Abtak Media Google News

જામનગરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક નો કોલ આવતા જણાવ્યું હતું કે બસ સ્ટેશન વિસ્તારમાં 35 વર્ષીય બહેરા- મૂંગા બહેન હોય તથા રડી રહ્યા હોય અને તેઓને મદદની જરૂર હોય જેની 181 માં જાણ કરેલ. કોલ આવતા અભયમ ની ટીમ તે સ્થળ પર દોડી ગઈ. જ્યાં પીડીતાબેન મદદ માટે રડી રહ્યા હોય . તેથી અભયમ ની ટીમના કાઉન્સેલર બીનલબેન વણકર અને પોલીસ કોન્સ્ટેબલ તારાબેન ચૌહાણ સહિતની ટીમ ધટના સ્થળે પહોંચી પીડિત બહેન સાથે વાત કરતા તેઓ સાંભળી અને બોલી શકતા ન હોય તેવું જણાયું તેથી તેઓની સાથે અશાબ્દિક કમ્યુનિકેશનથી તેઓની સમસ્યા જાણી જેમાં પીડીતાબેન ને સાસરી પક્ષમાંથી મારકુટ કરીને ઘરેથી બસમાં બેસાડી દીધેલ અને તેઓના હાથમાં પોતાનું એડ્રેસ લખેલ ત્યારબાદ પીડિતા બેને જણાવેલ કે તેઓ ને લગ્ન જીવનને 10 વર્ષ જેટલો સમય થયેલ છે.

જેમાં સંતાન માં બે બાળકો છે (દિકરી અને દિકરો) પીડીતાબેન પાસેથી સસરા નો ફોન નંબર નીકળતા તેઓ પાસેથી  પરિવારનું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર લઈ તેઓ સાથે વાતચીત કરી તેમજ પીડીતાબેન ને તેઓના પિયરમાં જવું હોય તેથી માતા અને ભાઈ ભાભી એમ પરિવાર સાથે મિલન કરાવતા પીડીતાબેન ને હાસકારો અનુભવ્યો અને પરિવારજનોએ 181 ટીમનો આભાર માન્યો આમ એક મૂક-બધિર બહેને અશાબ્દિક કોમ્યુનિકેશન દ્વારા સફળ કાઉન્સિલિંગ કરી. પરિવાર સાથે મિલન કરાવ્યું.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.