Abtak Media Google News

ગૃહ મુલાકાત, જુથ મીટીંગો, પ્રદર્શન, રેલી, વકતૃત્વ સ્પર્ધા સહિતની કામગીરી હાથધરી જાગૃતિ લાવવાના પ્રયાસ કરાયા

રાજયભરમાંથી નિયંત્રણનું ધ્યેય આરોગ્ય વિભાગ તરફથી સ્વીકારવામાં આવેલ છે જેના અનુસંધાને રાજયભરમાં નિયંત્રણ અભિયાન ચાલી રહ્યું છે. જે અન્વયે ૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને રસીથી આવરી લેવાના રહેશે. આ અભિયાનના ભાગરૂપે તા.૧૬ જુલાઈ ૨૦૧૮થી શરૂ કરવામાં આવેલ આજદિન સુધીમાં કુલ નોંધાયેલ બાળકો ૪,૩૨,૪૦૭ની સામે અંદાજીત ૧૭૦૦ શાળાઓમાં અમલવારી દરમ્યાન કુલ ૨,૯૦,૩૪૬ બાળકોને રસી આપવામાં આવી છે. ખુબ જ સારો પ્રતિસાદ મળી રહેલ છે. ગ્રામ્ય વિસ્તારમાં બાળકો અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

આ કાર્યક્રમની સફળતા મળે તે માટે ધનિષ્ઠ પ્રચાર પ્રસારની કામગીરી પણ કરવામાં આવેલ છે. ગૃહ મુલાકાત, જુથ મીટીંગો, પ્રદર્શન, રેલી, વકૃત્વ સ્પર્ધા, વિલેજ હેલ્થ કમિટીની મીટીંગો, સાહિત્ય વિતરણ, ભિતસુત્રો, માઈક પ્રચાર, બેનર લગાવવા, મોટા હોર્ડિંગો લગાવી આરોગ્ય શિક્ષણની કામગીરી પણ કરવામાં આવેલ છે.

જીલ્લાની સરકારી શાળાઓ, આંગણવાડીઓ, બાલમંદિરો વગેરે તથા પ્રાઈવેટ ડોકટરો, બાળરોગ નિષ્ણાંત ડોકટરના યુનિયનો જેવા કે આઈ.એમ.એ., આઈએપી વગેરે અને રોટરી તથા લાયન્સ કલબ જેવી સ્વૈચ્છિક સંસ્થાઓનો પ્રાઈવેટ શાળાઓનો પણ અસરકારક સહકાર મળી રહેલ છે.

આ અભિયાનમાં એક પણ બાળક બાકી ન રહે તે માટે સૌ વાલીઓને આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે. જો આપના બાળકને રસી આપવાની બાકી હોય તો હજુ પણ નજીકના સરકારી દવાખાના કે પેટાકેન્દ્રનો અથવા આશા બહેન, આંગણવાડી બહેન કે એએનએમ બહેનનો સંપર્ક સાધવા વિનંતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.