Abtak Media Google News

શ્રાવણ માસના પ્રારંભની પૂર્વ સંઘ્યાએ

ભીડભંજન મહાદેવ, કાશી વિશ્ર્વનાથ, પ્રતાપેશ્ર્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં રંગબેરંગી રોશની

છોટી કાશી ના ઉપનામ થી પ્રચલિત એવા જામનગર શહેરમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે શ્રાવણ માસ ના પ્રારંભની પૂર્વ સંધ્યાએ ગઈકાલે પરસોતમ મહિનાના અમાસના દિવસે જ શહેરના અનેક શિવાલયમાં ઝળહળતી રોશની કરવામાં આવી હતી, અને રંગબેરંગી રોશની થી છોટીકાશીના અનેક શિવાલયો દીપી ઊઠ્યા છે.

 જામનગરની મધ્યમાં આવેલું ભીડભંજન મહાદેવનું મંદિર કે જેને ખાસ ત્રિરંગા કલરની લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે, અને હાલ આઝાદી નો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સ્વાતંત્ર પર્વની ઉજવણીને અનુલક્ષીને શિવાલય પર ત્રિરંગા રોશની નો ઝગમગાટ જોવા મળ્યો હતો. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભીડભંજન મહાદેવ મંદિર રોશની થી ઝળહળતું રહેશે. ઉપરાંત મંદિર પરિસરને ધજા-પતાકા પણ સજ્જ કરવામાં આવ્યું છે, અને શિવભક્તોને દર્શન માટેની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તેમજ ચારેય પ્રહર ની મહા આરતી કરવામાં આવી રહી છે.

ઉપરાંત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પણ અમાસના દિવસથી રોશની શરૂ કરી દેવામાં આવી હતી, અને શિવાલય રંગબેરંગી લાઇટોથી જળહળી ઉઠ્યું છે. આ ઉપરાંત પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, સિધ્ધનાથ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, ગૌરીશંકર મહાદેવ મંદિર સહિતના છોટીકાશીના અનેક શિવાલયો કે જેને ઝળહળતી રોશની થી સજજ બનાવી લેવાયા ઉપરાંત મંદિર પરિસરને ધજા-પતાકા થી સુસજ્જ બનાવી દેવાયા છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.