Abtak Media Google News

૪૬ બાળકોને ઉત્તરપ્રદેશ, ૨૫ બાળકોને બિહાર પહોંચાડાયા

રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે સાડીના કારખાનામાં કામ કરતા ૭૧ બાળકોને જિલ્લા વહીવટીતંત્રના સહયોગી  ટ્રેનો મારફતે તેમના વતન મોકલવામાં આવ્યાછે.

જેતપુરના સાડીના કારખાનામાં કામ કરતા ૭૧ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, જે તમામ બાળકોને રાજકોટ સરકારી બાળ સંભાળગૃહ ખાતે કાળજી અને સંભાળ હેઠળ રાખવામાં આવ્યા હતા, જેમાંથી ૪૬ બાળકો ઉત્તરપ્રદેશ રાજ્યના અને ૨૫ બાળકો બિહાર રાજ્યના હતા.

લોકડાઉન અને કોરોના વાયરસ અન્વયે લાગુ કરાયેલા લોકડાઉનની પરિસ્િિતમાં બાળકોને તેમના વતન મોકલવા વહીવટી તંત્રએ રાજ્ય સરકાર અને રેલવે વિભાગ સો સંકલન કરી તમામ બાળકોને સલામત રીતે પોતાના વતન પહોંચાડવામાં ખૂબ જહેમત ઉઠાવી છે. અને રાજકોટ રૂરલ પોલીસની મદદી તમામ બાળકોને પોતાના વતન મોકલી

આપવામાં આવેલ છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજકોટ મેહુલગીરી ગોસ્વામીએ જણાવ્યુ હતું

કલેક્ટર રેમ્યા મોહન, પ્રોલિસ અધિક્ષક બલરામ મીના, અને સમાજ સુરક્ષા વિભાગનાનિયામક જી.એન.નાચીયાના સીધા માર્ગદર્શન અને સંકલનમાં રહી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામી,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ અને પ્રોગ્રામ મેનેજર ઇન્દ્રજીતસિંહ ચૌહાણે આ કામગીરી સફળ રીતે પાર પાડી હતી.

પોતાના વતન જવા માંગતા બાળકોને જુદી-જુદી ૩ (ત્રણ) ટ્રેનમાં તેમના વતન મોકલવામાં આવ્યા હતા, જેમાં સૌ પ્રમ રાજ્ય સરકારે (યુ.પી.અને બિહાર) સરકારની અને ત્યાર બાદ ગુજરાત સરકારની મંજુરી મેળવી બાળકોને તેમના વતન મોકલવાની કામગીરી કરી હતી.  પ્રમ તબક્કામાં ૨૦ બાળકોને ૨૦ મેના રોજરાજકોટી ઉપડતી સ્પે.શ્રિમક ટ્રેનમાં ઉત્તરપ્રદેશ ખાતે મોકલવામાં આવ્યા હતા, અન્ય૨૫ બાળકોને ૨૯ મેના રોજ મોરબીથી ઉપડતી સ્પે.શ્રમિક ટ્રેનમાં બિહાર મોકલવામાં આવેલ અને તા.૦૯/૦૬/૨૦૨૦નાં રોજ ૨૬ બાળકોને અમદાવાદ ખાતેી ઉપડતી સ્પે.કોવિડ-૧૯ ટ્રેનમાં ઉત્તરપ્રદેશ મોકલવામાં આવ્યા હતા. આ તમામ બાળકોની સુરક્ષા માટે ૩ પોલિસ જવાનોને પણ મોકલવામાં આવ્યા હતા,તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.