Abtak Media Google News

ઘણીવાર કુદરતી એવા કિસ્સા બનતા હોય છે જે જોઇને અચરજ પામી જવાય સુરતના રેલવેસ્ટેસન પાસે આવેલ અત્મીય હોસ્પિટલ માં એક માતા એ બે બાળકોને જન્મ આપ્યો પરંતુ મુખ્ય બાબત એ છે કે માતા ને હાથ માં અને પગ માં 6-6 આંગળીઓ છે ત્યારે તેના બન્ને બાળકોમાં પણ 6-6 આંગળીઓ આવતા આશ્ચર્ય થયું છે અને ક્યારેય ન જોયો હોય તેવો કિસ્સો બહાર આવ્યો છે.

સુરતમાં રહેતા ધારાબહેન નો જન્મ થયો ત્યારે તેના હાથ અને પગ માં 6-6 આંગળીઓ હતી અને ત્યારે પણ તેના માતા પિતા અને પરિવાર ના લોકો ને આશ્ચર્ય થયું હતું પરંતુ ધારાબહેન જયારે બે સંતાન ને જન્મ આપ્યો ત્યારે તેના બાળકોમાં 6-6 આંગળી આવવી એ યોગનું યોગ ઘટના કહી શકાય તેમ તબીબીએ જણાવ્યું છે. આ અગાઉ સુરત ની એક હોસ્પિટલ માં એક મહિલાએ 6 ફેબ્રુઆરી ના રોજ અગિયાર બાળકોને જન્મ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.