Abtak Media Google News

૭૯.૭૪ પરિણામ સાથે વીવીપી રાજયમાં ૫માં અને સૌરાષ્ટ્રમાં ૧લા સ્થાને

સમગ્ર રાજયમાં ટેકનોલોજીકોલ યુનિ. દ્વારા લેવાયેલ ચોથા સેમેસ્ટરની પરિક્ષાનું પરિણામ જાહેર થયુંં છે જેમાં ૧૧૩ એન્જીનીયરીંગ કોલેજમાં કુલ ૩૪૭૯૪ વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાં ૧૯૬૮૭ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. અને ૧૫૧૦૭ વિદ્યાર્થીઓ નાપાસ થયેલ છે. આમ જીટીયુનું પરિણામ ૫૬.૫૮% જયારે વીવીપીનું પરિણામ ૭૯.૭૪% સાથે સમગ્ર ગુજરાતમાં વીવીપી ઈજનેરી કોલેજ રાજયમાં પાંચમા અને સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાને રહેલ છે.

સમગ્ર ગુજરાતમાં જીટીયુ ટોપટેનમાં બધી બ્રાંચમાં એસ.પી.આઈ. મુજબ વીવીપીની કોમ્પ્યુટર વિભાગની વિદ્યાર્થીની માકડીયા હેલીમાં ૧૦માંથી ૧૦ એસપીઆઈ તેજ સીપીઆઈ મુજબ પ્રથમ સ્થાન, કાનાબાર રાધીકા જગદીશચંદ્રએ એસપીઆઈ મુજબ ૬ઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. ઝોન વાઈઝ રીઝલ્ટમાં સુરત ઝોન ૬૧.૦૯%, અમદાવાદ ઝોન ૬૦.૦૦%, વલ્લભ વિદ્યાનગર ૫૯.૬૨%, રાજકોટ ઝોન ૫૪.૧૫%, ગાંધીનગર ઝોન ૪૭.૯૩% રહે છે. સમગ્ર ગુજરાતમાં વીવીપીનો બી.. ચોથા સેમેસ્ટરમાં પાંચમો રેન્ક અને સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન આવવા બદલ મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકરે સમગ્ર વિદ્યાર્થીગણ તથા સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.