાં જુલાઈમાં અમારા મ્યુઝિયમનો ર્બ-ડે હોય છે એ દિવસે અમે બધા બાળકો માટે ક્રીએન્ટ્રી રાખતા હોઈએ છીએ. મુવીના શો હોય છે, ઘણીવાર નાટકનું પણ આયોજન કરવામાં આવે છે. ઓગષ્ટમાં ગણેશ ચર્તુીને પણ ઉજવાતા હોઈએ છીએ જેમાં રોજ ૩ સ્કૂલ તેનું પરફોમન્સ લઈને આવે છે. જે પપેટ શો લુપ્ત ઈ ગયો છે એને અમે પાછો સજીવ કર્યો છે. નવેમ્બર મહિનામાં અમે ૧૪મી ડિસેમ્બરે બાળ દિવસની ઉજવણી કરીએ છીએ તેમજ ક્રિસમસની ઉજવણી કરીએ છીએ અને મેરેોનનું પણ આયોજન કર્યું છે.

ચેન્નઈના વિઝિટર્સે કહ્યું હતું કે, અમને ખૂબ ગમ્યું ભારતમાં આવું કંઈ છે અમે ચેન્નઈી આવ્યા છીએ ખાસ ટ્રીપ પર નિકળ્યા છીએ અને રાજકોટ આવવાનું યું તો ગુગલ કરતા પહેલું નામ ડોલ્સ મ્યુઝિયમનું હતું. ઘણું નામ સાંભળ્યું છે એટલે અમે અહીં વિઝીટ માટે આવ્યા છીએ. બધા દેશોની ઢીંગલીઓ અહીં રાખવામાં આવી છે. એનું કોલોઝ વર્ક, ઘણા વર્ષો જૂના ડેકોરેશન અને અલગ-અલગ થીમ છે. બંને ફલોરને ખુબ સારી રીતે હેન્ડલ કરવામાં આવ્યા છે. ઉપરાંત અહીંયાના જે ગાઈડ છે એનું ઈનપુટ પણ ખૂબ જ સારું છે અને અમે અહીં આવી ખૂબજ ખુશ છીએ ખુબ આનંદ યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.