Abtak Media Google News

ખોડલધામ વેસ્ટ ઝોન નવરાત્રી મહોત્સવ હેઠળ ગરબા ચેઇનમાં ૬૪ મિનીટ સુધી ખેલૈયાઓ ઝુમતા રહ્યા

નવરાત્રિનો રંગ હવે ધીમે ધીમે બરોબર જામતો જાય છે. ત્યારે ગઇકાલે પાંચમાં નોરતે ખોડલધામ વેસ્ટઝોન મવડી નવરાત્રિ મહોત્સવ ૨૦૧૭માં ખેલૈયાઓ મન મૂકીને નાચ્યા હતા. અને વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો. જેમાં ૧૯૨૧ ખેલૈયાઓ દ્વારા ગરબા ચેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલૈયાઓ એકી સાથે એક તાલે લાઇન બઘ્ધ રીતે ગરબા ચેઇનમાં મન મૂકીને ઝૂમ્યા હતા. અને લગભગ આ ગરબા ચેઇન ૧૯૨૧ ખેલૈયાઓ દ્વારા ૬૪ મીનીટ ૩૩ સેક્ધડ સુધી કાર્યરત રહી હતી અને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં નામ પ્રસ્થાપિત કયુૃ હતું. આ ગરબા ચેઇને વિશ્ર્વના સૌથી પહેલો ગરબો ચેઇનમાં નામ નોંધાવ્યું છે.આ પ્રસંગે પ્રેક્ષકો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને હવામાં ઉત્સાહ અને હૈયામાં ઉમંગ ભવે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તકે   ખોડલધામ વેસ્ટઝોન મવડી નવરાત્રી મહોત્સવના પ્રમુખ જીતુભાઇ સોરઠીયા, જયેશ સોરઠીયા તેમજ ઉપપ્રમુખ હસમુખભાઇ લુણાગરીયાએ ખેલૈયાઓને અભિનંદન પાઠવ્યા હતા અને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના ગુજરાત ચીફ એડીટર પાવનભાઇ સોલંકીએ ખોડલધામ વેસ્ટ ઝોન નવરાત્રી મહોત્સવને રેકોર્ડ બ્રેક ગરબા ચેઇનો એવોર્ડ એનાયત કર્યો હતો.ખોડલધામ વેસ્ટ ઝોન નવરાત્રિ મહોત્સવના પ્રમુખ જયેશભાઇ સોરઠીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખોડલધામ વેસ્ટ ઝોન નવરાત્રિ મહોત્સવ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડીયામાં નોમીમેટ થયા છે. નવરાત્રિના આયોજન રાજકોટમાં અનેક જગ્યાઓએ થાય છે. પ્રોફેશ્નલ ડાંડીયા પણ થાય છે. ખોડલધામના ચાર ઝોનમાં ડાંડીયાનું અલગ અલગ આયોજન કરવામાં આવે છે. વેસ્ટ ઝોન ખોડલધામ નવરાત્રી મહોત્સવને બેદિવસ પહેલા વિચાર આવ્યો કે રાજકોટમાં કંઇક અલગ કરવું છે. એવોર્ડ લેવાની ઘેલછા પણ અમને હતી અને આજેઆ એવોર્ડ પણ અમને પ્રાપ્ત થઇ ગયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.