Abtak Media Google News

૧.૭ થી લઈ ૩.૩ સુધીની તીવ્રતાના આંચકા નોંધાયા: તાલાલાવાસીઓમાં ફફડાટ

તમામ ૧૮ આંચકામાં સૌથી મોટો આંચકો રાતે ૩:૪૬એ નોંધાયો જેની તીવ્રતા ૩.૩ની હતી

છેલ્લા કેટલાક સમયથી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. ગત રાત્રે પણ ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં એક જ રાતમાં ૧૮ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે ૧.૧૫ કલાકથી સવારે ૮ કલાક સુધીમાં આશરે ૧૮ ભૂકંપના આંચકા આવ્યા છે. સૌથી સારી વાત તે રહી કે આ તમામ આંચકાની તીવ્રતા ખુબ ઓછી હતી. ઓછી તીવ્રતાને કારણે જાન-માલને કોઈ નુકસાન થયું નથી.

સિસમોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ રાત્રે ૧.૧૫ કલાકે ૨.૦ની તીવ્રતાનો આંચકો તલાલાથી ૧૧ કિમી દૂર,રાત્રે ૧.૪૨ કલાકે ૧.૭ની તીવ્રતાનો આંચકો તાલાલાથી ૧૧ કિમી દૂર,રાત્રે ૩.૧૧ કલાકે ૨.૨ની તીવ્રતાનો આંચકો તાલાલાથી ૧૩ કિમી દૂર, રાત્રે ૩.૪૬ કલાકે ૩.૩ની તીવ્રતાનો આંચકો તાલાલાથી ૧૨ કિમી દૂર, રાત્રે ૩.૫૫ કલાકે ૩.૨ની તીવ્રતાનો આંચકો તાલાલાથી ૧૧ કિમી દૂર, રાત્રે ૩.૫૬ કલાકે ૩.૧ની તીવ્રતાનો આંચકો તાલાલાથી ૧૨ કિમી દૂર, રાત્રે ૩.૫૮ કલાકે ૧.૮ની તીવ્રતાનો આંચકો તાલાલાથી ૧૨ કિમી દૂર, રાત્રે ૪.૦૭ કલાકે ૨.૪ની તીવ્રતાનો આંચકો તાલાલાથી ૧૩ કિમી દૂર, રાત્રે ૪.૪૪ કલાકે ૨.૯ની તીવ્રતાનો આંચકો તાલાલાથી ૧૨ કિમી દૂર, રાત્રે ૫.૨૬ કલાકે ૨.૦ની તીવ્રતાનો આંચકો તાલાલાથી ૧૧ કિમી દૂર, રાત્રે ૫.૨૭ કલાકે ૩.૧ની તીવ્રતાનો આંચકો તાલાલાથી ૧૨ કિમી દૂર, રાત્રે ૫.૨૮ કલાકે ૨.૫ની તીવ્રતાનો આંચકો તાલાલાથી ૧૧ કિમી દૂર, રાત્રે ૫.૩૫ કલાકે ૧.૦૮ની તીવ્રતાનો આંચકો તાલાલાથી ૧૨ કિમી દૂર, રાત્રે ૫.૪૦ કલાકે ૧.૪ની તીવ્રતાનો આંચકો તાલાલાથી ૧૨ કિમી દૂર, રાત્રે ૬.૦૯ કલાકે ૨.૦ની તીવ્રતાનો આંચકો તાલાલાથી ૧૨ કિમી દૂર, વહેલી સવારે ૭:૩૪ કલાકે ૩.૧ની તીવ્રતાનો આંચકો તાલાલાથી ૧૩ કિમી દૂર, સવારે ૮:૦૬ કલાકે ૧.૯ની ટિવર્તનો આંચકો તાલાલાથી ૫ કિમી દૂર, સવારે ૮:૧૨ કલાકે ૨.૧ની તીવ્રતાનો આંચકો તાલાલાથી ૧૨ કિમી દૂર નોંધાયો હતો અને તમામ આંચકા ઇસ્ટ નોર્થ ઇસ્ટ દિશામાં નોંધાયા હતા.

છેલ્લા ઘણા સમયથી સતત આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા જુનાગઢ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. તો હવે તાલાલામાં માત્ર એક રાતમાં ૧૮ જેટલા ભૂકંપના આંચકા આવ્યા છે. આ ૧૮ આંચકામાં રાત્રે ૩.૪૬ કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા ૩.૩ હતી. જે સૌથી મોટો આંચકો હતો.

જોકે તાલાલા પંથકમાં મોટા ભૂકંપની શક્યતા નહીંવત હોવાનો ઈંજછના રિસર્ચર નિષ્ણાંતોનો દાવો છે. ઈંજછના તજજ્ઞો મુજબ પાણીના સ્તરમાં ફેરફારના કારણે નાના ભૂકંપો હજુ પણ આવવાની શક્યતા છે. ભૂકંપની શક્યતાવાળા વિસ્તારોના ઝોન નક્કી કરાયા છે. જે મુજબ સૌરાષ્ટ્રનો મોટાભાગનો વિસ્તાર ઝોન-૩માં આવે છે અને ત્યાં મહત્તમ ૬ની તિવ્રતા સુધીના ભૂકંપના આંચકા આવવા સંભવ છે. અત્યાર સુધીમાં ૪.૮ સુધીની તિવ્રતાવાળા ભૂકંપના આંચકા નોંધાયા છે. સૌરાષ્ટ્રની ધરતી એ ડેક્કન વોલ્કેનિક ફ્લડ બેસાલ્ટથી ઢંકાયેલી છે એટલે કે એક પથ્થરના ટુકડા કે પ્લેટ પર નથી પણ તેમાં અનેક ફ્રેકચર્સ છે. જોકે રાહતની વાત એ છે કે કચ્છ જેવી કોઈ મોટી ફોલ્ટલાઈન નથી.

વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે આંચકા સામાન્ય હોય કોઇ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી અને આ વર્ષે વરસાદ વધુ આવવાથી જમીનમાં ભૂસ્તરનું પ્રમાણુ આવ્યું છે. જેને લઇ નાના-મોટા ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ ભૂકંપના આંચકાથી લોકોને ડરવાની જરૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.