Abtak Media Google News

વિજેતાઓને ઈ-સર્ટીફીકેટથી પ્રોત્સાહિત કરાશે

ધોળકિયા સ્કૂલમાં છેલ્લા સાત વર્ષથી ભવ્ય પ્રાચીન નવરાત્રી મહોત્સવ ઉજવાય છે. આ ગરબીના કેટલાક વિશેષ રાસ-ગરબા નિહાળવા સમગ્ર રાજકોટ હરહંમેશ આતુર હોય છે. આ વર્ષે કોરોના મહામારીના સંકટમાં જયારે નવરાત્રીના આયોજનમાં માત્ર આરતી માટેની જ સરકાર દ્વારા આપેલી મંજુરીને ધ્યાનમાં લઈ શાળાની અંદર માતાજીનું સ્થાપન ધોળકિયા સ્કુલએ કરેલુ છે. રોજ રાત્રે ૯:૦૦ વાગ્યે માતાજીની આરાધના અને આરતી બધા જ નિયમોના પાલન સાથે મર્યાદિત સંખ્યામાં શકિત સ્વ‚પ બહેનો ઉપસ્થિત રહીને કરે છે. આવા ગરબાની પરંપરા જાળવવા સોશિયલ ડિસ્ટન્સ સાથે દર વર્ષની માફક સુપ્રસિઘ્ધ ભાસ્કરભાઈ શિંગાળાની સંગીતની ટીમના સથવારે બેઠા ગરબાનું ગાયન થાય છે. જેમાં ઉપસ્થિત બહેનો સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠા બેઠા ખંજરી, મંજરા અને કરતાલથી તાલ આપી ર્માંની વંદના કરે છે.

આ ઉપરાંત દરરોજ ઓનલાઈન જુદી જુદી હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે ગત વર્ષના ગરબા રાત્રે ૯ થી ૧૧ યુટયુબ પર મુકવામાં આવે છે. તા.૨૩ના રોજ સમગ્ર ગુજરાતના ખેલૈયાઓ માટે ઓનલાઈન સમુહ રાસ-ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવેલ છે. આ ગરબામાં ભાગ લેવા માટે ૩ થી ૫ સભ્યોએ સરકારના નિયમોનું પાલન કરી ઘરમાં જ રાસ-ગરબાનો ૨ થી ૩ મિનિટનો વિડીયો કરી તા.૨૩ના રોજ સવારે ૭ થી બપોરે ૪ વાગ્યા સુધીમાં ૯૪૨૮૦ ૦૪૪૦૦ નંબર activity.dholakiya [email protected] ઈ-મેઈલ પર મોકલવાનો રહેશે. આ હરીફાઈનું પરિણામ તા.૨૪ના રોજ રાત્રે ૯ થી ૧૧ના ઓનલાઈન ગરબાના કાર્યક્રમમાં મુકવામાં આવશે. વિજેતાઓને ઈ-સર્ટીફીકેટથી નવાજવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા અને જીતુભાઈ ધોળકિયા સ્કુલ ટીમને શુભેચ્છા પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.